UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

  • India
  • May 22, 2025
  • 4 Comments

UP husband murder case: ઉત્તર પ્રદેશના કાનપુરના સાધ વિસ્તારના લક્ષ્મણપુર ગામમાં 11 મેના રોજ થયેલી ધીરેન્દ્ર નામના વ્યક્તિની હત્યાનો સનસનાટીભર્યો ખુલાસો સાત દિવસ પછી થયો છે. મૃતક ધીરેન્દ્રની પત્ની રીના અને તેના ભત્રીજા સતીશ પર હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે. આ કેસમાં ચોંકાવનારી વાત એ હતી કે હત્યા બાદ પત્નીએ નિર્દોષ પડોશીઓ પર આરોપ લગાવી જેલમાં મોકલી દેવડાવ્યા હતા. જો કે પોલીસ તપાસમાં સત્ય બહાર આવતાં આખું ગામ ચોકી ઉઠ્યું છે.

વહેલી સવારે હોબાળો થયો, પડોશીઓ પર આરોપ

11 મેના રોજ સવારે મૃતકની પત્ની રીનાએ ઘરમાં હોબાળો મચાવ્યો અને દાવો કર્યો કે ગામની રહેવાસી કીર્તિ, તેના પુત્ર રવિ અને રાજુએ મળીને તેના પતિની હત્યા કરી છે. પત્ની રીનાએ વધુમાં આરોપ લગાવતાં કહ્યું હતુ કે આ લોકો સાથે પહેલા પણ ઝઘડો થયો હતો અને હવે તેમણે હત્યા કરી છે. રીનાની ફરિયાદ પર પોલીસે ત્રણેયની ધરપકડ કરી અને જેલમાં પુરી દીધા હતા.

મોબાઈલથી રહસ્ય ખુલ્યું, તેણે પોતાના ભત્રીજા સાથે 40 વાર વાત કરી

તપાસ દરમિયાન પોલીસને શંકા ગઈ ત્યારે તેમણે રીનાના મોબાઈલનો કોલ ડિટેલ રેકોર્ડ (સીડીઆર) કાઢી તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે રીનાએ 11 મેની રાત્રે તેના ભત્રીજા સતીશ સાથે 40 વાર વાત કરી હતી. એટલું જ નહીં ઘરમાં લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા, જેના કારણે મામલો વધુ શંકાના ઘેરામાં આવી ગયો હતો.

પોલીસ પૂછપરછમાં સતીશ ભાંગી પડ્યો, હત્યા કબૂલી

પોલીસનો દાવો છે કે જ્યારે સતીષને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલાત કરી કે તેના રીના સાથે આડા સંબંધો હતા. એક દિવસ રીનાના પતિએ બંનેને વાંધાજનક હાલતમાં જોઈ લીધા હતા. આ પછી, રીનાએ સતીષ સાથે મળીને રાત્રે તેના પતિને માર માર્યો અને સવારે હંગામો મચાવ્યો હતો અને પડોશીઓને પણ આ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

હત્યા બાદ આરોપીઓ અશ્લીલ વીડિયો જોતા રહ્યા

જ્યારે પોલીસે સતીશનો મોબાઈલ જપ્ત કર્યો, ત્યારે તેમને તેમાં ચોંકાવનારી વસ્તુઓ મળી. 11 મે થી 18 મે દરમિયાન સતીશે ઘણા પોર્નોગ્રાફિક વીડિયો ડાઉનલોડ કર્યા હતા. પોલીસને તેના મોબાઈલમાંથી બે ડઝનથી વધુ પોર્ન વીડિયો મળી આવ્યા હતા. હત્યા પહેલા રીનાએ તેનો મોબાઈલ ફોન તોડીને તળાવમાં ફેંકી દીધો હતો, જે અત્યાર સુધી મળ્યો નથી.

ગેરકાયદેસર સંબંધો સાબિત થયા, વીડિયોમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળ્યા

પોલીસને કોઈ અંતરંગ ફોટોગ્રાફ્સ મળ્યા ન હતા કારણ કે તે બંને એક જ વિસ્તારમાં રહેતા હતા અને સાવધ રહેતા હતા. જોકે, એક વીડિયો મળ્યો છે જેમાં રીના અને સતીશ સાથે ગીત સાંભળતા જોવા મળે છે. પોલીસનું માનવું છે કે આ વીડિયો તેમના સંબંધોને સાબિત કરવા માટે પૂરતો છે.

નિર્દોષોને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે

પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ત્રણ નિર્દોષ લોકોને ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત કરવામાં આવશે. એસીપી રણજીત કુમારે જણાવ્યું હતું કે બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તેમની વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા છે.

આ પણ વાંચો:

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

Donald Trump ના માથે ફરી સંઘર્ષવિરામનું ભૂત ધૂણ્યું, ‘સંઘર્ષનો ઉકેલ વ્યવસાયથી લાવ્યો’

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

 

Related Posts

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!
  • October 27, 2025

SIR: ચૂંટણી પંચે હવે બિહારની જેમ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કરવાની જાહેરાત કરી છે. દાવો છે કે નકલી મતદાર યાદીઓ અટકાવવા અને નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણી પંચે…

Continue reading
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’
  • October 27, 2025

BJP Minister Blames Victims in Indore Harassment: મહિલા વર્લ્ડ કપ મેચ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટર્સ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયેલી અપમાનજનક છેડતીની વાત વિશ્વમાં ચર્ચામાં છે. આ ઘટનાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 10 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 8 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 20 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 22 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા