Rudraprayag Bus Accident: નદીમાં પડેલી બસમાં 7 ગુજરાતના લોકો સવાર હતા, કુલ 3ના મોત, 9 લોકો ગુમ

  • India
  • June 26, 2025
  • 0 Comments
Rudraprayag Bus Accident: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આજે ગુરુવારે સવારે ગમખ્વાર અકસ્માત થયો છે. કેદારનાથથી બદ્રીનાથ જઈ રહેલ એક બસ અલકનંદા નદીમાં પડી ગઈ. આ બસમાં ડ્રાઈવર સહિત કુલ 20 લોકો સવાર હતા. બસને શોધવા માટે સોનાર મશીન બોલાવ્યું હતુ. બસ મળી ગઈ છે. પરંતુ  10 લોકો પણ હજુ લાપતા છે. તેમને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે. ટેમ્પોમાં સવાર લોકો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના હતા.

 ચાર લોકોને ઋષિકેશ એઈમ્સમાં ખેસેડાયા

રુદ્રપ્રયાગ અકસ્માતના ચાર ઘાયલોને એઈમ્સમાં લઈ જવાયા એઈમ્સના પીઆરઓ સંદીપ કુમાર સિંહે માહિતી આપી હતી કે ચારેય ઘાયલોને ટ્રોમા ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત

Image

અકસ્માતની માહિતી મળતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા. શોધ અને બચાવ કામગીરીના અપડેટ્સ લીધા. અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે જ આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી ગઈ છે. આ ત્રણ મોતમાં એક ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. સુરતના સિલિકોન પેલેસમાં રહેતા ઈશ્વર સોની, ભાવના સોની, ડ્રીમી સોની, ભવ્ય સોની અને ચેષ્ટા સોની પણ હતા. જેમાંથી 17 વર્ષિય ડ્રીમી સોનીનું મોત થઈ ગયું છે.

મુસાફરો કયા કયા રાજ્યના?

Latest and Breaking News on NDTV

બસમાં ડ્રાઇવર સહિત કુલ 20 લોકો હતા. 7 મુસાફરો ગુજરાતના, 2 મહારાષ્ટ્રના અને 7 રાજસ્થાનના હતા. ડ્રાઇવર હરિદ્વારનો રહેવાસી હતો. આ ઉપરાંત બે લોકો મધ્યપ્રદેશના હતા.

CM ધામીએ શોક વ્યક્ત કર્યો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે – ‘રુદ્રપ્રયાગ જિલ્લામાં એક ટેમ્પો ટ્રાવેલરના નદીમાં પડી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. SDRF અને અન્ય બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હું આ સંદર્ભમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.’

ઈજાગ્રસ્તોની યાદી
ક્રમ
નામ
સરનામું
ઉંમર
1
સુમિત કુમાર (ડ્રાઈવર)
બૈરાગી કેમ્પ, હરિદ્વાર, ઉત્તરાખંડ
23
2
હેમલતા સોની
પ્રતાપ ચોક, ગોગુંડા, રાજસ્થાન
45
3
ઇશ્વર સોની
E 202 પર્વત સિલિકોન પેલેસ, અર્ચના સ્કૂલ પાસે, ગુજરાત
46
4
અમિતા સોની
701-702, બિલ્ડિંગ નંબર 3, મીરા રોડ, મહારાષ્ટ્ર
49
5
સોની ભાવના ઈશ્વર
E 202 પર્વત સિલિકોન પેલેસ, અર્ચના સ્કૂલ પાસે, ગુજરાત
43
6
ભવ્ય સોની
E 202 સિલિકોન પેલેસ, બોમ્બે માર્કેટ, અર્ચના સ્કૂલ પાસે, ગુજરાત
07
7
પાર્થ સોની
વોર્ડ નંબર 11, વીર સાવરકર માર્ગ, રાજગઢ, મધ્યપ્રદેશ
10
8
દીપિકા સોની
સિરોહી મીના વાસ, રાજસ્થાન
42
ગુમ થયેલા લોકોની યાદી
ક્રમ
નામ
સરનામું
ઉંમર
1
રવિ ભાવસાર
ઉદયપુર, શાસ્ત્રી સર્કલ, રાજસ્થાન,
28
2
મૌલી સોની
સિલિકોન પેલેસ, બોમ્બે માર્કેટ, પુના કુંભારિયા રોડ, ગુજરાત
19
3
લલિતકુમાર સોની
પ્રતાપ ચોક, ગોગુંડા, રાજસ્થાન
48
4
ગૌરી સોની
વીર સાવરકર માર્ગ, વોર્ડ નંબર 12, રાજગઢ, તહસીલ સદરપુર, મધ્યપ્રદેશ
41
5
સંજય સોની
શાસ્ત્રી સર્કલ, ઉદયપુર, રાજસ્થાન
55
6
મયુરી
સુરત, ગુજરાત
24
7
ચેતના સોની
ઉદયપુર, રાજસ્થાન
52
8
ચેતના
 પર્વત સિલિકોન પેલેસ, આઈમાતા ચોક, સુરત, ગુજરાત
12
9
કટ્ટા રંજના અશોક
થાણે, મીરા રોડ, મહારાષ્ટ્ર
54
10
સુશીલા સોની
શાસ્ત્રી સર્કલ, ઉદયપુર, રાજસ્થાન
77
આ પણ વાંચો:

Related Posts

UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?
  • August 18, 2025

UP: ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના એક ગામમાં ઘરમાં સૂતેલા એક યુવાન પાસે સાપ આવી ચઢ્યો હતો. જેથી ગભરાયેલા યુવકે સાપનું મોં પોતાના હાથથી…

Continue reading
UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું
  • August 18, 2025

UP: ગોલા પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીએ પોતાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. તેને બે મહિના પહેલા તેને સોશિયલ મીડિયા દ્વારા એક યુવાન સાથે મિત્રતા કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

  • August 18, 2025
  • 5 views
UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

  • August 18, 2025
  • 4 views
UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

  • August 18, 2025
  • 4 views
UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

  • August 18, 2025
  • 12 views
Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

GST News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

  • August 18, 2025
  • 16 views
GST  News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?

  • August 18, 2025
  • 22 views
visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?