
UP Crime: ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોએ 14 વર્ષની એક છોકરીનું સ્કૂટી પર બળજબરીથી અપહરણ કર્યું હતુ. જ્યારે તેણે સામનો તો છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. સદનસીબે સ્કૂટીનું પેટ્રોલ ખતમ થઈ ગયું, અને છોકરી ભાગી જવામાં સફળ રહી. આ સનસનાટીભરી ઘટના શનિવારે બની હતી.
પીડિતાની કાકીએ શું કહ્યું?
પીડિતાની કાકીએ જણાવ્યું કે તેની ભત્રીજી લક્ષ્મી બજારમાં કામ કરે છે. દુકાનના માલિકે તેને કોઈ કામ માટે બહાર મોકલી હતી. રસ્તામાં ગામના બે શખ્સોએ ભૂરિયા અને પાત્રા આવ્યા અને કિશોરીને બળજબરીથી પકડીને સ્કૂટી પર બેસાડી લઈ ગયા હતા. જ્યારે છોકરીએ તેમનો વિરોધ કર્યો ત્યારે તેનું ગળું દબાવી દીધું અને છરી બતાવીને ધમકી આપી હતી.
બંને આરોપીઓની ધરપકડ
મળતી જાણકારી અનુસાર શનિવારની સાંજે લગભગ 4 વાગ્યે એક અજાણ્યા નંબર પરથી પરિવારને ફોન આવ્યો હતો કે ફૈઝાબાદ રોડ પર એક છોકરી રડતી જોવા મળી છે. જેથી પસાર થતા લોકોએ કહ્યું કે બે યુવાનો છોકરીને લઈ જઈ રહ્યા હતા. ત્યારે સ્કૂટીનું પેટ્રોલ ખતમ થઈ ગયું હતુ. જે તક જોઈને છોકરી ઝડપથી ભાગી ગઈ હતી. મામલાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ગોમતીનગરના ઇન્સ્પેક્ટર બ્રિજેશ ચંદ્ર તિવારીએ જણાવ્યું કે પોલીસે કેસ નોંધ્યો છે અને બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ, ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી








