‘તમે સુપરસ્ટાર હોઈ શકો, પણ લાગણીઓને ઠેસ પહોંચાડી શકતા નથી’: Kamal Haasan ને કોર્ટની લપડાક

  • Famous
  • June 4, 2025
  • 0 Comments

Kamal Haasan: કન્નડ ભાષા પર વિવાદાસ્પદ નિવેદન આપવું દક્ષિણના સુપરસ્ટાર કમલ હાસનને ભારે પડ્યું છે. કર્ણાટક હાઈકોર્ટે ખખડાવી કહ્યું કહ્યું, “તમે કમલ હાસન હોઈ શકો છો, પરંતુ તમને કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી.”

કમલ હાસનની આગામી ફિલ્મ ‘ઠગ લાઈફ’ ની સુનાવણી દરમિયાન મામલો ગરમાયો હતો. વાસ્તવમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન, તેમણે કહ્યું હતું કે ‘કન્નડ ભાષા તમિલ ભાષામાંથી ઉદ્ભવી છે’. આ નિવેદનથી કર્ણાટકમાં હોબાળો મચી ગયો.

ન્યાયાધીશ એમ. નાગપ્રસન્નાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કોઈને પણ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી. તેમણે હસનને પૂછ્યું કે તેમના દાવાનો ઐતિહાસિક પુરાવો શું છે. કોર્ટે કહ્યું કે જો હસન માફી માંગી લેત તો મામલો સમાપ્ત થઈ ગયો હોત.

કમલ હાસનના વકીલે કહ્યું કે આ નિવેદન ઇરાદાપૂર્વકનું નહોતું, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધું. કોર્ટે પૂછ્યું, “જો તમે માફી નહીં માગો તો ફિલ્મ કર્ણાટકમાં કેમ રિલીઝ થવી જોઈએ? શું તમે ફક્ત પૈસા કમાવવા આવ્યા છો?” કોર્ટે યાદ અપાવ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડો.

કોર્ટે હજુ સુધી પોતાનો અંતિમ ચુકાદો આપ્યો નથી, પરંતુ કમલ હાસનને માફી માંગવાનું વિચારવાની સલાહ આપી છે.

જોકે હજુ સુધી કમલ હાસન તરફથી કોઈ ઔપચારિક માફીનું નિવેદન સામે આવ્યું નથી, જેના કારણે વિવાદ ચાલુ છે.

કમલ હાસન એ ભારતીય ફિલ્મ ઉદ્યોગના એક પ્રતિભાશાળી અને બહુમુખી કલાકાર છે, જેઓ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, લેખક, ગાયક અને નૃત્યકાર તરીકે જાણીતા છે. તેમનું યોગદાન મુખ્યત્વે તમિળ ફિલ્મ ઉદ્યોગ (કોલીવુડ)માં છે, પરંતુ તેમણે હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની કલાત્મક શૈલી, નવીન અભિગમ અને સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ફિલ્મોએ તેમને ભારતીય સિનેમાના દિગ્ગજોમાં સ્થાન અપાવ્યું છે.

બાળ કલાકાર તરીકે શરૂઆત

કમલ હાસને માત્ર છ વર્ષની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેમની પ્રથમ ફિલ્મ “કલાથુર કન્નમ્મા” (1960) હતી, જેમાં તેમણે બાળ કલાકાર તરીકે કામ કર્યું અને રાષ્ટ્રપતિનું સુવર્ણ ચંદ્રક જીત્યું હતું. આ ફિલ્મે તેમની પ્રતિભાને વહેલી તકે ઓળખાવી.

અભિનેતા તરીકે

કમલ હાસનની અભિનય કારકિર્દી 1970ના દાયકામાં ખીલવા લાગી. તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી, જેમાં રોમેન્ટિક હીરો, નેગેટિવ રોલ્સ, કોમેડી અને ગંભીર નાટકીય પાત્રોનો સમાવેશ થાય છે. તેમણે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

કમલ હાસનની મખ્ય ફિલ્મોનું લિસ્ટ
  1. કલાથુર કન્નમ્મા (1960) – બાળ કલાકાર
  2. અરંગેત્રમ (1973)
  3. સોલ્લાથાન નિનૈક્કીરેન (1973)
  4. કન્યાકુમારી (1974)
  5. અપૂર્વ રાગાંગલ (1975)
  6. મન્મથા લીલા (1976)
  7. 16 વયાધિનિલે (1977)
  8. સિગપ્પુ રોજાક્કલ (1978)
  9. નીયા થલૈવન (1978)
  10. એક દુજે કે લિયે (1981) – હિન્દી
  11. મૂન્દ્રમ પિરાઈ (1982)
  12. સાગર (1985) – હિન્દી
  13. સ્વાતિ મુથ્યમ (1986) – તેલુગુ
  14. નાયકન (1987)
  15. પુષ્પક (1987) – મૌન ફિલ્મ (હિન્દી/કન્નડ)
  16. અપૂર્વ સગોધરરગલ (1989)
  17. ચનાક્યન (1989)
  18. માઇકલ મદન કામ રાજન (1990)
  19. ગુના (1991)
  20. થેવર મગન (1992)
  21. મહાનધિ (1994)
  22. ઇન્ડિયન (1996)
  23. ચાચી 420 (1997) – હિન્દી (દિગ્દર્શક અને અભિનેતા)
  24. હે રામ (2000) – હિન્દી/તમિળ (દિગ્દર્શક અને અભિનેતા)
  25. આલાવંધન (2001)
  26. પમ્મલ ખે સંબંધમ (2002)
  27. અન્બે શિવમ (2003)
  28. વિરુમાંડી (2004) – (દિગ્દર્શક અને અભિનેતા)
  29. વસૂલ રાજા MBBS (2004)
  30. મુંબઈ એક્સપ્રેસ (2005)
  31. વેટ્ટઈયાડુ વિલઈયાડુ (2006)
  32. દશાવતારમ (2008)
  33. ઉન્નઈપોલ ઓરુવન (2009)
  34. મનમદન અંબુ (2010)
  35. વિશ્વરૂપમ (2013) – (દિગ્દર્શક અને અભિનેતા)
  36. ઉત્તમ વિલન (2015)
  37. થૂંગાવનમ (2015)
  38. વિશ્વરૂપમ 2 (2018)
  39. વિક્રમ (2022)
  40. ઇન્ડિયન 2 (2024)
  41. થગ લાઇફ (2025) – (આવનારી ફિલ્મ, દિગ્દર્શક મણિ રત્નમ સાથે)

આ પણ વાંચો:

ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે | Gandhinagar

વિસાવદ અને કડીમાં ત્રિપાંખિયો જંગ, કોણ ફાવશે? | Elections

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Surat: 21 વર્ષીય યુવકનું સોલાર પેનલ લગાવતી વખતે 15મા માળેથી પટકાતાં મોત

પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan

Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

 

Related Posts

પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું અવસાન, કિડનીની હતી બિમારી | Satish Shah
  • October 25, 2025

Satish Shah passed away: બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. તેમણે આજે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર સતીશ કિડની સંબંધિત…

Continue reading
જાણિતા સંગીતકાર સચીન સંઘવી સામે FIR, યુવતીએ લગાવ્યા શારીરિક શોષણના આરોપ |  Sachin Sanghvi
  • October 24, 2025

 Sachin Sanghvi Against FIR: પ્રખ્યાત સંગીતકાર સચીન સંઘવી સામે મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે, જોડી સચિન-જીગરના સભ્ય સચિન સંઘવી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં ગાયિકાએ આરોપ લગાવ્યો છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!