નકલી ED અધિકારી બાબતે ઇસુદાન ગઢવી અને હર્ષ સંઘવી વચ્ચે ટ્વિટર વોર

  • Gujarat
  • December 14, 2024
  • 0 Comments

દેશમાં વર્તમાન સમયમાં નકલીનો ચક્કર વધી ગયો છે. સરકારી અધિકારીઓથી લઈને સરકારી કચેરીઓ સુધી નકલી મળી આવ્યા છે. તો પોલીસ સહિતના અધિકારીઓ તો છાસવારે મળે છે. જોકે, કચ્છમાંથી પકડાયેલા ઈડીના નકલી અધિકારીઓને લઈને ગુજરાતના રાજકારણમાં ધમાસાણ મચ્યું છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનારા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ઘેર્યા છે.

જણાવી દઇએ કે, પાછલા કેટલાક સમયથી હર્ષ સંઘવીની કામ કરવાની રીત અને પેટર્ન બધાની નજરમાં આવી છે. કેમ કે જેટલી વખત પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ અપરાધ કરતાં ઝડપાઇ છે અથવા કેસમાં મુસ્લિમ નામ હોય છે તો હર્ષ સંઘવી ખુબ જ અગ્રતા આપીને તે કેસનું નિકાલ લાવતા હોય છે. એક રેપ કેસમાં તો તેમણે સુરજ ઉગતા સુધી આરોપીઓને પકડી પાડશું તેવો વાયદો કર્યો હતો. ખેર, આરોપીઓને કાયદાનું ભાન કરાવવું સારી બાબત છે. પરંતુ આરોપીઆના ધર્મ-જાત-જ્ઞાતિને જોઈને કાયદાનું ભાન કરાવવાની વાત કહેવી યોગ્ય વાત નથી.

જોકે, ગૃહમંત્રીના રૂપમાં કેટલાક કેસોમાં જ ઉત્સુકતા દેખાડવામાં આવે તે સારી બાબત ન ગણાય. ગૃહરાજ્યમંત્રી પર રાજ્યભરના તમામ જનતાની સુરક્ષાની જવાબદારી હોય છે, તેવામાં મતભેદપૂર્વકનું કામ અયોગ્ય ગણાશે.

જોકે, આ વખતે હર્ષ સંઘવી નકલી ઈડી અધિકારીઓને આપ નેતાઓ ઉપર કરેલા આક્ષેપોને લઈને બેકફૂટ પર ધકેલાઈ ગયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીવીએ નકલી ED મામલે ઝડપાયેલા આરોપીને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો અને આપ પર પ્રહારો કર્યા હતા. આ મામલે હવે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નકલી ED મામલે ઝડપાયેલા આરોપીનો ભાજપના સાંસદ અને પોલીસ સાથેના ફોટો ટ્વીટ કરી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે, સાથે હર્ષ સંઘવીને પૂછ્યું છે કે આરોપીનો ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે એનો જવાબ આપો.

નકલી ઈડી અધિકારી ઝડપાયેલો અધિકારી મુસ્લિમ છે. તેથી હર્ષ સંઘવી તેમાં કૂદ્યા વગર પોતાની જાતને રોકી શક્યા નહતા. આ વખતે તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પણ આરોપ લગાવ્યા છે. પરંતુ હર્ષ સંઘવીની ફસામણી ત્યારે થઇ જ્યારે બીજેપીના નેતાઓ સાથે આરોપીઓના ફોટાઓ સામે આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

2 ડિસેમ્બર 2024ના રોજ કચ્છમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી 25 લાખથી વધુની ઉઠાંતરી કરી હતી. જોકે 4 ડિસેમ્બરે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે, ત્યારે EDની આ નકલી ટીમમાં ભુજના એક પત્રકાર, અમદાવાદની એક મહિલા સહિત 13 આરોપી સામેલ હતા.

Related Posts

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
  • September 28, 2026

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 5 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 5 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

  • September 28, 2026
  • 7 views
Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

LPU Student Protest: LPUમાં કથિત રેપ કેસને લઈને હિંસક પ્રદર્શન, પથ્થરમારો-આગચંપી બાદ પોલીસનો લાઠીચાર્જ

  • September 28, 2026
  • 9 views
LPU Student Protest: LPUમાં કથિત રેપ કેસને લઈને હિંસક પ્રદર્શન, પથ્થરમારો-આગચંપી બાદ પોલીસનો લાઠીચાર્જ