
Kheda: મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આંત્રોલીથી ખડાલ રોડનું કામ સમયમર્યાદા પૂરી થયા છતાં હજુ અધૂરું જ રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓના આરોપ મુજબ, કોન્ટ્રાક્ટરે નીચી ગુણવત્તાનું મટિરિયલ વાપરીને જાહેર નાણાંનો બેજવાબદાર ખર્ચ કર્યો છે. કામ પૂરું થવાનું તો દૂર, જમીન પર કોઈ પ્રગતિ જ દેખાતી નથી, માત્ર બોર્ડ લગાવીને ધોખો આપવામાં આવ્યો છે.
આ મામલે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, આ રોડનું કામ લાંબા સમયથી લોકોને મુશ્કેલી આપી રહ્યું છે. વરસાદમાં રસ્તો ભરાવાઈ જાય છે અને વાહનોને ખરાબી પહોંચે છે. “પબ્લિકના પૈસા ખાઈને કોન્ટ્રાક્ટરો છેતરપિંડી કરી રહ્યા છે. સરકારે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી જનતાને ન્યાય આપવો જોઈએ,”આ મુદ્દા પર ભાજપ સરકાર પર પણ પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
ભાજપના અંધ ભક્તો આખો દિવસ મને કોમેન્ટ બોક્સમાં અને DM કરીને જેટલી ગાળો બોલો છો એનાથી મને કોઈ ફરક નથી પડવાનો હું હંમેશા સત્ય જ બોલીશ જેટલી ગાળો મને બોલો છો તેમાંથી માત્ર એક ટકા ગાળો સરકારને બોલી હોત ને તો આવા દિવસો ના આવત ગુજરાતની જનતાના.
“ જોઈલો ભાજપ સરકારનો વિકાસ ”
આંત્રોલી થી… pic.twitter.com/WdzAjuJHSv
— RINI (@GujjuRini) November 12, 2025
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના પછી લોકો કહી રહ્યા છે કે, મુખ્યમંત્રી સડક યોજનાની હાલત જોઈએ તો, લોકોના નાણાં કેવી રીતે વેડફાઈ રહ્યા છે તે સ્પષ્ટ થાય છે. જિલ્લા વહીવટી વિભાગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ સ્થાનિક ધારાસભ્યની નજરમાં આ વિષય નહીં આવ્યો હોય તેવા સવાલો લોકો કરી રહ્યા છે ? રોડ જેવા પ્રોજેક્ટ્સમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂર છે, જેથી જનતાના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય. વહીવટીય વિભાગે તપાસ કરી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો








