
Controversial comment about Iqra Hassan: કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઠાકુર યોગેન્દ્ર સિંહ રાણાનો એક વીડિયો અને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ વીડિયો અને પોસ્ટમાં તેઓ યુપીની કૈરાના બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસન વિશે ટિપ્પણી કરતા જોવા મળે છે, જેના કારણે ભારે વિવાદ થયો છે. તેઓને સાંસદ ઈકરા હસન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરવી ભારે પડી છે. તેમના સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
વીડિયો વાયરલ થયા બાદ આરોપીએ ફોન બંધ કરી દીધો
વીડિયો વાયરલ થયા બાદ આરોપીએ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો છે અને હાલમાં તે ફરાર છે. પોલીસ ટીમો તેની શોધમાં શક્ય સ્થળોએ દરોડા પાડી રહી છે. આ ઘટના અંગે રાજકીય વર્તુળોમાં પ્રતિક્રિયાઓ આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
પોલીસે શું કહ્યું?
એસપી સિટી રણવિજય સિંહે કહ્યું કે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યોગેન્દ્ર રાણા નામના વ્યક્તિએ ઇકરા હસન પર ટિપ્પણી કરી હતી. આમાં એક મહિલા લાઇનપરમાં રહે છે, તેની પાસેથી ફરિયાદ મળી હતી, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે, આમાં તપાસ કરવામાં આવી રહી છે, આમાં જે પણ તથ્યો બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ઈકરા હસન વિશે શું કહ્યું?
વાયરલ થયેલા વીડિયો અને પોસ્ટમાં કરણી સેનાના ઉપાધ્યક્ષ ઠાકુર યોગેન્દ્ર સિંહ રાણાએ સપા સાંસદ ઇકરા હસનને લગ્નની ઓફર કરે છે. જેમાં તેઓ કહે છે કે ઈકરા હસન કુંવારી છે. હું તેનાથી ઓછો સુંદર નથી. મારી પાસે સારું ઘર, જમીન, મિલકત અને માલની કોઈ કમી નથી. મેં મારી પત્નીને પણ પૂછી લીધુ છે. મુરાદાબાદમાં મારા ઘણા ઘર છે. જો ઇકરા હસન ઇચ્છે તો તે મારી સાથે લગ્ન કરી શકે છે. હું તેને મારા ઘરમાં નમાઝ પઢવાની છૂટ આપીશ. પરંતુ એક શરત છે કે અસદુદ્દીન ઓવૈસી સાહેબ અને અકબરુદ્દીન ઓવૈસી સાહેબ મને જીજા કહેશે. હું ઇકરા હસન સાથેના લગ્ન કબૂલ કરુ છું, કબૂલ કબૂલ.
આ અંગેનો વીડિયો અને પોસ્ટ વાયરલ થયા બાદ રાણા ફસાયા છે. તેમની ચારેકોરથી ટીકા થઈ રહી છે.
કોણ છે ઠાકુર યોગેન્દ્ર સિંહ રાણા?
તમને જણાવી દઈએ કે ઠાકુર યોગેન્દ્ર સિંહ રાણા મુરાદાબાદનો રહેવાસી છે. તે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. તેઓ અગાઉ પણ આવા સંગઠનોમાં સક્રિય રહી ચૂક્યા છે. કરણી સેનાના ઉપાધ્યક્ષનો આ વીડિયો પર સમાજવાદી પાર્ટી ગુસ્સે છે. મુરાદાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ રુચિ વીરાએ કહ્યું કે, આ વીડિયો અસહ્ય છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. સપા સાંસદે કહ્યું કે તેઓ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે. અમારી પાર્ટી આનો વિરોધ કરે છે. આ બાબત સામે કાર્યવાહી થવી જોઈએ. પોલીસ ફરિયાદ નોંધાવી સુધી પણ વાત પહોંચી ગઈ હતી.
રાણા મુશ્કેલીમાં મૂકાયા
तुमसे अगर तुम्हारी पत्नी संभलती तों आज देश के सामने तूम #ठाकुर_साहब की इज्जत न गिराते, इतने योगेन्द्र सिंह राणा गिर गया,हिन्दू छोड़ मुस्लिम की बहन बेटियों के सामने अपमानित हों रहा हैं! pic.twitter.com/uUVVkG1cif
— Shivbachan Yadav SP🚲 (@yadav_Shivbacha) July 19, 2025
સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું- આખી પાર્ટી ઇકરા સાથે છે, આ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે
સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસન વિશે વિવાદાસ્પદ વીડિયો બનાવવાનો મામલો જોર પકડવા લાગ્યો છે. પાર્ટી આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહી છે. પાર્ટીના સાંસદ અને લોકસભામાં મુખ્ય દંડક ધર્મેન્દ્ર સિંહ યાદવે કહ્યું કે સંસદના આગામી સત્રમાં ઇકરા હસનનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે, આખી પાર્ટી ઇકરા હસનની સાથે ઉભી છે. 2027માં, અમે યુપીમાં ભારે બહુમતી સાથે સરકાર બનાવીશું.
પૂર્વ સાંસદે ભાજપ પર કર્યા પ્રહાર
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને મુરાદાબાદના પૂર્વ સાંસદ ડૉ. એસટી હસને આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે તેને માત્ર ઇકરા હસનનું જ નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ સમુદાય અને ભારતીય સંસદનું અપમાન ગણાવ્યું છે.
એસટી હસને કહ્યું કે ઇકરા હસન એક શરીફઝાદી છે અને એક સારા પરિવારમાંથી આવે છે. તે એક મુસ્લિમ સાંસદ છે અને તેના વિરુદ્ધ આવી અપમાનજનક ભાષા નિંદનીય છે. તેમણે યોગેન્દ્ર રાણાના નિવેદનને ઇવ ટીઝિંગની શ્રેણીમાં મૂક્યું અને પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે એક મહિલા સાંસદ સાથે આવું થઈ શકે છે, ત્યારે સામાન્ય દીકરીઓની સુરક્ષાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
સરકારના દાવાઓ પર થપ્પડ
ભાજપ સરકાર પર પ્રહાર કરતા ડૉ. હસને કહ્યું કે આવા નિવેદનો મહિલાઓની સુરક્ષાની વાત કરતી સરકારના દાવાઓ પર થપ્પડ છે. તેમણે પૂછ્યું કે જ્યારે એક સાંસદનું ખુલ્લેઆમ અપમાન થઈ રહ્યું છે અને સરકાર ચૂપ છે, તો સામાન્ય લોકોની દીકરીઓનું શું થશે? નોંધનીય છે કે લંડનથી અભ્યાસ કરીને પરત આવેલી ઇકરા પરિવારના રાજકીય વારસાને આગળ ધપાવી રહી છે.
પૂર્વ સાંસદે માંગ કરી હતી કે પોલીસ અને વહીવટીતંત્ર સમગ્ર મામલાની નોંધ લે અને યોગેન્દ્ર રાણાની તાત્કાલિક ધરપકડ કરે. તેમણે આરોપ લગાવ્યો કે આવા નિવેદનો હિન્દુ-મુસ્લિમ સમાજમાં નફરત ફેલાવવા અને મતોનું ધ્રુવીકરણ કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવે છે. પરંતુ, તેમણે એમ પણ ઉમેર્યું કે આજનો હિન્દુ સમાજ એટલો બુદ્ધિશાળી છે કે તે આવા ઉશ્કેરણીજનક નિવેદનોથી પ્રભાવિત થતો નથી.
આ પણ વાંચો:
Bihar Electon: નરેન્દ્ર મોદીની રેલી માટે ભીડ ભેગી કરવા રુ. 500 અને મીઠાઈના ડબ્બા આપ્યાના આરોપ
Ghaziabad: મોદીનગરમાં એમ્બ્યુલન્સે ટક્કર મારતાં 3 કાવડિયાઓના મોત, 2 સારવાર હેઠળ, જાણો વધુ
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
Dehradun: કાવડયાત્રામાં જંગલી હાથી ઘૂસી ગયો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ , કાવડિયાઓના થયા બેહાલ
America Plane Fire: ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ, સવાર હતા 226 મુસાફરો અને 9 ક્રૂ, જુઓ પછી શું થયુ?
Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?