JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?

  • India
  • June 2, 2025
  • 0 Comments

JEE Advanced 2025 Result:ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુર દ્વારા સોમવાર, 2 જૂન, 2025 ના રોજ JEE એડવાન્સ્ડ 2025 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે દેભરમાં IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેણે 360 માંથી 332 ગુણ મેળવ્યા છે. પરીક્ષામાં બેઠેલા બધા ઉમેદવારો પરિણામો જોવા માટે સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in ની મુલાકાત લઈ શકે છે. ત્યાં લોગીન કરવા માટે, અરજી નંબર અને જન્મ તારીખની જરૂર પડશે.

પરિણામની સાથે વેબસાઇટ પર અંતિમ આન્સર કી પણ બહાર પાડવામાં આવી છે, જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે. JEE એડવાન્સ્ડ 2025 ની પરીક્ષા 18 મેના રોજ બે તબ્બકામાં લેવામાં આવી હતી. જેમાં પેપર-1 અને પેપર-2નો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓની પ્રતિભાવ પત્રક 22 મેના રોજ બહાર પાડવામાં આવી હતી અને પ્રોવિઝનલ આન્સર કી 25 મેના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ વખતે પરીક્ષાનું સ્તર ખૂબ પડકારજનક હતું.

  ગણિતનું પેપર સૌથી મુશ્કેલ હતુ

નિષ્ણાતો અને વિદ્યાર્થીઓના મતે, ગણિતનું પેપર સૌથી અઘરું હતું, જ્યારે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પેપર પણ સમાન સ્તરે મુશ્કેલીનું હતું. JEE એડવાન્સ્ડના કુલ ગુણ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણના સરવાળાના આધારે નક્કી કરવામાં આવે છે. રેન્ક યાદીમાં સમાવેશ થવા માટે, ઉમેદવારોએ દરેક વિષયમાં ઓછામાં ઓછા લાયકાત ગુણ અને ઓછામાં ઓછા કુલ ગુણ મેળવવા જરૂરી છે. સફળ વિદ્યાર્થીઓ હવે JoSAA કાઉન્સેલિંગ દ્વારા તેમની પસંદગીની IIT સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી શકે છે.

ગુજરાત

અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ સાથે ગુજરાત ટોપર બન્યો છે. તો સુરતનો અગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ સાથે બીજા ક્રમે છે. દેશભરમાંથી 1.82 લાખ વિદ્યાર્થીએ JEE એડવાન્સની પરીક્ષા આપી હતી.

JEE એડવાન્સ પરીક્ષા શું છે?

JEE એડવાન્સ પરીક્ષા એ ભારતમાં ઇજનેરીના અભ્યાસ માટેની એક મહત્વની પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા JEE મેઇન પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ આપી શકે છે. તે ખાસ કરીને IITs (Indian Institutes of Technology) જેવી દેશની શ્રેષ્ઠ ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે.
  • JEE એડવાન્સ એ બીજા સ્તરની પરીક્ષા છે, જે JEE મેઇન પછી આવે છે.
  • તેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના પ્રશ્નો હોય છે, જે ઘણા મુશ્કેલ હોય છે.
  • આ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને IITs, NITs અથવા અન્ય ટોચની ઇજનેરી કોલેજોમાં એડમિશન મળી શકે.
  • તે દર વર્ષે એક વખત લેવાય છે અને ખૂબ જ સ્પર્ધાત્મક હોય છે.
આ પરીક્ષા ખૂબ મહેનત અને તૈયારી માંગે છે, કારણ કે તેમાં લાખો વિદ્યાર્થીઓમાંથી થોડા જ પસંદ થાય છે.

આ પણ વાંચો:

Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો

Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina ની મુશ્કેલી વધી, ધરપકડ વોરંટ ઈશ્યૂ

બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani

રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War

પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ

Gujarat Politics: હાર્દિક, અલ્પેશ બાદ હવે જિજ્ઞેશ ભાજપને મદદ કરવાના માર્ગે!

ભારતીય જેટને નુકસાન થયું, CDS અનિલ ચૌહાણનો પહેલીવાર સ્વીકાર

Ahmedabad: નશામાં ચકનાચૂર પોલીસે 3 લોકોને અડફેટે લીધા, પોલીસે લોકોના હાથે માર ખાધો

Amreli માં પોલીસ અને ભાજપા નેતાઓ આમને સામને આવી ગયા!

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદનો કહેર, અત્યાર સુધીમાં 30 લોકોના મોત | Flood

નિવૃત્ત શિક્ષકને માતા-પુત્રીએ હનીટ્રેપમાં ફસાવ્યા, નકલી PI એ ધમકી આપી, 20 લાખ માગ્યા, જાણો સમગ્ર ઘટના | Idar

 

Related Posts

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો
  • August 5, 2025

Uttarkashi Cloudburst: આજે 5 ઓગસ્ટ 2025 ના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે કાટમાળ, પથ્થરો અને પાણીએ ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 7 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 5 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 17 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 20 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 28 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?