
UP Crime: ઉત્તર પ્રદેશ સરકાર મહિલાઓની સુરક્ષા અંગે લાખો દાવા કરી શકે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે, જ્યારે રાજ્યમાં ‘ખાકી’ પોતે સુરક્ષિત નથી, તો પછી સામાન્ય મહિલાઓ સાથે શું થઈ રહ્યું છે તે વિશે શું કહી શકાય! એક મહિલા કોન્સ્ટેબલે મોટો આરોપ લગાવ્યો કે સબ ઈન્સ્પેક્ટરે તેની સાથે બળાત્કાર કર્યો છે. આ સમાચાર બહાર આવ્યા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ઝાંસી ડીઆઈજી રેન્જ ઓફિસમાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલે ઝાંસીમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટર અને તેના સાથી વિરુદ્ધ બળાત્કાર અને હુમલો કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. પીડિતાનો આરોપ છે કે આરોપી ઈન્સ્પેક્ટરે તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે હવે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું કે આ કેસમાં દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના ક્યારે બની?
પીડિત મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું કે 17 અને 18 ફેબ્રુઆરી 2023 ની રાત્રે એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. ઝાંસીના ચિરગાંવ પોલીસ સ્ટેશનમાં SI(સબ ઈસ્પેક્ટર) તરીકે તૈનાત રવિકાંત ગોસ્વામી પણ લગ્નમાં હાજર રહ્યા હતા. પીડિતાનો આરોપ છે કે SI એ મહિલા કોસ્ટેબલ ગેસ્ટ હાઉસના રૂમમાં બોલાવી અને જ્યુસમાં નશીલા પદાર્થ આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. તેણે બેભાન અવસ્થામાં તેનો વાંધાજનક વીડિયો પણ બનાવ્યા અને ફોટા પણ પાડ્યા. આ પછી ઇન્સ્પેક્ટરે પીડિતાને મુરાદાબાદ બોલાવી. અહીં સબ ઇન્સ્પેક્ટર અને તેના મિત્ર દીક્ષાંત શર્માએ મહિલા કોસ્ટેબલ પર ગેંગરેપ કર્યો અને ફરીથી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. આ ધમકીઓથી કંટાળીને, પીડિતાએ આખરે પોલીસ સ્ટેશન યમુના પારમાં FIR નોંધાવી છે. પીડિતા મથુરાના થાણા યમુના પાર વિસ્તારની રહેવાસી છે.
12 જાન્યુઆરીએ વાળ ખેંચી માર માર્યો હતો
પીડિતાના જણાવ્યા મુજબ 12 જાન્યુઆરી 2025 ના રોજ સાંજે 6 વાગ્યે તે ઝાંસીના એક ત્વચારોગ વિજ્ઞાની પાસે સારવાર માટે ગઈ હતી. એવો દાવો કરવામાં આવે છે કે આરોપી સબ ઇન્સ્પેક્ટર ગોસ્વામી ત્યાં પહોંચ્યો હતો. અહીં આવ્યા પછી તેણે પીડિતાના વાળ પકડીને નીચે ફેંકી દીધી, અને પૂછ્યું કે ‘તું ફોન કેમ નથી ઉપાડતી’. એવો આરોપ છે કે સબ ઇન્સ્પેક્ટરે પીડિતાને લાતો અને મુક્કાઓથી પણ માર માર્યો હતો, જેના કારણે તેની આંગળી ફ્રેક્ચર થઈ ગઈ હતી.
આ અંગે સીઓ (સદર) સંદીપ કુમાર કહે છે કે ઝાંસીમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત યમુના પારની એક મહિલાએ સબ-ઇન્સ્પેક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. યમુના પાર પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
પણ વાંચો:
Sabarkantha: તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય
Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો
UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ
UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!








