
Mumbai: મુંબઈના બાંદ્રામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શુક્રવારે સવારે મહારાષ્ટ્રના મુંબઈના પશ્ચિમ ઉપનગર બાંદ્રામાં ધરાશાયી થયેલી ત્રણ માળની ઈમારતના કાટમાળ નીચે ઓછામાં ઓછા 10 લોકો ફસાયા હોવાની આશંકા છે. મ્યુનિસિપલ અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં સાત લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બાંદ્રામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી
પ્રાથમિક માહિતી અનુસાર, બાંદ્રા પૂર્વના ભારત નગર વિસ્તારમાં સવારે લગભગ 5.56 વાગ્યે ઈમારતનો ભાગ તૂટી પડ્યો હતો. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે આઠ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. તેમણે કહ્યું, “શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.”
#WATCH | Mumbai | Forensic team arrives at the spot in Bharat Nagar area of Bandra East where portion of a building collapsed. According to the Mumbai Police, the incident occurred at 7.50 AM due to a cylinder blast. Search and rescue operation is underway. https://t.co/Wb4Rsp5mV1 pic.twitter.com/Pfzh7x4Rq6
— ANI (@ANI) July 18, 2025
મુંબઈ પોલીસનું નિવેદન
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 12 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શરૂઆતની તપાસ મુજબ, ઈમારતમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના પછી ઈમારતનો અમુક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો. ફાયર વિભાગ, મુંબઈ પોલીસ અને બીએમસી દ્વારા ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો:
Bhavnagar: મહિલાઓ સામે ગાળો બોલવાની ના પાડતા લોજ ધારક પર હુમલો, હત્યારાઓ ફરાર
Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો, 2 ની ધરપકડ
કોંગ્રેસના કદાવર નેતા Bhupesh Baghel ના ઘરે EDના દરોડા, પૂર્વ સીએમએ કહ્યું -“હું તેમનાથી ડરતો નથી”
Sabar Dairy Protest: ચેરમેનની હિન્દુ રીતરીવાજ મુજબ અંતિમ યાત્રા કાઢી અંતિમ ધામ સુધી લઈ ગયા








