Shankaracharya: “અમે ગૌ હત્યાની વાત કરી એટલે ભાજપને ગમતા નથી!” શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિયા

  • India
  • January 26, 2026
  • 0 Comments

● સનાતન ધર્મ કોને કહેવાય?
Shankaracharya: બે ગ્રુપ સામસામે દેકારા કરે,સાધુઓને માર મારવામાં આવે! શુ આ હિન્દુવાદી ધર્મ છે?લોકોમાં સવાલ ઉઠી રહયા છે, દેશમાં હાલ સનાતન ધર્મની ઈજ્જત દાવ ઉપર લાગી છે અને અવિમુક્તેશ્વરાનંદની મેળામાં થયેલી બેઇજ્જતિ મામલે યોગી સરકાર ઉપર આરોપ લાગી રહયા છે આ એજ યોગી છે જેઓએ પણ ભગવા કપડાં પહેર્યા છે અને સનાતન ધર્મનો ઝંડો લઈ ફરે છે.

પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પાલખી પોલીસે દૂર હડસેલી દીધી અને છત્ર તોડી નાખ્યું તેમજ સાધુઓને માર મરાયો આ બધા ઘટનાક્રમ વચ્ચે ઘરણા કરી રહેલા અવિમુક્તેશ્વરાનંદ તંત્રને માફી માંગવા જણાવી રહયા છે અન્યથા ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની વાત ઉપર અડગ છે ત્યારે ભાજપના કેટલાક યોગી સમર્થક યુવાનો તેમની શિબિરમાં ઘુસી આવ્યા અને યોગીની જયજયકાર બોલાવી કોન્ટ્રાવર્ષી ઉભી કરવાની જે રીતે કોશિશ થઈ તે વાત અને શિબિરમાં યુવકોના હંગામા પર અવિમુક્તેશ્વરાનંદે પહેલીવાર નિવેદન આપ્યું છે,તેમણે કહ્યું- અમારા પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો છે, કારણ કે અમે ગૌ-રક્ષાની વાત કરી રહ્યા છીએ. અમે તેમની (ભાજપ) આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છીએ, પણ ગમે તેટલો અત્યાચાર કરો, હું પીછેહટ નહીં કરું. જેટલો અમારા પર અત્યાચાર થશે, તેટલી જ મજબૂતીથી હું આગળ વધીશ.

ઉલ્લેખનીય છે કે કટ્ટર સનાતની સેના નામના સંગઠનના 10 જેટલા યુવકો ભગવો ઝંડો લઈને સૂત્રોચ્ચાર કરતા શંકરાચાર્યના શિબિર નજીક પહોંચી ગયા હતા અને શિબિરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો તેઓએ યોગી સરકારના સમર્થનમાં ‘આઈ લવ બુલડોઝર બાબા’ અને ‘યોગી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

આ યુવાનો અને અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ સંગઠનનો પ્રમુખ સચિન સિંહ નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું આ ઘટના બાદ શંકરાચાર્યની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા હતા. શિષ્યોએ શિબિરને ચારે બાજુથી કવર કરી લઈ ઢાંકી દીધી હતી અને અંદર જવાના રસ્તાઓ બંધ કરી દીધા હતા.

દરમિયાન હિન્દૂ સમાજમાં હવે સનાતન ધર્મ અંગે અસમંજસ જોવા મળી રહી છે અને યોગી તેમજ શંકરાચાર્ય વચ્ચે ચાલી રહેલા વરવા દ્રશ્યોથી રાજકારણ પણ ગરમાયું છે અને સનાતન ધર્મની ઈજ્જત દાવ ઉપર લાગી છે અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે તેઓ પહેલેથી જ ગૌ માતાની થઈ રહેલી કતલનો મુદ્દો ઉઠાવી રહયા છે અને ભાજપ શાસનમાં સૌથી વધુ મીટનો કારોબાર ચાલી રહ્યો છે જેનો તેઓ દ્વારા ખુલીને વિરોધ કરવામાં આવી રહ્યો હોય અમે ભાજપની યોગી સરકારને ગમતા નથી આમ,હિંદુત્વનું લેબલ લઈને ફરતા ભાજપની આ બાબલથી છબી ખરડાઈ રહી છે અને લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 3 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

  • March 17, 2026
  • 4 views
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?

  • March 17, 2026
  • 6 views
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?

Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”

  • March 17, 2026
  • 7 views
Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !

  • March 17, 2026
  • 9 views
Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !