MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Dahod MNREGA Scam : દાહોદમાંથી બહાર આવેલા 71 કરોડથી વધુના કૌભાંડે રાજ્યભરમાં ચકચાર મચાવી દીધો છે. ભાજપા મંત્રી બચુ ખાબડના બે પુત્રોએ જ આ ભ્રષ્ટાચાર આચર્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે જો આ મુદ્દે વધુ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો, ગરીબ મજૂરોના આધારે જોબકાર્ડ બનાવી લાખો રૂપિયાની પડાવનાર અન્ય લોકોની સંડોવણી ખૂલી શકે છે.  એટલુ જ નહીં, મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટ અધિકારી જ નહી, દાહોદ જિલ્લાના ભાજપાના સ્થાનિક નેતાઓની પણ સંડોવણી  બહાર આવે તેવી શક્યતાઓ છે.

દાહોદ જીલ્લામાં દેવગઢ બારિયા અને ધાનપુરમાં તળાવ ઊંડાં કરાયાં નથી, હેન્ડપંપ રિપેર થયા નથી, ચેકડેમ કે મેટલના રસ્તા બનાવાયા નથી તેમ છતાંય રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુ ખાબડના બે પુત્રોની એજન્સીઓને બારોબાર લાખો રૂપિયા ચૂકવી દેવાયાં છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે ગરીબોને હજુ સુધી રોજગારી આપમાં આવી નથી. માત્ર મંત્રીના પુત્રો બનાવટી કરી ગરબો નામે રુપિયા ચાઉ કરી  જતાં હતા.

કોણે કૌભાંડ આચર્યું?

બળવંત ખાબડ અને કિરણ ખાબડ આ બંને ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રો છે. તેમની એજન્સીઓ, શ્રી રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન, મનરેગા યોજના હેઠળ કામો મેળવવામાં સામેલ હતી. આરોપ છે કે તેમણે ખોટા બિલો રજૂ કરીને કરોડો રૂપિયા હડપ કર્યા.

દર્શન પટેલ (પૂર્વ TDO) તે દેવગઢ બારિયા અને ધાનપુરના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી (TDO) હતા. તેમના પર આરોપ છે કે તેમણે ખોટા કામોને મંજૂરી આપી અને ગેરરીતિઓને પ્રોત્સાહન આપ્યું.

અન્ય અધિકારીઓ

દીલિપ ચૌહાણ (APO) અને ભાવેશ રાઠોડ (APO) જેવા અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું કહેવાય છે. કુલ 14 લોકોની ધરપકડ થઈ છે, જેમાં 10 સરકારી અધિકારીઓ અને 4 એજન્સીઓ સાથે જોડાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જ્યારે 35 એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી કેટલીક ખાબડ પરિવાર સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.

કેવી રીતે કૌભાંડ આચરવામાં આવ્યું?

આ કૌભાંડ 2021થી 2025 દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે. લોકોના ખોટા જોબ કાર્ડ બનાવા  હતા. એવા લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યા, જેમણે ક્યારેય કામ કર્યું ન હતું, જેમ કે મૃત વ્યક્તિઓ, બાળકો. આ ખોટા જોબ કાર્ડ્સના આધારે લાખો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી, જે એજન્સીઓ અને અધિકારીઓના ખિસ્સામાં ગઈ.

બનાવટી કામો

કાગળ પર બતાવેલા કામો, જેમ કે ખેત તલાવડીઓ, ચેકડેમ, અથવા પશુઓ માટેના શેડ, હકીકતમાં થયા જ ન હતા અથવા અધૂરા હતા. તેમ છતાં કામ પૂર્ણ થઈ ગયું હોવાનું કહી બનાવટી કરી હતી.

નબળી ગુણવત્તાના કામો

જે કામો થયા, તેમાં ગુણવત્તા ખૂબ જ નબળી હતી, પરંતુ તેના માટે પૂરા નાણાં ચૂકવવામાં આવ્યા. આવા કામોમાં ખોટા બિલો રજૂ કરીને નાણાંની ઉચાપત કરવામાં આવી હતી.

સત્તાનો દુરુપયોગ

આરોપ છે કે બચુ ખાબડના પરિવારની એજન્સીઓને મોટા ભાગના કામો આપવામાં આવ્યા, જેમાં નિયમોનું ઉલ્લંઘન થયું. અધિકારીઓએ આ એજન્સીઓને ફાયદો પહોંચાડવા માટે ખોટા રિપોર્ટસ અને બિલો મંજૂર કર્યા.

સોશિયલ ઓડિટની અવગણના

મનરેગા યોજનામાં પારદર્શિતા માટે સોશિયલ ઓડિટ જરૂરી છે, પરંતુ આ કિસ્સામાં ઓડિટ નિયમિત રીતે થયું ન હતું, જેના કારણે ગેરરીતિઓ લાંબા સમય સુધી છુપાઈ રહી.

કેવી રીતે બહાર આવ્યું?

કોંગ્રેસની રજૂઆત

વિપક્ષના નેતા અમિત ચાવડાએ દાહોદની મુલાકાત લઈને સ્થાનિક લોકોની ફરિયાદો સાંભળી અને વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે મુખ્યમંત્રીને પુરાવા સોંપ્યા, જે બાદ તપાસ શરૂ થઈ.

પોલીસ ફરિયાદ

24 એપ્રિલ, 2025ના રોજ દાહોદના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેમાં 35 એજન્સીઓ સામે કેસ દાખલ થયો.

ધરપકડ:

બળવંત ખાબડ, કિરણ ખાબડ, દર્શન પટેલ અને અન્ય 10 અધિકારીઓની ધરપકડ થઈ. કિરણ ખાબડના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા.

રાજકીય હોબાળો

આ કૌભાંડે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. વિપક્ષે બચુ ખાબડના રાજીનામાની માંગ કરી છે, જ્યારે તેમણે પોતાના બચાવમાં કહ્યું છે કે તેઓ તપાસમાં સહકાર આપશે અને “ભાગેડુ મંત્રી” નથી.

મનરેગા કચેરીઓ બંધ

આ ગેરરીતિઓને કારણે દાહોદની મનરેગા શાખાની કચેરીઓ બંધ થઈ ગઈ છે, જેની અસર ગરીબોની રોજગારી પર પડી રહી છે.

આ પણ વાંચો:

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

Donald Trump ના માથે ફરી સંઘર્ષવિરામનું ભૂત ધૂણ્યું, ‘સંઘર્ષનો ઉકેલ વ્યવસાયથી લાવ્યો’

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!