Mount Abu: માઉન્ટ આબુ જવાનો પ્લાન હોય તો કેન્સલ કરજો! આટલા દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ

  • Gujarat
  • September 9, 2025
  • 0 Comments

Mount Abu: માઉન્ટ આબુમાં ૩ દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આબુ રોડનો એક ભાગ તૂટી જતાં સબ ડિવિઝન ઓફિસરનો નિર્ણય, રાત્રીના 8:30થી સવારે 6:00 વાગ્યાં સુધી સંપૂર્ણ રોક લગાવવામાં આવી, પ્રવાસીઓ માટે માઠા સમાચાર જે લોકો પ્રવાસ માટે ગયા છે અથવા જવાનો વિચાર કરી રહ્યાં છે તેમને પોતાનો પ્લાન હાલ પૂરતો ટાળવો.

મુખ્ય માર્ગનો એક ભાગ ધરાશાયી

માઉન્ટ આબુમાં ભારે વરસાદને કારણે આબુ રોડથી માઉન્ટ આબુ જતા મુખ્ય માર્ગનો એક ભાગ, ખાસ કરીને સાત ઘૂમ (Seven Ghoom) નજીક, ધરાશાયી થયો છે, જેના કારણે સબ ડિવિઝન ઓફિસર (SDO) ડો. અંશુ પ્રિયાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૩ દિવસ પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય રસ્તાના સમારકામનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

માઉન્ટ આબુમાં ૧૨ ઇંચથી વધુ વરસાદ

છેલ્લા ૩૦ કલાકમાં માઉન્ટ આબુમાં ૧૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે સાત ઘૂમ નજીક રસ્તાની એક બાજુની દિવાલ તૂટી ગઈ છે અને રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે. પાણીના પ્રવાહ અને ભૂસ્ખલનને કારણે રસ્તાનો એક મોટો ભાગ ધોવાઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર માટે જોખમી સ્થિતિ ઉભી થઈ છે.

અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ

આગામી ૩ દિવસ સુધી કોઈપણ પ્રવાસીને માઉન્ટ આબુમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. રાત્રે ૮:૩૦ થી સવારે ૬:૦૦ સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ભારે વાહનો, જેમ કે રોડવેઝ બસો, ટ્રાવેલ બસો, ડમ્પર અને ઓવરલોડ ટ્રકોને માઉન્ટ આબુમાં પ્રવેશ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે.

માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ જતા નાના વાહનો અને સ્થાનિકોના વાહનોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. હોટેલ માલિકોને પણ આગામી ૩ દિવસ સુધી હોટેલો ખાલી રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

સમારકામની કામગીરી

રસ્તાના સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે. SDO ડો. અંશુ પ્રિયાએ સ્થળનું નિરીક્ષણ કરીને તાત્કાલિક સમારકામના આદેશ આપ્યા છે. નાયબ જિલ્લા કલેક્ટરે ઈમરજન્સી બેઠક બોલાવીને સ્થિતિની સમીક્ષા કરી અને પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા તથા રસ્તાના સમારકામ માટે સૂચનાઓ આપી.

ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસીઓ માટે લોકપ્રિય

માઉન્ટ આબુ, ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસીઓ માટે લોકપ્રિય હિલ સ્ટેશન હોવાથી, આ પ્રતિબંધ ખાસ કરીને ગુજરાતી પ્રવાસીઓ માટે મોટી અસર કરશે, જેઓ ચોમાસામાં આબુની મુલાકાત લેવાનું પસંદ કરે છે. સ્થાનિક જનજીવન પણ ભારે વરસાદ અને રસ્તાના નુકસાનથી પ્રભાવિત થયું છે.

પ્રવાસીઓ માટે અપીલ

તંત્રએ પ્રવાસીઓને આગામી દિવસોમાં માઉન્ટ આબુની મુસાફરી ટાળવા અને સહકાર આપવા અપીલ કરી છે. હાલ માઉન્ટ આબુમાં ફસાયેલા પ્રવાસીઓને નાના વાહનોમાં સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી આદેશ સુધી માઉન્ટ આબુની મુસાફરી ટાળે અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરે.

અહેવાલ : સુમન ડાભી

આ પણ વાંચો:  

Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?

Gujarat Weather: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તમામ જિલ્લાઓ માટે એલર્ટ

US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ

Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!

Bihar: લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 1 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 4 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 3 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 4 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી