Political News: ભારતમાં ગુનાહિત રેકર્ડ ધરાવતા રાજકીય નેતાઓનું રાજ ; 2,000 સાંસદ – ધારાસભ્ય ગુનાહિત રેકર્ડ ધરાવે છે!!

◆ નરેન્દ્ર મોદીએ 12 વર્ષમાં વચન ન પાળ્યું ! જુઓ,દિલીપ પટેલે કરેલું ધારદાર વિશ્લેષણ

Political News: ભારતની લોકશાહીમાં કોઈપણ ઉંમરે અને કોઈપણ લાયકાત વગર અને ક્રિમિનલ રેકોર્ડ હોયતો પણ નેતાજી બનીને મોટા મોટા ડિગ્રીધારી અધિકારીઓ ઉપર હુકમ ચલાવી શકાય છે અને લાખ્ખો રૂપિયાનું વેતન-સુખ સુવિધાઓ ભોગવી શકાય છે એટલે જ આપણા દેશમાં કમનસીબે રાજકારણમાં મોટાપાયે ગંભીર પ્રકારના કથિત ગુનેગારો નેતાઓ બનીને રાજ કરી રહયા છે.

દેશના ૪૭% મંત્રીઓ ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે જેમાં ૬૫૩ માંથી ૧૭૪ મંત્રીઓ પર હત્યા અને બળાત્કાર જેવા ગંભીર આરોપો છે, આવા નેતાઓમાં ભાજપના ૧૩૬ અને કોંગ્રેસના ૪૫ મંત્રીઓનો સમાવેશ થાય છે.

દેશભરના ૩૦૨ મંત્રીઓ (આશરે ૪૭%) એ કબૂલ્યું છે કે તેમની સામે ફોજદારી કેસ થયેલા છે. તેમાંથી ૧૭૪ પર હત્યા, અપહરણ અને મહિલા અત્યાચાર-શોષણ જેવા ગંભીર આરોપો છે,કેન્દ્ર સરકારના ૭૨ મંત્રીઓમાંથી ૨૯ (૪૦%) પર ફોજદારી કેસ નોંધાયેલા છે,ચૂંટણી સુધારણા સંગઠન, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક અહેવાલમાં આ માહિતી સામે આવી છે.

ADR એ ૨૭ રાજ્યો, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના ૬૪૩ મંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું હતું જેમાં નેતાઓના ગુનાહિત રેકોર્ડનો પર્દાફાશ થયો છે ADR એ એમ પણ ઉમેર્યુ હતું કે રિપોર્ટ પર આધારિત સોગંદનામા ૨૦૨૦ થી ૨૦૨૫ વચ્ચેની ચૂંટણી દરમિયાન દાખલ થયેલા છે જેથી આ કેસોની વર્તમાન સ્થિતિ બદલાઈ શકે છે.

● દેશના મુખ્ય પક્ષોના ગુનાહિત રેકર્ડ ધરાવતા નેતાઓની સ્થિતિ આ મુજબ છે.

ભાજપ: ૩૩૬ મંત્રીઓમાંથી, ૧૩૬ (૪૦%) પર ગુનાહિત કેસ છે, જ્યારે ૮૮ (૨૬%) પર ગંભીર આરોપો છે.

કોંગ્રેસ: ૬૧ મંત્રીઓમાંથી, ૪૫ (૭૪%) પર કેસ છે, અને ૧૮ (૩૦%) પર ગંભીર આરોપો છે.

ડીએમકે: ૩૧ મંત્રીઓમાંથી, ૨૭ (૮૭%) પર આરોપી છે, અને ૧૪ (૪૫%) પર ગંભીર આરોપો છે.

ટીએમસી: ૪૦ મંત્રીઓમાંથી, ૧૩ (૩૩%) પર કેસ છે, અને ૮ (૨૦%) પર ગંભીર આરોપો છે.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી): ૨૩ મંત્રીઓમાંથી, ૨૨ (૯૬%) પર આરોપી છે, અને ૧૩ (૫૭%) પર ગંભીર આરોપો છે.

આમ આદમી પાર્ટી: ૧૬ મંત્રીઓમાંથી, ૧૧ (૬૯%) પર આરોપી છે, અને ૫ (૩૧%) પર ગંભીર આરોપો છે.

● ૧૧ રાજ્યોના ૬૦% મંત્રીઓ ગુનેગાર છે

આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પુડુચેરીમાં ૬૦% થી વધુ મંત્રીઓ ગુનાહિત કેસોમાં આરોપી છે,બીજી બાજુ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં કોઈ મંત્રી સામે કોઈ ગુનાહિત કેસ નોંધાયેલ નથી.

●૬૪૩ મંત્રીઓની સંપત્તિનું વિશ્લેષણ

આ ૬૪૩ મંત્રીઓની કુલ સંપત્તિ ₹૨૩,૯૨૯ કરોડ છે. સરેરાશ, દરેક મંત્રી પાસે ₹૩૭.૨૧ કરોડની સંપત્તિ છે. ૩૦ વિધાનસભાઓમાંથી ૧૧ વિધાનસભાઓમાં અબજોપતિ મંત્રીઓ છે. કર્ણાટકમાં સૌથી વધુ આઠ અબજોપતિ મંત્રીઓ છે, ત્યારબાદ આંધ્રપ્રદેશમાં છ અને મહારાષ્ટ્રમાં ચાર છે. કેન્દ્ર સરકારના ૭૨ મંત્રીઓમાંથી છ (૮%) અબજોપતિ છે.

ભારતભરના સાંસદો અને ધારાસભ્યોના વિશ્લેષણ દર્શાવે છે કે 31% સાંસદો અને 29% ધારાસભ્યોએ પોતાની સામે ગંભીર ગુનાહિત આરોપો જાહેર કર્યા છે. આ વિશ્લેષણ તાજેતરની સંસદીય ચૂંટણીઓ અને દરેક રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ પછી તરત જ હાથ ધરવામાં આવ્યું હોવાથી, કેટલાક વર્તમાન સાંસદો અને ધારાસભ્યોની સ્થિતિ અસ્પષ્ટ છે.

ચૂંટણી સુધારા પર કામ કરતી NGO એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે દેશના 45% ધારાસભ્યો સામે ફોજદારી કેસ છે. ADR એ 28 રાજ્યો અને વિધાનસભાઓ ધરાવતા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4,123 ધારાસભ્યોમાંથી 4,092 ધારાસભ્યોના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કર્યું.

રિપોર્ટમાં જણાવાયું છે કે ૧,૮૬૧ ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. તેમાંથી ૧,૨૦૫ પર હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ ગુના જેવા ગંભીર આરોપો છે.

૨૪ ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ ખરાબ સ્કેનીંગને કારણે થઈ શક્યું નથી, જ્યારે વિધાનસભાઓમાં સાત બેઠકો ખાલી છે.

આમ, આ મુદા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે,નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય