
Rajkot: રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેની બિસ્માર હાલત અને પ્રોજેક્ટની ધીમી ગતિ એ સૌરાષ્ટ્રના લોકોનો ગુસ્સો આસમાને પહોંચાડ્યો છે. . વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં જનહિત હાઈવે હક્ક આંદોલન સમિતિ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સાથે સાથે કેન્દ્રીય વાહન-વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના નામની મજાક ઉડાવતા ‘ગડ્ડા-કરી’ લખેલા પોસ્ટરો લઈને કાર્યકરોએ વિરોધ કર્યો છે, જેમાં રસ્તાઓની ખરાબ હાલત અને ખાડાઓ પર આકરો કટાક્ષ કરવામાં આવ્યો. આંદોલનકારીઓની એક જ માંગ હતી: “પહેલા રોડ આપો, પછી ટોલ માંગો!”
आंधी में तूफान में
है कांग्रेस मैदान में…
आज प्रदेश के राजकोट शहर में @INCGujarat का हल्ला बोल! मार्ग अकस्मात में अनगिनत लोगों की मौत के बाद भी NHAI वाले राजकोट – जेतपुर हाई वे का काम पूरा नहीं कर रहे! गुजरात कांग्रेस यह काम पूरा करवा कर रहेंगी! pic.twitter.com/qrLgFEazGR— Jignesh Mevani (@jigneshmevani80) July 8, 2025
આજનો વિરોધ એક અઠવાડિયા પહેલાં થયેલા આંદોલનની કડી છે. ગત અઠવાડિયે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતની આગેવાનીમાં NHAIની રાજકોટ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તે સમયે “રોડ નહીં તો ટોલ નહીં”ના સૂત્રોચ્ચાર સાથે NHAIના અધિકારીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને NHAI પર દબાણ વધાર્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
રાજકોટ-જેતપુર હાઈવેની સમસ્યા સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. ઘણા યુઝર્સે X પ્લેટફોર્મ પર રસ્તાના ખાડાઓના ફોટા અને વીડિયો શેર કર્યા છે, જેમાં વાહનોને થતું નુકસાન અને ટ્રાફિકજામની ગંભીર સ્થિતિ દેખાય છે. એક યુઝરે લખ્યું, “આ રોડ પર મુસાફરી એટલે જીવ જોખમમાં મૂકવો. ટોલ લેવાની ઉતાવળ છે, પણ રોડ બનાવવાની નહીં.” આવા પોસ્ટ્સથી લોકોનો ગુસ્સો સ્પષ્ટ થાય છે.
આ મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોની મુશ્કેલીઓને સ્વીકારી છે અને જણાવ્યું છે કે, તંત્રને કામના તબક્કાવાર આયોજનની સૂચના આપવામાં આવી છે, જેથી લોકોને ઓછી તકલીફ પડે. જોકે, આવા નિવેદનો હોવા છતાં, રસ્તાની સ્થિતિમાં તાત્કાલિક સુધારો થયો નથી, જેના કારણે લોકોનો અસંતોષ યથાવત છે.
2025નું કામ 26 માં પૂર્ણ થશે
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈ-વેના રૂ.1204 કરોડના ખર્ચે 67 કિલોમીટરનું કામ ઘણા વર્ષોથી જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી જેતપુર અવર-જવર કરતા અઢી લાખથી વધુ લોકો પરેશાન થઈ રહ્યાં છે. સપ્ટેમ્બર 2022માં આ માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને બે વર્ષ એટલે કે, સપ્ટેમ્બર 2025માં 67 કિમીના માર્ગનું સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનું હતું, જેની જગ્યાએ માત્ર 20 કિમીનું જ કામ થયું છે. કામગીરી સમયસર પૂર્ણ કરાવવાની જગ્યાએ તંત્ર દ્વારા સમય અવધી વધારી જૂન, 2026 કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ
Ghaziabad: લગ્નનું વચન આપી શારીરિક શોષણ, અનેક છોકરીઓને ફસાવી, ક્રિકેટર યશ દયાલનાનો મોટો પર્દાફાશ
સંજય રાઉતનો નિશિકાંત દુબે પર વાર, કહ્યું તેમને કોણ ઓળખે છે? CM ફડણવીસને આડે હાથ લીધા | Sanjay Raut
Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?







