
Maharashtra Agriculture Minister Manikrao Kokate playing games: જનતાનો અવાજ ઉઠાવવા વિધાનસભામાં જતાં નેતાઓ સતત મોબાઈલમાં મશગૂલ રહેતાં હોવાનો પુરાવો મહાષ્ટ્રમાંથી મળ્યો છે. અહીં મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેનો વિધાનસભામાં મોબાઈલ પર રમી રમતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, જેને એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો. આ વીડિયોએ રાજકીય વિવાદને જન્મ આપ્યો છે, જેમાં રોહિત પવારે અજીત પવારની એનસીપી અને ભાજપ પર આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, અજીત પવારની એનસીપી ભાજપની સલાહ વિના કોઈ નિર્ણય લઈ શકતી નથી, જેના કારણે રાજ્યમાં ખેડૂતોના અનેક મુદ્દાઓ પેન્ડિંગ છે અને રોજ આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, છતાં મંત્રી કોકાટે ગેમ રમવામાં વ્યસ્ત છે.
કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે પણ મહાયુતિ સરકાર પર ખેડૂતો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ખેડૂતોની આત્મહત્યા વચ્ચે મંત્રીનું આવું વર્તન દર્શાવે છે કે સરકારને ખેડૂતોની કોઈ ચિંતા નથી. તેમણે ખેડૂતોને આ સરકારને બોધપાઠ ભણાવવાની અપીલ કરી.
દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરેની મુલાકાત અંગે વડેટ્ટીવારે સ્પષ્ટતા કરી કે, બંને અલગ-અલગ કાર્યક્રમો માટે મુંબઈની હોટલમાં હાજર હતા અને તેમની વચ્ચે કોઈ રાજકીય મુલાકાત થઈ નથી. આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ઉગ્ર ચર્ચા જન્માવી છે, જેમાં વિપક્ષે સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતા પર પ્રશ્નો ઉભા કર્યા
મંત્રી કોકાટેએ આરોપોનું ખંડન કર્યું?
“#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”
सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.
रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq
— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025
આ આક્ષેપોનો જવાબ આપતા કૃષિમંત્રી માણિકરાવ કોકાટેએ સ્પષ્ટતા કરી છે અને આ મુદ્દે પોતાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું હું ‘યુટ્યુબ જોતો હતો, રમી નહીં’ માણિકરાવ કોકાટેએ આ આક્ષેપોને નકારતા કહ્યું કે તેઓ વિધાનસભા ગૃહમાં યુટ્યુબ પર વીડિયો જોતા હતા અને આ દરમિયાન એક જાહેરાત આવી ગઈ. તેમણે જણાવ્યું, “વરિષ્ઠ ગૃહ (ઉપલા ગૃહ)નું કામ પૂરું થયા બાંદ નીચલા ગૃહમાં શું ચાલી રહ્યું છે તે જોવા માટે મેં યુટ્યુબ ચાલુ કર્યું. તે દરમિયાન એક જાહેરાત આવી, જેને હું સ્કિપ કરવા જઈ રહ્યો હતો, પરંતુ તેમાં બે-ચાર સેકન્ડ વધુ સમય લાગી ગયો. જો વીડિયો આગળ બતાવવામાં આવ્યો હોત, તો ખબર પડી હોત કે હું યુટ્યુબ જોતો હતો. મને જાહેરાત કેવી રીતે સ્કિપ કરવી તે ખબર ન હતી.”
કોકાટેએ આગળ કહ્યું, “જેમણે મારો વીડિયો રેકોર્ડ કર્યો, તેમને રેકોર્ડ કરવા દો. હું નીચલા ગૃહમાં શું ચાલી રહ્યું છે તે જોવા માટે ફોન ચાલુ કર્યો હતો. તે દરમિયાન જાહેરાત આવી અને મારો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો. દરેકના ફોનમાં જંગલી રમી જેવી જાહેરાતો આવે છે. રોહિત પવારના મોબાઈલમાં પણ આવી જાહેરાતો આવતી હશે. તેમણે એ સમજવું જોઈએ કે કઈ બાબતનો રાજકીય લાભ લેવો અને કઈ નહીં. તેઓ પોતાનું મનોરંજન કરી રહ્યા છે.”‘વિપક્ષ બદનામ કરવાનો પ્રયાસ કરે છે’ કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમનું કામ પારદર્શક છે અને તેમનો સ્વભાવ પણ સ્પષ્ટ છે. તેમણે કહ્યું, “મને વિધાનસભાના નિયમોની સંપૂર્ણ જાણકારી છે. ત્યાં કેમેરા ચાલુ હોય છે, તે પણ હું જાણું છું. આ બધું વિપક્ષ દ્વારા લોકોને બદનામ કરવાનો પ્રયાસ છે. વિધાનસભામાં ઉત્તમ કામ થયું છે, પરંતુ વિપક્ષને કશું જ કરવાની તક મળી નથી.
આ પણ વાંચો:
Bihar Electon: નરેન્દ્ર મોદીની રેલી માટે ભીડ ભેગી કરવા રુ. 500 અને મીઠાઈના ડબ્બા આપ્યાના આરોપ
Ghaziabad: મોદીનગરમાં એમ્બ્યુલન્સે ટક્કર મારતાં 3 કાવડિયાઓના મોત, 2 સારવાર હેઠળ, જાણો વધુ
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
Dehradun: કાવડયાત્રામાં જંગલી હાથી ઘૂસી ગયો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ , કાવડિયાઓના થયા બેહાલ
America Plane Fire: ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ, સવાર હતા 226 મુસાફરો અને 9 ક્રૂ, જુઓ પછી શું થયુ?
Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?








