Shiv Sena: ફૂંફાડા મારતા રાજ ઠાકરેની ‘આબરૂ’ ધૂળધાણી થઈ ગઈ! ઉદ્ધવ-રાજ એક થયા પણ મોડું થઈ ગયું! બાળ ઠાકરેની નકલ કેમ કામ ન લાગી? વાંચો ખાસ અહેવાલ

  • India
  • January 16, 2026
  • 0 Comments

Shiv Sena: મુંબઈમાં એક સમયે બાળા સાહેબ ઠાકરેનું વર્ચસ્વ હતું અને તેઓની અહીં ભક્તિ ચાલતી હતી અહીં તેઓની પાર્ટી શિવસેનાનો જોરદાર દબદબો હતો પણ કહેવાય છેને કે ‘ઘર ફૂટે ઘર જાય’ રાજનીતિની કૂટનીતિમાં શિવસેનામાં ભાગલા પડ્યા અને બાળ ઠાકરેના ભત્રીજાએ બળવો કર્યો અને મનસે (મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના)ની રચના કરી જુસ્સો બતાવ્યો ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની કમાન સંભાળી અને સમય વ્યતીત થતો ગયો અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના લઈને શિંદે અલગ થયા અને સિમ્બોલ પણ લઈ ગયા હવે ઉદ્ધવ ઠાકરે પાસે કેટલાક બચ્યા તે લઈ માંડ ગાડું ગબડાવવા લાગ્યા પણ સમય જતાં ઉદ્ધવ અને રાજ ઠાકરે બન્નેની રાજકીય કારકિર્દી ખતમ થવા માંડી અને હવે ફરી ભેગા થયા અને ઠાકરે બંધુઓએ આ ચૂંટણીઓમાં મોટા હુંકાર કર્યા અને બાળા સાહેબ વાળી ગર્જનાઓ કરી અને ‘મરાઠાવાદ’નો મુદ્દો લઈ “ભાઈલોગ” જેવી સ્ટાઇલમાં મુંબઈમાં માત્ર મરાઠી બોલવું, મરાઠીમાં દુકાનોના બોર્ડ મારવા વગરે મુદા ઉભા કરી અનેક લોકોને તેઓની પાર્ટીના કાર્યકરો દ્વારા દાદાગીરી કરવામાં આવી તેના વિડીયો વાયરલ થયા આ જોઈ રાજ ઠાકરેને એવું લાગતું હતું કે હવે જોઈએ કોણ ઊંચો થાય છે હવે અમારું રાજ ચાલશે અને ઠાકરે બંદુઓનો ફરી દબદબો ચાલશે પણ એવું થયું નહિ કારણ કે આજની પેઢી કોઈથી ગભરાતી નથી એકજ દેશમાં દેશનો નાગરિક પોતાની રીતે બોલવાનો કે રહેવાનો અધિકાર ધરાવે છે આ સ્વતંત્ર ભારત છે એની સમજ આવી ગઈ છે તેથી આજના બદલાયેલા સમયમાં કોઈ દાદાગીરીની ભાષામાં વાત કરેતો તેને ‘સારો’ માણસ ગણવામાં આવતો નથી, કારણ કે સમય બદલાઈ ચુક્યો છે અને તેના પરિણામો જોઈ શકાય છે.

મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને વલણોએ તે સ્પષ્ટ કરી દીધું છે.મુંબઈ (BMC) સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં BJPઅને એકનાથ શિંદેની શિવસેનાનું ગઠબંધન આગળ છે, અહીં ઉદ્ધવ ઠાકરે કે રાજ ઠાકરેનું પાણી મપાઈ ગયું છે અને કહી શકાય કે જૂની પેઢીનું અસ્તિત્વ અહીં ખતમ થઈ ચૂક્યું છે.

● મુંબઈમાં ઠાકરે બંધુઓની ગેમ ઓવર!!

બાળ ઠાકરે સ્ટાઇલમાં ‘ઠાકરે બ્રધર્સ’ (ઉદ્ધવ અને રાજ ઠાકરે)અચાનક ભેગા થઈ ગયા અને માત્ર “મરાઠા સિવાય કોઈ નહિ” મુદ્દા ઉપર ગર્જનાઓ કરી અને ગઠબંધન કરી ચૂંટણી લડવાનો રણ ટંકાર કર્યો પણ પરિણામો જોતા લાગવા માંડ્યું કે બોસ હવે જુનું નહિ ચાલે કઈક નવું લાવો.

મરાઠી માણસના મુદ્દે સાથે લડેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના(UBT) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના ગઠબંધનને મતદારોએ જે રીતે નકારી દીધા તે જોતા હવે ઠાકરે પરિવારે મનોમંથન કરવું રહ્યું.મુંબઈમાં રાજ ઠાકરેની પાર્ટી માત્ર 8 બેઠકો પર સીમિત રહી ગઈ છે, જ્યારે પુણે જેવા શહેરમાં તેમનું ખાતું પણ ખૂલ્યું નથી તે ચોંકાવનારું છે મુંબઈમાં ગુજરાતીઓ સહિત અન્ય રાજ્યોના લોકોને પસંદ નહિ કરનાર રાજ ઠાકરેની મનસે 22 શહેરોમાં ‘ઝીરો’ સાબિત થઈ ગઈ છે જે તેઓને મતદારોએ આપેલો જવાબ છે.

એટલુંજ જ નહીં પણ રાજ ઠાકરેનો ગઢ ગણાતા નાસિકમાં પણ મનસેનું અચ્યુતમ થઈ ગયુ છે અને અહીં જ્યાં તેમની એક સમયે સત્તા હતી ત્યાં પાર્ટી માત્ર 2 બેઠકો પરજ સીમિત રહી ગઈ છે.રાજ ઠાકરેને પુણે, નાગપુર, સંભાજીનગર, કોલ્હાપુર, સોલાપુર અને અમરાવતી જેવા મુખ્ય કેન્દ્રો સહિત કુલ 22 શહેરોમાં મનસેને એક પણ બેઠક મળી નથી.

આ સિવાય થાણે, નવી મુંબઈ અને ઉલ્હાસનગર જેવા શહેરોમાં પણ પાર્ટી માત્ર 1-1 બેઠક સાથે માંડ સિંગલ ડિજિટ સુધી પહોંચી શકી છે.આમ, મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં રાજ ઠાકરેનું અસ્તિત્વ ખતમ થઈ ચૂક્યું છે.આમ,સમય બદલાય છે તેમ તેની સાથે બધું બદલાઈ જતું હોય છે નવી પેઢી નવો દાવ નવા વિચારો ચાલતું રહે છે જે સમય સાથે બદલાય છે તેજ માર્કેટમાં ચાલે છે,આમ ઠાકરે બંધુઓએ ભેગા થઈ લડવાનો અને ગુમાવેલો રુવાબ પાછો મેળવવા અજમાવેલો દાવ ચાલ્યો નથી જે ઘણું બધું કહી જાય છે.

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ “મરાઠી માનુષ” અને “અન્ય રાજ્યોના લોકો ઘૂસીને મુંબઈ તોડવાના કાવતરા” જેવા પરંપરાગત મુદ્દાઓ રિપીટ કર્યા ઉપરાંત અગાઉ જાહેરમાં મરાઠી નહિ બોલનારા ઉપર દાદાગીરી, મારપીટ અને વેપારીઓની દુકાનમાં ઘૂસી તેઓનું અપરાધી હોય તેમ ઇન્સલ્ટ કરવું વગરે આજના મોબાઇલ યુગમાં વાયરલ દ્રશ્યોથી નવી પેઢીના મુંબઈગરાઓમાં છબી ખરડાઈ અને ખ્યાલ આવ્યો કે આ મુદ્દાઓનો ઉપયોગ ફક્ત રાજકીય લાભ માટે થઈ રહ્યો છે અને ખરેખર મરાઠી લોકોને પણ કોઈ ફાયદો થયો નથી તે વાત સૌ સમજી ગયા હોય લોકો દૂર થઈ ગયાનું ચિત્ર સપાટી ઉપર આવ્યું છે,અગાઉ માહોલ જુદો હતો અને આજે સ્થિતિ બદલાઈ ગઈ છે જે પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 3 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

  • March 17, 2026
  • 4 views
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?

  • March 17, 2026
  • 6 views
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?

Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”

  • March 17, 2026
  • 7 views
Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !

  • March 17, 2026
  • 9 views
Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !