
● એક એક કલાક ‘છી’ રોકીને લાઈનમાં ઉભા રહેતા સૈનિકો એટલા ત્રાસી ગયા છે કે ઈરાનનો નિવેડો આવે અને અમેરિકા પહોંચતા જ નોકરી જ છોડી દેવાનું વિચારી રહયા છે.
Donald Trump: ઈરાનને ઘેરીને મધ્ય-પૂર્વના મધ દરિયે ઊભેલું દુનિયાનું સૌથી મોટું અમેરિકન એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડમાં અજીબોગરીબ સ્થિતિ ઉભી થતા જહાજ પર તૈનાત સૈનિકો ત્રાસી ગયા છે અને રોજ સંડાસ ક્યાં કરવું તે મુંઝવણ ઉભી થઇ છે પરમાણુ ઊર્જાથી ચાલતા આ જહાજની સીવેજ સિસ્ટમ એટલે કે ટોઈલેટ સિસ્ટમ બગડી જતા જહાજ પર તૈનાત સૈનિકો ને સંડાસ અને પેશાબ ક્યાં કરવા જવું તે મુસીબત ઉભી થઇ છે, જહાજમાં લગભગ ૬૫૦ જેટલા ટોઈલેટ છે, જેમાંથી મોટાભાગના કામ નથી કરી રહ્યા પરિણામે જે કાર્યરત છે તેમાં જવા માટે સૈનિકોને પોણો કલાકથી એક કલાક સુધી સંડાસ રોકીને ઉભા રહેવું પડતું હોય તેઓની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને આ સૈનિકો ખૂબજ કંટાળી ગયા છે.
આ મહાકાય યુદ્ધ જહાજના ટોયલેટમાં ‘વેક્યુમ ટેકનિક’સિસ્ટમ લાગેલી છે, જેથી પાણીનો ઓછો વપરાશ થઈ શકે, પરંતુ તેનાથી એકદમ વિપરિત સ્થિતિ ઊભી થઈ છે. ૫,૦૦૦ જેટલા સૈનિકોના મળમૂત્રના નિકાલ માટે આ પાઈપ ખૂબ જ નબળા સાબિત થઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જહાજ પરના એન્જિનિયર ૧૯-૧૯ કલાક સુધી કામ કરી રહ્યા છે અને ગંદગી સાફ કરી રહ્યા હોવાછતાં કામ બની રહ્યું નથી.
બીજું કે આ પાઈપોમાં મળ જામ થઈ જતા તે સાફ કરવા માટે ખાસ પ્રકારનું એસિડ ફ્લશ કરવું પડી રહ્યું છે જેનો એક વખતનો ખર્ચો લગભગ ચાર લાખ કરોડ ડોલર આવી રહ્યો છે,આમ આ ખૂબજ ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે,મીડિયા અહેવાલો અનુસાર જહાજ પર તૈનાત યુવા સૈનિકો રોજની સંડાસ રોકીને ઉભા રહેવાની અસહ્ય વેદનાથી એટલી હદે કંટાળી ગયા છે કે તેઓ અમેરિકા પાછા ફર્યા પછી સેના છોડવાનું વિચારી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ જૂન ૨૦૨૫થી સમુદ્રમાં તૈનાત છે અને અમેરિકા દ્વારા તાજેતરમાં વેનેઝુએલા પર કરેલી સૈન્ય કાર્યવાહી દરમિયાન આ જહાજે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં વેનેઝુએલામાં અમેરિકન સૈનિકોએ કોઈ મોટી જાનહાનિ કર્યા વગર પ્રમુખ નિકોલસ માદુરોની ખૂબજ આસાનીથી ધરપકડ કરી હતી પણ હવે આજ જહાજમાં ટોયલેટ જામ થઈ જતા જહાજ ઉપર તૈનાત હજ્જારો સૈનિકોને સવાર સવારમાં ‘છી’ કરવાની સમસ્યા ઉભી થઇ છે પરિણામે સૈનિકો યુદ્ધ અગાઉ જ ત્રાસી ગયા છે.







