
Kheda Crime: ખેડા જીલ્લા પોલીસ ઊઘતી ઝડપાઈ છે. ખેડા ટાઉન પોલીસના નાક નીચેથી SMC પોલીસે કનેરા ગામ પાસે મોટી માત્રામાં દારુ ઝડપી પાડ્યો છે. 64 લાખથી વધુના દારુ સાથે 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ખેડાના કનેરા ગામની સીમમાં આવેલા પતરાના ગોડાઉનમાં દારૂ કટીંગ ચાલતું હોવાની ગાંધીનગરની SMCની ટીમને બાતમી મળી હતી. જેથી ટીમે અહીં દરડો પાડતાં બૂટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક બાળક સહિત 8 જેટલાં શખ્સોને તો રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે કેટલાંક ફરાર થઈ ગયા હતા. પોલીસે રુ. 64.75 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો છે. પોલીસે વિદેશી દારુ, વાહનો મળી કુલ રૂપિયા 1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચોઃ રાજકોટ: પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો લીક કરનારા બે આરોપીઓને ધરપકડ
તપાસમાં સામે આવ્યુ છે કે વાહનો મારફતે કટીંગ કરી જુદા જુદા વિસ્તારોમાં મોકલવામાં આવતો હતો. પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું છે કે આ દારૂનો જથ્થો ભાવનગર અને અમદાવાદ મોકલવાનો હતો.
વોન્ટેડ આરોપીઓ
મનીષ શર્મા
વજારામ બિશ્નોઇ
રાજુભાઇ માલી
દારૂનો જથ્થો મંગાવનાર વિજયરાજસિંહ
વાહન માલિકો
સુરેન્દ્રનગરમાં SMCનો સપાટો, અહીં પણ પોલીસ ઊંઘતી ઝડપાઈ
સુરેન્દ્રનગરમાં ગાંધીનગર SMCની રેડ દરમિયાન પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. જિલ્લા પંચાયત નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ પકડાયો છે. રુ. 3.28 લાખની કિંમતની 1 હજાર 51 દારૂની બોટલો જપ્ત કરાઈ છે. જ્યારે બે બૂટલેગરોની વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી અને મકાન ભાડે રાખનારા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.