Modi: નરેન્દ્ર મોદીનું કાંકરીયા વાળું બલુન ક્યાં ગયુ? ભાજપે પાઈનો હિસાબ ન આપ્યો!

(સંકલન : દિલીપ પટેલ)

Modi: “જનતાની પાઇ પાઇનો હિસાબ દરેક ક્ષેત્રમાં વિકાસની ઉંચી ઉડાન ભરીને ગુજરાત સરકારે હિસાબ આપ્‍યો છે” ગુજરાત વિકાસની ઉંચાઇની સફળતા મેળવી રહ્યું છે ત્‍યારે દિલ્‍હીમાં કોંગ્રેસના નાક નીચે કોમનવેલ્‍થમાં ભ્રષ્‍ટાચાર – બેઇમાની, કૌભાંડોથી ભારતની આબરૂ ધૂળમાં મળી ગઇ છે.એવું મોદીએ કહીને અમદાવાદના કાંકરિયામાં બલુન સફારીનું ઉદઘાટન કરવા ફુગ્ગાની અંદર બેસીને સવારી કરી હતી અને ફોટો પડાવ્યા હતા.

જનતાની પાઇ પાઇનો હિસાબ દરેક ક્ષેત્રમાં વિકાસની ઉંચી ઉડાન ભરીને ગુજરાત સરકારે આપ્‍યો છે એવું મોદીએ આ બલુનમાં બેસીને જાહેર કર્યું પણ એજ બલુન થોડા મહિનામાં બંધ થઈ ગયું જે 15 વર્ષ બાદ પણ ફરી શરૂ થયું નથી અને ભાજપે તેનો પાઈનો પણ હિસાબ આપ્યો નથી.

નરેન્દ્ર મોદીએ ભારતમાં સર્વપ્રથમ બલૂન સફારીની આસમાની ઉડાન કરી તિથર્ડ હેલીયમ બલૂનનું લોકાર્પણ કર્યું હતું.જેમાં પાંચ હજાર જેટલા ગરીબ બાળકોને બલૂન સફારી કરાવવાની હતી પછી સુરત, વડોદરામાં પબ આવા બલુન શરૂ કરાયા હતા પણ 2021માં અમદાવાદમાં બલૂન તૂટી પડ્યું હતું.મોદી કહેતા હતા કે જેઓ ગુજરાતની વિકાસ યાત્રાને સહન નથી કરી શકતા તેઓ રોડા નાંખવા રોજે રોજ કારસા કરી રહ્યા છે તેમનો હિસાબ જનતા ચૂકતે કરીને જ રહેશે.

નરેન્દ્ર મોદીએ 2010માં બલૂન સફારીની સહેલગાહ માણી હતી.8-9-2010ના રોજ મોદીએ પ્રજાને વચન હિસાબ આપવાનું વચન આપ્યું હતું કે જનતાની પાઇનો હિસાબ વિકાસથી આપ્યો, જ્યાં આ કહ્યું હતું તે બલૂન જ બંધ થયું હતું અનેરૂ. 10 કરોડનું ખર્ચ થયો તેંનો 15 વર્ષ થયા હિસાબ આપો ભારતમાં સર્વપ્રથમ બલૂન સફારીની સહેલગાહ અમદાવાદમાં શરૂ થઈ હતી 3 હજાર ચો. મીટર જમીનમાં તે પ્રોજેક્ટર શરૂ કર્યો તે15 વર્ષથી બંધ છે,350 ફૂટ ઉંચે બુલનમાં ઉડીને અમદાવાદ દર્શન કરવાનું બંધ થયું છે.

મહેસૂલ પ્રધાન આનંદી પટેલ,અમદાવાદ મેયર કાના ઠાકોરસંસદસભ્‍યો સુરેન્‍દ્ર પટેલ, હરિન પાઠક, કિરીટ સોલંકી,ધારાસભ્‍યો રાકેશ શાહ, વલ્‍લભ કાકડીયા,ડેપ્‍યુટી મેયર ડો. કલ્પ્‍નાબેન ભટ્ટ મેયરે પ્રોજેકટ પૂર્ણ થવાનું સંપૂર્ણ શ્રેય મુખ્‍ય પ્રધાનને આપ્‍યું હતું.

■ શાળાના બાળકો માટે રૂ. 10 બલૂન સફારી

મોદીએ જણાવ્‍યું કે, દર વર્ષે ગુજરાતના ગરીબી રેખા હેઠળના પરિવારોના વંચિત વર્ગોના 5 હજાર બાળકોને બલૂન સફારીની સહેલ વિનામૂલ્‍યે કરાવવામાં આવશે.જનતાની પાઇ પાઇનો હિસાબ વિકાસના નીત નવા આયામો અમદાવાદમાં જોવા મળે છે.જેઓ ગુજરાતની વિકાસ યાત્રાને સહન નથી કરી શકતા તેઓ રોડા નાંખવા રોજે રોજ કારસા કરી રહ્યા છે તેમનો હિસાબ જનતા ચૂકતે કરીને જ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્‍યક્ત કર્યો હતો.રૂ. 10 કરોડની આ બલુનનો હિસાબ હજુ પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો નથી.મોદીએ ભારતમાં સર્વપ્રથમ બલૂન સફારી જાહેર કરી હતી. જેની સહેલગાહ મોદીએ કરી અને ભરપૂર ફોટોગ્રાફી કરી હતી.

એક બાજુ આખું ગુજરાત દરેક ક્ષેત્રમાં ઊંચી ઉડાન ભરી રહ્યું છે ત્‍યારે દિલ્‍હીમાં કેન્‍દ્ર સલ્‍તનતના નાક નીચેકોમનવેલ્‍થમાં બેઇમાની, કૌભાંડો અને ભ્રષ્‍ટાચારોથી ભારતની આબરૂ ધૂળમાં મળી રહી છે.મોદીની આ વાત હવે ગુજરાતમાં વ્યાપક બનેલાં ભ્રષ્ટાચારથી આવી રહી છે.

કાંકરિયામાં ત્રણ હજાર ચો. મીટર જમીન ઉપર આ બલૂન સફારીની અનન્‍ય સુવિધાઓ ઉપલબ્‍ધ થઇ છે. જે જમીનની કિંમત રૂ. 100 કરોડ આજે થાય છે.ટેથર્ડ બલૂન ટેથર્ડ , મૂર્ડ અથવા કેપ્ટિવ બલૂન એ એક બલૂન છે જે જમીન સાથે જોડાયેલા એક અથવા વધુ ટેથર્સ દ્વારા બંધાયેલા હોય છે જેથી તે મુક્તપણે તરતો ન રહી શકે. DHL બલૂન વિશ્વનો સૌથી મોટો ટેથર્ડ હિલીયમ બલૂન હતો. ટેથર્ડ ફુગ્ગાઓનો ઉપયોગ જાહેરાત, મનોરંજન, નિરીક્ષણ અને નાગરિક અથવા લશ્કરી ઉપયોગ માટે કરવામાં આવે છે.

ઇતિહાસ 1918માં આરએએફ કેકોટ પતંગનો ફુગ્ગો હતો. 1914માં ફ્રેન્ચ એન્જિનિયર આલ્બર્ટ કાકોટ દ્વારા ડિઝાઇન કરાયેલ, પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધના બેરેજ ફુગ્ગાઓ બાંધેલા ફુગ્ગાઓના પ્રારંભિક ઉદાહરણો હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં લશ્કરી નિરીક્ષણ ફુગ્ગાઓનો પણ વ્યાપકપણે ઉપયોગ થતો હતો. ટેથર્ડ ફુગ્ગાઓનો ઉપયોગ જાહેરાતો કરવા, કેમેરા , રેડિયો એન્ટેના, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર, રેડિયો-રિલે સાધનો અને જાહેરાત બેનરો ઉપાડવા માટે થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ માટે કરે છે.આ બલૂન માંડ એક વર્ષ ચાલ્યું હશે અને ત્યારબાદ તે બંધ થઈ ગઈ હતું.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન
  • June 27, 2026

Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન, સિંહોના કોરીડોરમાં ગેરકાયદે ખાણો, રિસોર્ટ, હોટેલ, હોમસ્ટે, ફાર્મહાઉસ દિલીપ પટેલ અમદાવાદ, 27 જૂન 2026…

Continue reading
Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે
  • June 26, 2026

Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે દિલીપ પટેલ 26 જૂન 2026 અલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 4 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 5 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 6 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 9 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 10 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 10 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી