Video leak: રાજકોટ બાદ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ થતાં ખળભળાટ

  • Gujarat
  • February 21, 2025
  • 0 Comments

Video leak:  તાજેતરમાં રાજકોટ શહેરમાં આવેલી પાયલ મેટરનરી હોસ્પિટલમાં મહિલા દર્દીઓના સારવાર દરમિયાનના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ કરતાં ખળભળાટ મચી ગયો છે.  હોસ્પિટલે જણાવ્યું હતુ કે કેમેરા હેક થયા છે.જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. ત્યારે અલગ અલગ રાજ્યોમાં ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. તેમણે મહાકુંભમાં નાહતી મહિલાઓના પણ વિડિયો અપ્લોડ કરી પૈસા કરમાતા હોવાનું સામે આવ્યુ છે. આ વિડિયો ઉત્તર પ્રદેશના યુટ્યુબરના એકાઉન્ટમાંથી અપ્લોડ થયાનું બહાર આવ્યું છે. મહારાષ્ટ્રના લાતુર અને સાંગલી તેમજ પ્રયાગરાજના ભીંસથી ત્રણ હેકરોની ધરપકડ કરી છે. બીજી તરફ આ જ મામલે ઉત્તર પ્રદેશમાં પણ તપાસ તેજ ચાલી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ શખ્સોને ઝડપ્યા

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટેલિગ્રામ ચેનલો પર મહિલાઓના સ્નાન કરતી અને કપડાં બદલતી અશ્લીલ તસવીરો અને વીડિયો વાયરલ થવાના કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ જેટલા શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સની અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદથી દેશના એનક મોલ અને હોસ્પિટલોના સીસીટીવી વેચ્યાનું ખુલ્યું છે. આરોપી આ વીડિયોને 800 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીમાં વેચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના સીસીટીવી ફુટેજ  યુ ટ્યુબ પર પોસ્ટ  કરવાની સાથે ટેલીગ્રામ ચેનલ દ્વારા દેશની અલગ અલગ હોસ્પિટલોના સીસીટીવી ફુટેજ વેચાણ કરવાના કૌભાંડમાં મહારાષ્ટ્રથી ઝડપાયેલા પ્રજવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્ર પ્રકાશ નામના યુવકોની પુછપરછ કરાઈ છે.  તેમની પાસેથી મોબાઇલ ફોન,  હાર્ડ ડીસ્ક અને અન્ય ગેટેઝ્‌સની તપાસ કરતા પોલીસને 80થી વધુ હોસ્પિટલના સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. પાયલ હોસ્પિટલના CCTV વર્ષ 2024માં ફેબ્રુઆરી-માર્ચ માસમાં હેક થયા હોવાનું બહાર આવ્યું છે. જેથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 પાસવર્ડ ક્રેક કરીને સીસીટીવી ફુટેજ હેક કરતા

ઝડપાયેલી ત્રિપુટી હોસ્પિટલ તેમજ મોલ સહિતના એવા કેમેરા સિસ્ટમને સોફટવેરની મદદથી શોધતી જે સીસીટીવીની સિસ્ટમમાં પાસવર્ડ નાંખ્યા  ન હોય. આવા ફૂટેજ જે મોબાઈલ, એલઈડી કે કમ્પ્યુટરમાં ડાયરેક્ટ જોઈ શકાય તે માટે લોકો પાસવર્ડ જનરેટ કરાવતા નથી. એવા સીસીટીવીને સોફટવેરની મદદથી શોધી તેનો પાસવર્ડ ક્રેક કરીને સીસીટીવી ફુટેજ હેક કરતા હતા. આ સમગ્ર રેકેટ ચલાવવા માટે ચોરીના ડોક્યુમેન્ટ કે અન્યના ડોક્યુમેન્ટ પર સીમકાર્ડ લીધા બાદ તે મોબાઈલ નંબરની મદદથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ફેક આઈડી તૈયાર કરી સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું.

ઉત્તરપ્રદેશમાં પણ નોંધાયા છે કેસ

ઉત્તર પ્રદેશ પોલીસે પણ પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરતી મહિલા યાત્રાળુઓના વાંધાજનક વીડિયો પોસ્ટ કરવા બદલ 15 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કેસ નોંધ્યા છે. પોલીસના નિવેદન અનુસાર, સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમને જાણવા મળ્યું કે કેટલાક લોકો કુંભ મેળામાં મહિલાઓના સ્નાન અને કપડાં બદલતા વીડિયો કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી રહ્યા હતા, જે તેમની ગોપનીયતા અને ગૌરવનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ પછી, કોતવાલી કુંભ મેળા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

યૂપીમાં આ 15 એકાઉન્ટ સામે કેસ

1- Girls Live Video (Facebook)
2- Desi Bhabi Ji (Facebook)
3- Rupola Rose (Facebook)
4- Dwivedi rasiya @dwivedirasiya4271 (Youtube)
5- Crush of Indians @CrushofIndians (Youtube)
6- Mahakumbh-2025 @pkumar334 (Youtube)

7- BABA KA VLOGEE Comedy @BABAKAVLOGEE440 (Youtube)
8- Blogger Aabha Devi @BloggerAabhaDevi077k (Youtube)
9- Roshan Desi Vlogs @roshandesivlogs4438 (Youtube)

10- Kapil Tv @Kapiltv1 (Youtube)
11- Mela Mahotsav @Mela-Mahotsav (Youtube)
12- Pushpa village vlog @pushpavillagvlog (Youtube)

13- Hindu Official 1.2M @hinduk7066 (Youtube)
14- Play Tube @PlayTube7325 (Youtube)
15- desi.rasiya.video @desi.rasiya.video (Instagram)

આ પણ વાંચોઃ Sonia Gandhi: 79 વર્ષિય સોનિયા ગાંધીને હોસ્પિટલમાં કેમ કરાયા દાખલ? જાણો શું થયું?

આ પણ વાંચોઃ KOLKATA: દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત, પૂર્વ ક્રિકેટરનો માંડ જીવ બચ્યો

આ પણ વાંચોઃ Bhavanagar: મહિલા મુસાફરની છેડતી કરનાર રેલવેકર્મીને 2 વર્ષની કેદ, 25 હજારનો દંડ

આ પણ વાંચોઃ UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ

Related Posts

Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો
  • May 4, 2026

Surat Vesu Violent Clash: સુરત શહેરના અત્યંત પોશ અને વિકસિત ગણાતા વેસુ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વેસુના આંબેડકર નગરમાં ધોળા દિવસે અસામાજિક…

Continue reading
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને
  • May 4, 2026

Geeta Rajpurohit Suicide Case: અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં ગત 15 એપ્રિલના રોજ બનેલી ગીતા રાજપુરોહિતની આત્મહત્યાની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. ઘટનાના 18 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવારજનો અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 2 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 4 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

  • May 4, 2026
  • 5 views
Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

  • May 4, 2026
  • 8 views
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 9 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

  • May 4, 2026
  • 9 views
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો