
Rahul Gandhi | એક તરફ દેશભરમાં RSSના શતાબ્દી મહોત્સવની જોરશોરથી ઉજવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ગુરુવારે કોલંબિયામાં કહ્યું, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપની વિચારધારાના મૂળમાંજ કાયરતા છે.” તેમણે 2023માં ચીન અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું, કે જેતે વખતે વિદેશ મંત્રી બોલ્યા હતા કે ચીન આપણા કરતા વધુ શક્તિશાળી છે,આપણે તેમની સામે કેવી રીતે લડી શકીએ? આ જ કાયરતા તેઓની આ વિચારધારાના મૂળમાં છે,તેઓ નબળાઓને મારે છે પણ શક્તિશાળીથી ભાગે છે. આ વિચારધારા ભાજપ-RSSની છે.
રાહુલ ગાંધીએ કોલંબિયાની EIA યુનિવર્સિટીમાં “ધ ફ્યુચર ઇઝ ટુડે” કોન્ફરન્સમાં આ મુજબ વાત કરતા ભારે હંગામો મચ્યો છે.
નોંધનીય છે કે રાહુલ ગાંધી હાલ દક્ષિણ અમેરિકાના 10 દિવસના પ્રવાસ પર છે તેઓ કોલંબિયા બાદ બ્રાઝિલ, પેરુ અને ચિલીની પણ મુલાકાત લેનાર છે. રાહુલ ગાંધીએ એમપણ ઉમેર્યુ કે સત્તામાં બેઠેલા લોકો ઇચ્છે છે કે દરેક સંસ્થા તેમની ઇચ્છા મુજબ કાર્ય કરે પણ આ ભારતની ભાવનાની વિરુદ્ધ છે. રાહુલ ગાંધીએ વિધાર્થીઓના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે અસંમતિના અવાજોને લોકશાહીમાં સ્થાન મળવું જોઈએ.
■ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી સાથે સવાલ અને જવાબનો વાર્તાલાપ આ મુજબ રહ્યો.
■સવાલ: શું આપ વિશ્વમાં ચાલી રહેલા ધ્રુવીકરણથી ચિંતિત છો?
જવાબ: હું ફક્ત ભારતના સંદર્ભમાં જ વાત કરી શકું છું. ભારત જેવો મોટો દેશ નોકરીઓ માટે સંઘર્ષ કરી રહ્યો છે. અમેરિકામાં ઘણી કંપનીઓ બંધ થઇ ગઇ છે તેમ ભારતમાં પણ આવી જ સ્થિતિ છે. આપણે ચીન પાસેથી શીખવાની જરૂર છે. ભારતે ઉત્પાદન કેવી રીતે વધારવું પણ અહીં લોકશાહી સામે કેટલાક જોખમો છે.
■સવાલ: જોખમો કયા-ક્યા છે?
જવાબ: ભારતના લોકશાહી પર હુમલો ભારત માટે ખતરો છે, અને તે હાલમાં ભારતના એવા ઘણા ભાગોમાં આ થઈ રહ્યું છે. આપણે ચીનની જેમ લોકોના અવાજને દબાવી શકતા નથી. ભારતમાં ફક્ત 2-3% લોકો પાસે હાઇ-ટેક સોફ્ટવેરની ઍક્સેસ છે. જે ખૂબજ ઓછું છે. ભારત માત્ર સેવાઓના આધારે વિકાસ પ્રાપ્ત કરી શકે નહીં.
ટ્રમ્પ માટે એકલા ઉત્પાદન ક્ષેત્રે પાછા ફરવું મુશ્કેલ છે. અમેરિકા પહેલા સૌથી મોટો ઉત્પાદક હતો, પરંતુ હવે તે રહ્યો નથી 21મી સદી ફક્ત ફેક્ટરીઓ પર આધાર રાખી શકતી નથી.
■ સવાલ: ભારતના સ્વાસ્થ્ય અને શિક્ષણ વિશે તમે શું કહેશો?
જવાબ: ભારતમાં આરોગ્યસંભાળ અને શિક્ષણમાં AI મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ભારતની વસ્તીનો મોટો ભાગ ખાનગી હોસ્પિટલો પર આધાર રાખે છે. પરંતુ જો તમે ગરીબોના મોટા વર્ગને સરકારી સેવાઓ પૂરી ન પાડી શકો તો તમે સફળ બની શકતા નથી.
■સવાલ: તમે અગાઉ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારતમાં કોઈ નોકરીઓ નથી. આવું કેમ છે ?
જવાબ: ભારતમાં નોટબંધી અને GST એ અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. વર્તમાન સરકાર માને છે કે સમગ્ર અર્થવ્યવસ્થાને અમુક વ્યક્તિઓને સોંપી દેવી જોઈએ. સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર છે.
■ રાહુલના વિદેશી ધરતી ઉપર આવા નિવેદન નવી વાત નથી અગાઉ પણ આવું અનેકવાર બન્યું છે જેમાં છેલ્લા 5 વર્ષમાં રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો જે વિવાદાસ્પદ રહ્યા તે નીચે મુજબ છે.
■28 સપ્ટેમ્બર: બોસ્ટનમાં રાહુલ ગાંધીએ કહ્યું, “એ વાત બિલકુલ સ્પષ્ટ છે કે ભારતનું ચૂંટણી પંચ સમાધાન કરી ચૂક્યું છે કે સિસ્ટમમાં કંઈક ખોટું છે મેં ઘણી વાર કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પુખ્ત વયના લોકોની સંખ્યા કરતાં વધુ મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચે અમને સાંજે 5:30 વાગ્યે મતદાનના આંકડા જણાવ્યા ત્યારબાદ, 65 લાખ લોકોએ સાંજે 5:30થી 7:30 વાગ્યાની વચ્ચે મતદાન કર્યું બોલો.
■મે 2022- રાહુલ ગાંધી બ્રિટનના પ્રવાસે હતા ત્યારે તેમણે સીબીઆઈ અને ઈડીનો હવાલો આપીને ભારત સરકારની સરખામણી પાકિસ્તાન સરકાર સાથે કરી હતી પરિણામે ભાજપે રાહુલ ગાંધી પર વિદેશ જઈને ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
■ડિસેમ્બર 2020– રાહુલ ગાંધી પોતાના નાનીને મળવા ઇટાલી ગયા તેજ સમયે કોંગ્રેસનો સ્થાપના દિવસ દર વર્ષે 28 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તેઓ હાજર રહ્યા ન હતા, જેના કારણે વિવાદ થયો હતો. થોડા મહિનાઓ પછી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ યોજાઈ. કોંગ્રેસે આ ચૂંટણીઓમાં ખરાબ પ્રદર્શન કર્યું. ત્યારબાદ, ઘણા કોંગ્રેસના નેતાઓએ આને રાહુલના વિદેશ પ્રવાસ સાથે જોડી દીધું. રાહુલ પર ઇટાલી જવા માટે પંજાબમાં રેલી રદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
■ડિસેમ્બર 2019 – ભારતમાં CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ હતું ત્યારે પણ રાહુલ ગાંધી દક્ષિણ કોરિયા ગયા તે સમયે કોંગ્રેસના ઘણા નેતાઓએ તેમની મુલાકાત અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
■ ઓક્ટોબર 2019 – રાહુલ ગાંધી હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીના 15 દિવસ પહેલા કંબોડિયા ગયા ત્યારે પણ ભાજપે દાવો કર્યો હતો કે તેઓ બેંગકોકની વ્યક્તિગત મુલાકાતે હતા. કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો હતો કે તેઓ ધ્યાન માટે ત્યાં હતા આમ રાહુલ ગાંધીની વિદેશ મુલાકાત વખતે કંઇક ને કંઈક વિવાદો ઉઠતા રહયા છે.
राहुल गांधी की इस बात से सहमत हूँ। तार्किक भी है ।
सोशल मीडिया इन्फ़्लुएंसर का यह ट्रेंड बहुत दिनों तक नहीं रहेगा। इसमें ख़ास स्किल की एंट्री आने वाले समय में होगी। जिस भी फील्ड का इन्फ़्लुएंसर किसी को बनना होगा वहाँ उन्हें काफ़ी मेहनत करनी होगी
pic.twitter.com/x74kMD9Zzp— Narendra Nath Mishra (@iamnarendranath) October 2, 2025
આ પણ વાંચો:
UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…
Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….








