
Surat:સુરત શહેરમાં તાજેતરના દિવસોમાં અચાનક બેભાન થવાની અને ત્યારબાદ મોતની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક દુઃખદ ઘટના કાપોડરા વિસ્તારની ધારુકાવાળા કોલેજમાં સામે આવી, જ્યાં અમદાવાદથી આવેલી યુવતી મંચ પર સ્પીચ આપતી હતી ત્યારે તે અચાનક ઢળી પડી અને તેનું મોત થઈ ગયું. CCTV ફૂટેજમાં આ દુર્ઘટના સ્પષ્ટ દેખાય છે, જેનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
સ્પીચ આપતા આપતા વિદ્યાર્થિની ઢળી પડી
કાપોડરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અનુસાર, અમદાવાદના રાયપુર વિસ્તારમાં અકાશેઠની પોળે રહેતી 24 વર્ષની જીલબેન સુરેશભાઈ ઠક્કર એક આઈટી કંપનીમાં કામ કરતી હતી. તેમની કંપનીના કેમ્પ માટે તેઓ અમદાવાદથી સુરત આવ્યા હતા. ધારુકાવાળા કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા સેમિનારમાં જીલબેન મંચ પર સ્પીચ આપી રહી હતી. ત્યારે તેમની સ્પીચ વચ્ચે જ તેઓને ચક્કર આવ્યા અને તેઓ અચાનક જમીન પર ઢળી પડ્યા, જેનાથી તેઓ તરત જ બેભાન થઈ ગયા.સ્થાનિક લોકો અને કોલેજના સ્ટાફે તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા. આ ઘટનાથી જીલબેનના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોસ્ટમોર્ટમમાં હાર્ટ અટેકની શક્યતા
પોલીસે જણાવ્યું કે, જીલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તપાસ માટે જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ અટેકની શક્યતા વધુ મજબૂત દેખાઈ રહી છે. CCTV ફૂટેજમાં દેખાય છે કે, તેઓ સ્પીચ આપતા આપતા હઠાત્ તેમનો તંદુરસ્ત દેખાતો ચહેરો ફિક્કો પડ્યો અને તેઓ પડી ગયા, જે હાર્ટ સંબંધિત સમસ્યાને ઈશારો કરે છે.
હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ
સુરત-ગુજરાતમાં વધતા અચાનક મોતના કેસઆ ઘટના સુરત અને ગુજરાતમાં તાજેતરમાં વધી રહેલી અચાનક મોતની લહેરનો ભાગ લાગે છે. લગભગ દરરોજ એક કે બે વ્યક્તિઓ આવી જ રીતે બેભાન થઈને જીવ ગુમાવી રહ્યા છે. તમામ કેસોમાં તપાસમાં હાર્ટ અટેક કે અન્ય હૃદયસંબંધી સમસ્યાઓની શક્યતા જોવા મળી રહી છે. તબીબી નિષ્ણાતોના મતે, તણાવ, અનિયમિત જીવનશૈલી અને અન્ય પરિબળો આવી ઘટનાઓને વધારી રહ્યા છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






