લોકોના જીવ સાથે ચેડા કરનારા ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રીની ધરપકડ

  • Gujarat
  • December 14, 2024
  • 0 Comments

ખ્યાંતિકાંડ કેસમાં પાછલા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. હોસ્પિટલના પાર્ટનર એવા રાજશ્રીને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અત્યાર સુધીમાં સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, હજું પણ કાર્તિક પટેલ ફરાર છે, જે વિદેશમાં હોવાની માહિતી સામે આવી રહી છે.

ખ્યાતિકાંડ મામલે છેલ્લા એક મહિનાથી ફરાર આરોપી રાજશ્રી કોઠારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે 5 ડિસેમ્બરે ફગાવી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ઘણા સમયથી રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલને શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા, જેમાં અલગ અલગ પક્ષો દ્વારા આગોતરા જામીનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી હતી અને તે આ હોસ્પિટલના આખા કૌભાંડમાં કઈ રીતની સામેલ હતી એ અંગેની તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે મહત્ત્વની થઈ ગઈ છે. રાજશ્રી કોઠારી આટલા સમય સુધી કોને મળી હતી અને તેને મદદ કરવા માટે ઘણા બધા લોકોએ પ્રયાસ કર્યો હોય એવું પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું છે.

આ પણ વાંચો- પુષ્પા ફિલ્મમાં ચંદન ચોર પકડાય કે નહીં પરંતુ હકીકતમાં તો આંધ્ર પ્રદેશની પોલીસ પાટણ સુધી પહોંચી ગઈ

તે છેલ્લા ઘણા સમયથી પોતાના કોન્ટેક્ટ બંધ કરીને રાજસ્થાનની અલગ અલગ જગ્યાએ ફરતી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં અગાઉ પણ જ્યારે આરોપીઓ પકડાયા ત્યારે પણ રાજશ્રી કોઠારીને એ વિશેની જાણ હતી કે આરોપીઓ પકડાયા છે, તેથી તેને બચવા માટે ઘણા લોકોએ મદદ કરી હોવાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને શંકા છે. આ સમગ્ર મામલે હવે વધુ ખુલાસા થાય એવી શક્યતા છે.

ખ્યાતિકાંડના ઝડપાયેલા આરોપીઓ

ડો. પ્રશાંત વઝીરાણી
ચિરાગ હીરાસિંહ બગીસિંહ રાજપૂત
મિલિન્દ કનુભાઈ અમરતલાલ પટેલ
રાહુલ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન
પ્રતીક યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ
પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ
ડો. સંજય પટોળિયા
રાજશ્રી કોઠારી

ખ્યાતિ હોસ્પિટલમાં કરવામાં આવતા હતા લોકોના જીવ સાથે ચેડા

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીનાં મોત થતાં હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. એ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાદ એક એમ આઠ આરોપીને દબોચી લીધા છે, જ્યારે કાર્તિક પટેલ હજી પણ ફરાર છે. જેનું છેલ્લુ લોકેશન દુબઈમાં મળ્યું હતું.

આ પણ વાંચો- એક વખત ફરીથી ખેડૂતોનું શંભુ બોર્ડર પર ચક્કાજામ; ઇન્ટરનેટ સેવાઓ બંધ

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

    • September 21, 2026
    • 2 views
    Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

    Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

    • September 21, 2026
    • 2 views
    Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

    Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

    • September 21, 2026
    • 5 views
    Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

    Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

    • September 21, 2026
    • 7 views
    Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

    Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

    • September 21, 2026
    • 5 views
    Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

    Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ

    • September 21, 2026
    • 8 views
    Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ