
Porbandar Election: ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી(Election) જાહેર થઈ છે. ત્યારથી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા કામે લાગ્યા છે. ત્યારે વર્તમાન ધારાસભ્ય(MLA) કાંધલભાઈ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે સમાજવાદી પાર્ટી તરફથી કુતિયાણા નગરપાલિકાના છ વોર્ડ માટે 24 ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપ તરફથી ઢેલીબેન ઓડેદરાએ ફોર્મ ભર્યું છે. જેથી આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસાકસીની જોવા મળી રહી છે.
પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામવા જઈ રહ્યો છે. કાંધલ જાડેજાએ તેમના ભાઈ કાના જાડેજાને નગર પાલિકાની ચુંટણી મેદાને નાના ભાઈને ઉતર્યા મુદ્દે સ્પષ્ટતા કરી હતી. આ દરમિયાન કાંધલ જાડેજાએ નામ લીધા વગર પાલિકા પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા પર કર્યા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે કુતિયાણા નગરપાલિકાના વિકાસ રૂંધાયો છે. 27 વર્ષથી એક ચક્રી શાસન હોવા છતાં વિકાસ થયો નથી. તેમણે વધુમાં કહ્યું ભાજપ સરકાર સાથે મારે કઈ વાંધો નથી, રાજ્ય સભાની ચૂંટણીમાં મેં ખુદ ભાજપને મત આપ્યે છે. હું કુતિયાણા નગરપાલિકાનો નકશો બદલી નાખીશ કુતિયાણા નગરપાલિકા ભ્રષ્ટાચાર સિવાય કશું થયું નથી.
આ પણ વાંચોઃ BZ Group Scam: BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં કેમ લાગ્યા હોર્ડિંગ્સ?







