
Rajkot crime: ગુજરાતમાં દિવસને દિવસે દુષ્ટ કૃત્યોની હરકતો હદ વટાવી રહી છે. મહિલાઓ સાથે સાથે હવે પુરુષો અને બાળકો જાતિય શોષણનો શિકાર બની રહ્યા છે. ત્યારે રાજકોટના જસદણમાંથી શિક્ષણને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગૃપતિએ 14 વર્ષિય વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વરિુધ્ધનું કૃત્ય આચર્યું છે. સગીર વિદ્યાર્થીના ગૃપ્તાંગમાં આંગળીઓ નાખી હોવાના આક્ષેપ થયા છે. હાલ આ મામલો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. હાલ તો રાજકોટ ગ્રામ્ય પોલીસે બંને વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જસદણના આંબરડી ગામે આવેલ જીવનશાળા અર્ધસરકારી સ્કૂલ અને હોસ્ટેલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે શાળાના ગૃહપતિએ સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. ગૃહપતિ કિશન ગાંગળિયાએ અહીં રહેતા 14 વર્ષીય સગીર વિદ્યાર્થીને જર્જરિત રૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. જેને લઈને ભોગ બનનારે આ મામલે આચાર્ય રત્ના રાઘવાણીને રજૂઆત કરી હતી. જોકે આ અંગે ગૃહપતિ સામે કાર્યવાહી કરવાને બદલે આચાર્ય કંઈ પણ આ ગૃહપતિ વિરુધ્ધ પગલા લીધા ન હતી. જેથી આ દુષ્ટ કૃત્યમાં સામેલ હોવાનું આક્ષેપ થયા છે. અંતે ભોગ બનનારે પોતાના પરિવારને તેની જાણ કરી દીધી હતી. અને સમગ્ર મામલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીના વાલીએ જસદણ પોલીસ સ્ટેશનમાં પોસકો, એટ્રો સિટી સહિતની કલમો હેઠળ આચાર્ય અને ગૃહપતિ સામે ફરિયાદ નોંધાવી છે.
પિતાના આક્ષેપ
ભોગ બનનારા વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો છે કે ગૃહપતિ વારાફરતી વિદ્યાર્થીઓને અલગ રુમમાં બોલાવી સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચરતો હતો. સાથે સાથે માર પણ મારતો હતો. અમોએ આ ઘટનાની જાણ આચાર્યને કરતાં કહ્યું હતુ કે અમારે ત્યા આવું જ ચાલે છે. જેથી પિતાએ આક્ષેપ કર્યો છે કે આ કૃત્યમાં આચાર્ય પણ સામેલ છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે, ગૃહપતિ શારિરીક છેડછાડ કરી માર મારતો હતો. સાથે સાથે તેના કપડાં પણ અમારી પાસે ધોવડાવતો હતો.
આચાર્યએ આક્ષેપોને નકર્યા
આ મામલે મિડિયા સમક્ષ આચર્યએ કબૂલ્યું છે. આ મને ફસાવવાનું અને બદનામ કરવાનું સડયંત્ર છે. જો કે હાલ બંને શખ્સો વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ હવે 3 મહિનાની અંદર ઈ-મેમો નહીં ભરો તો લાઇસન્સ રદ થઈ શકે! | E-MEMO
આ પણ વાંચોઃ Gujarat: ખેતરોની તસ્વીરો મેચ ન થતાં પાકનું રજિસ્ટ્રેશન રદ્દ?, જમીન માપણી અંગે ઉઠ્યા સવાલ!
આ પણ વાંચોઃ મોદી સરકારે ધનવાન મિત્રોનું 16 લાખ કરોડ દેવું માફ કર્યું!, ગરીબોને મદદ કેમ નહીં? | Rahul Gandhi
આ પણ વાંચોઃ Gujarat: વાતાવરણ પલટો!, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે, 4 દિવસ વરસાદની શક્યતા








