
Sabarkantha: કંકોડા એક ઔષધીય શાકભાજી છે જે વેલા પર ઉગે છે જેનું કદ એ 2 થી 3 સેમી હોય છે જે લીલા રંગના હોય છે અને પાકે એટલે પીળા અને અંદરથી લાલ રંગના થઇ જાય છે કંકાડને કારેલાની જેમ જ બહારથી છોલીને શાકભાજી બનાવાય છે. જે સ્વાદ માટે ઉત્તમ હોય છે પણ શરીરની તંદુરસ્તી માટે પણ આ શાકભાજી સૌથી ઉત્તમ છે. ચોમાસું આવતાંજ બજારમાં તાજી લીલી શાકભાજી આવવાની શરૂઆત થઇ જાય છે. જેમાં કારેલા કંકાડોથી લઇને પરવળ જેવા શાકભાજી એ ચોમાસામાં જોવા મળે છે આ શાકભાજીએ કારેલાની પ્રજાતિની છે જોકે એ કારેલા જેટલી કડવી હોતી નથી.
કંકોડા ખાવાના અનેક ફાયદા
આ એક ઔષધિય શાકભાજી છે જેને ખાવાના અનેક લાભો છે તો જાણો તમારા શરીરને આ શાકભાજી કયા કયા લાભો આપે છે પ્રોટીનથી ભરપૂર હોય છે આ શાકભાજી આયુર્વેદમાં આ શાકભાજીને સૌથી તાકાતવર શાકભાજી ગણાવાયું છે. એક્સપર્ટ્સ કહે છે આ શાકભાજી માં પ્રોટીનની માત્રા વધારે હોય છે ભારતીય શાકભાજી માં ઉપયોગમાં લેવાતી તમામ શાકભાજીઓ માં સૌથી વધારે પ્રોટીન એ કંકોડામાં મળે છે આ શાકભાજીમાં માંસથી પણ વધારે 50 ટકા પ્રોટીન હોય છે.કંકોડામાં જોવા મળતા પોષક તત્વોમાં સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા હોય છે. કંકોડામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, ફાઇબર, ઘણા ખનિજો મળી આવે છે. આ ઉપરાંત આ શાકભાજીમાં એસ્કોર્બિક એસિડ, કેરોટીન, થાઇમીન, રિબોફ્લેવિન અને નિયાસિન જેવા આવશ્યક વિટામિન્સ ઓછી માત્રામાં હોય છે. આ બધા પોષક તત્વોની હાજરીને કારણે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આંખોને પણ સ્વસ્થ રાખે છે કંકોડા માં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોને લગતી સમસ્યાઓ દૂર કરવાની સાથે આંખોને સ્વસ્થ રાખે છે. તેનું સેવન આંખના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે પણ આંખોમાં નબળાઇ અનુભવી રહ્યા છો, તો તમારા આહારમાં કંકોડાનો સમાવેશ કરો ચોમાસામાં ઘણી વખત લીવર સંબંધિત સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સ લીવરને ડિટોક્સ કરે છે અને તેને સ્વસ્થ પણ રાખે છે. કંકોડાના સેવનથી શારિરીક તંદુરસ્તી માટે ફાયદાકારક કારક હોય છે
અહેવાલ: ઉમંગ રાવલ
આ પણ વાંચોઃ
Dahod: દેવગઢ બારીયાના ઐતિહાસિક ‘ભે-દરવાજા’ ની જાળવણીમાં બેદરકારી, સુરક્ષા જોખમાતા સ્થાનિકોમાં રોષ
Anil Ambani Raided by ED : અનિલ અંબાણી પર મોટી કાર્યવાહી, 35 સ્થળો અને 50 કંપનીઓ પર ED ના દરોડા
Sabarkantha: તલોદ ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે જામી ભારે ભીડ
Gujarat Weather: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો અપડેટ








