Kanwar Yatra: કાવડ તૂટી જતાં બાઇકચાલકને ભારે માર મરાયો, કાવડિયાઓએ બાઈક પણ તોડી નાખ્યું

  • India
  • July 11, 2025
  • 0 Comments

Kanwar Yatra: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મંગળવારે કાવડ યાત્રા દરમિયાન એક નાના અકસ્માતે અચાનક હિંસક ભડકાવી દીધી છે. બાઇક પર રસ્તો ક્રોસ કરી રહેલા એક યુવાન કાવડિઓના જૂથ સાથે અથડાયો હતો. બાઈકચાલકે તરત જ પોતાની ભૂલ સ્વીકારી અને હાથ જોડીને માફી માંગી, પરંતુ કાવડીઓનો ગુસ્સો એટલો ફાટી નીકળ્યો કે યુવાનની વાત સાંભળી નહીં અને તેને નિર્દયતાથી માર માર્યો. સાથે સાથે બાઈક પણ તોડી નાખ્યું.

નજરે જોનારા લોકોએ કહ્યું કે રસ્તો ક્રોસ કરતી વખતે યુવક કાવડિયાઓના ટોળા સાથે અથડાયો હતો. આ નાની અથડામણમાં કાવડિયાઓ વિફર્યા હતા. અને બાઈકચાલક પર તૂટી પડ્યા. યુવાને માફી માગી છતાં છતાં માફ ન કરી. લાકડીઓથી માર માર્યો. જે બાદ પોલીસે આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. કવડિયાઓએ બાઇક પર લાકડીઓ અને સળિયાથી હુમલો કર્યો અને તેને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું.

પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને પોલીસે ચપળતા બતાવી અને બાઇકને પોતાના કબજામાં લઈ લીધી અને બીજી બાજુ લઈ ગઈ. એક રાહદારીએ ઘટનાનો આખો વીડિયો પોતાના મોબાઇલ પર રેકોર્ડ કર્યો, જે થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે કાનવાડીઓએ નાની અથડામણ પછી કાયદો પોતાના હાથમાં લીધો અને હિંસાનો આશરો લીધો, અને એક નિર્દોષ યુવાનનો જીવ જોખમમાં મુકાયો.

ઉત્તરાખંડમાં પણ કાવડિયાઓએ કાર ભાગી નાખી

roorkee

આ ઉપરાંત, ઉત્તરાખંડના રૂરકીમાં પણ આવો જ એક વિવાદ સામે આવ્યો છે. આ ઘટના હરિદ્વાર-રુરકી હાઇવે પર બેલડા ગામ પાસે બની હતી. અહીં કાવડિયાઓએ એક કાર ચાલક પર કાવડ તોડવાનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. કાવડિયાઓએ કાર ચાલકને માર માર્યો હતો અને કારનો નાશ કર્યો હતો.

હરિદ્વારમાં કારમાં તોડફોકરી કારમાં રહેલા લોકોને માર માર્યો

હરિદ્વારના બહાદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક કાર એક કાવડ સાથે અથડાયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. કાવડિયાઓએ લાકડીઓ વડે કાર પર હુમલો કર્યો અને તેને ભારે નુકસાન પહોંચાડ્યું. તેમણે કારમાં રહેલા લોકોને પણ માર માર્યો.

મળતી માહિતી મુજબ, હરિયાણાના સોનીપતથી ભક્તો ગંગાજળ ગ્રહણ કરીને કાર દ્વારા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર  કાવડ સાથે અથડાઈ ગઈ. તેનાથી કાવડિયાઓઓ  ગુસ્સે ભરાયા. તેમણે કાર સવારો પર બળજબરીથી હુમલો કર્યો. કાર સવારોને પણ બહાર કાઢીને માર મારવામાં આવ્યો. હંગામાને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો.

હરિદ્વાર કાર

હંગામાની માહિતી મળતાં, શાંતારશાહ ચોકીના પ્રભારી ખેમેન્દ્ર ગંગવાર ઘટનાસ્થળે પહોંચ્યા અને કાર સવારોને બચાવ્યા. સ્થળ પર વધારાની પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવી. આ પછી પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી. બંને પક્ષોને ચોકીમાં લઈ જવામાં આવ્યા. ચોકી પ્રભારી ખેમેન્દ્ર ગંગવાર કહે છે કે કેસ નોંધવામાં આવી રહ્યો છે. ત્રણ કાવડિયાઓની અટકાયત કરવામાં આવી છે. ત્રણેય સહારનપુરના ગંગોહના રહેવાસી છે.

આ પણ વાંચોઃ

Gambhira Bridge Collapse: 18 લોકોના મોત, 2 ગુમ, 4 એન્જિનિયરો સસ્પેન્ડ, સરકારે પોતાના દોષનો ટપલો ઢોળવાનું શરુ કર્યું?

UP: શિવલિંગ પર જળ ચઢાવવાના કારણે દલિત યુવાન પર હુમલો કરાયો, પૂજારીએ કહ્યું મારી વહુ અંગે અશ્લીલ બોલ્યો, જાણો વધુ

UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….

75 વર્ષની ઉંમર પાર કરનારા નેતાઓએ વિદાય લેવી જોઈએ, ભાગવત નિવેદન આપી ખુદ ફસાઈ ગયા, જાણો | Mohan Bhagwat statement

Bihar: મતદારયાદી સુધારણા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, આધારને કેમ નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય?

Gurugram Murder: માતાના જન્મ દિવસે જ પિતાએ પુત્રીને 3 ગોળી મારી, શું અફેર હતુ? જાણો હચમચાવી નાખતો કિસ્સો

Bihar Election: મતદારો પાસે ચૂંટણીપંચ નહીં માગે ડોક્યુમેન્ટ, ‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ

Gambhira Bridge Collapse: ગંભીરામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર?, મોરબીની ઘટના પછી પણ લોકોને ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરમાર્ગે દોર્યા

Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!

Indore Love Jihad: કોંગ્રેસના અનવર કાદરીએ હિન્દુ છોકરીઓને ફસાવવા રુપિયા આપ્યા, મુસ્લીમ શખ્સોની કબૂલાત, દેહવ્યપાર કરાવતો?

 

 

 

Related Posts

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય
  • October 28, 2025

Montha Cyclone: ચક્રવાતી વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ સતત આગળ વધી રહ્યું છે અને આજે તા.28 ઓક્ટોબરના રોજ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ કરે…

Continue reading
SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?
  • October 28, 2025

SIR process: દેશમાં 21 વર્ષ બાદ SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અનેચુંટણી પંચ દ્વારા તેને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ સહિત કેટલાક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 6 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

  • October 28, 2025
  • 3 views
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

  • October 28, 2025
  • 13 views
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

  • October 28, 2025
  • 16 views
Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • October 28, 2025
  • 16 views
AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • October 28, 2025
  • 19 views
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ