Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

Rajkot: રજ્યમાં વારંવાર મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે. ટ્રાફિક નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે. ત્યારે બેફામ બનેલી એક ટ્રકે સાસુ-વહુનો જીવ લીધો છે.  રાજકોટના ગોંડલમાંથી એક ભયંકર અકસ્માતની ઘટના બની છે. રાજકોટમાંથી જનોઈ પ્રસંગની ઉજવણી કરી આવતાં પરિવારને ટ્રકચાલકે અડફેટે લીધો છે. જેમાં સાસુ-વહુને કરુણ મોત થયા છે. જ્યારે પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગત રાત્રિના રવિવારે (4 મે, 2025) ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. ગમખ્વાર સર્જાયેલા અકસ્માતમાં જ્યોતિબેન મનોજભાઇ બાયનીયા (સાસુ) અને જાહ્નવીબેન બાવનીયા (પુત્રવધૂ)નું મોત થઈ ગયું છે. જ્યારે પિતા અને પુત્ર ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે.

રાજકોટમાં જનોઈ પ્રસંગમાં હાજરી આપી પરત ગોંડલ જતા સમયે આ અકસ્માત થયો હતો. અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રકચાલકની પોલીસે અટકાયત કરી લીધી છે.

આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. જ્યારે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલકને ગણતરીના સમયમાં જ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહીં નોંધે તો…

અકસ્માતના સ્વજનોએ પોલીસ સામે આક્ષેપ કરતાં કહ્યું કે અમે રાજકોટમાં જનોઈ પ્રસંગ ગયા હતા, ત્યાંથી સાઢુભાઇના ત્યાં ગોંડલ જવા નીકળ્યા હતા, ત્યારે કોરાટ ચોક પાસે ટ્રાફિક હોવાથી સાઇડમાં ઉભા હતા, ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે બંનેને કચડી નાખ્યા હતા. હિટ એન્ડ રનની ઘટના હોવા છતાં શાપર પોલીસે હિટ એન્ડ રનની ફરિયાદ નોંધી નથી. પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહી નોંધે તો અમે મૃતદેહ સ્વિકારીશું નહી અને આ અંગે પોલીસવડાને પણ રજૂઆત કરીશું. તેમ છતાં કોઇ નિરાકરણ નહી આવે તો ઓફિસ બહાર જ ઉપવાસ કરીશું.

પણ વાંચોઃ

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય

India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

Related Posts

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું
  • October 27, 2025

Gujarat Rain forecast : અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં હાલ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે અને રાત્રિ દરમિયાન…

Continue reading
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત
  • October 27, 2025

Ahmedabad Accident: અમદાવાદ જિલ્લાના કણભા પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 3ના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અમદાવાદમાં કણભા પાસે ટ્રિપલ અકસ્માત મળતી માહિતી મુજબ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 4 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

  • October 27, 2025
  • 4 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 8 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 3 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 13 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ