
Former DGP murder Om Prakash: કર્ણાટકના પૂર્વ DGP ઓમ પ્રકાશની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એવી શંકા છે કે તેમની પત્ની દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. તેમનો મૃતદેહ બેંગલુરુના HSR લેઆઉટ સ્થિત તેમના ઘરમાંથી મળી આવ્યો છે.
આજે(20 એપ્રિલ) રવિવારે બપોરે ઓમ પ્રકાશનો મૃતદેહ તેના ઘરમાં લોહીથી લથપથ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેમની હત્યા કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે ઓમ પ્રકાશની હત્યા તેની પત્નીએ જ કરી હશે, કારણ કે તેની પત્ની અને પુત્રી ઘરના લિવિંગ રૂમમાં હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પત્નીએ પોતે પોલીસને ફોન કરીને હત્યા વિશે જાણ કરી હતી, પરંતુ જ્યારે પોલીસ ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે તેમણે દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો. જો કે બાદમાં મહામહેનતે પોલીસે દરવાજો ખોલાવ્યો હતો. જે બાદ બાદ પોલીસે ઘરમાં જોતા DGPની લાશ લોહીતી લથપથ પડી હતી. હાલ પોલીસ પત્ની પર હત્યાની આશંકા રાખી પૂછપરછ કરી રહી છે.
ઓમ પ્રકાશ મૂળ બિહારના હતા
કર્ણાટક કેડરના 1981 બેચના IPS અધિકારી ઓમ પ્રકાશ રાજ્યના DG અને IGP તરીકે સેવા આપ્યા બાદ 2015 માં નિવૃત્ત થયા હતા. 1 માર્ચ, 2015માં તેમને પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ DGP પદેથી 31 જાન્યુઆરી, 2017ના રોજ નિવૃત્ત થયા હતા. તેમણે એમ.એસસી. ભૂસ્તરશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. ઓમ પ્રકાશ બિહારના ચંપારણના વતની હતા. તેઓ હાલ બેંગ્લોરના HSR લેઆઉટમાં રહેતા હતા.
આ પણ વાંચોઃ
Gondal માં એક સાથે ચાર અર્થી ઉઠી, કાર અકસ્માતમાં પરિવારને કાળ ભરખી ગયો
હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal
કુલભૂષણને સજા સામે અપીલ કરવાનો કોઈ હક નથી: પાકિસ્તાન સરકારની કોર્ટમાં દલીલ | Kulbhushan Case
UP: થનાર જમાઈ સાસુને વહુ બનાવીને લાવતાં જ ભગાડ્યા, આશરો પણ ન આપ્યો, આ રીતે કાઢી રાત?