
Vadodara:ગુહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી મોટી ફાંકા ફોજદારી કરવામાં આવે છે કે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ ખરેખરમાં થાય છે શું ? ચમરબંધીઓ છૂટી પણ જાય છે અને ભાજપના કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. એક તરફ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં માસૂમ બાળકને ગુમાવનાર માતા બોલે છે તો મુખ્યમંત્રી કહે છે કે, તમે કોઈ એજન્ડાથી આવ્યા છો ત્યારે ભાજપના કાર્યક્રમમાં આરોપી આવે તો તેના પાછળનો શું એજન્ડા હશે?
બોટ કાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખાસ સ્થાન
વડોદરા હરણી બોટ કાંડ જેમાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોના ભોગ લેવાયા. આ બોટ દુર્ઘટનામાં માસ્ટરમાઈન્ડ ગોપાલ શાહ હાલ જામીન પર બહાર આવ્યો છે. અને આ આરોપી પર ભાજપના શાસકોને એટલો બધો પ્રેમ છે કે, તેમને ખોળામાં પણ બેસાડી દીધા. ગઈ કાલે આ આરોપી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બેઠો હતો. ત્યારે સવાલ તે થાય છે કે, હરણી બોટ કાંડમાં પોતાના બાળકોને ગુમાવનાર માતાએ જ્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ન્યાયની માંગ કરી ત્યારે તેમને આ કાર્યક્રમમાંથી દુર કરવાની સાથે તેમને પોલીસની કાર્યવાહીનો ભોગ બનવો પડ્યો અને જ્યારે પણ મુખ્યમંત્રી કે કોઈ મોટા નેતા આવે ત્યારે તેમને નજર કેદ કરવામાં આવે છે.
આરોપી ગોપાલ શાહ પર આટલો બધો પ્રેમ?
ત્યારે સવાલ તે થાય છે કે, મુખ્યમંત્રાના કાર્યક્રમમાં પીડિતોને નથી આવવા દેતા તો આરોપી ગોપાલ શહને કેમ બોલાવવામાં આવ્યો ? અને તેમને હોદ્દેદારોની આગળની સીટ પર ખાસ સ્થાન પણ આપવામા આવ્યું હતું. આ ઘટનાથી પીડિતો અને લોકોમાં ભારે રોષ છે ભાજપના શાસકોને આરોપી ગોપાલ શાહ પર આટલો બધો પ્રેમ કેમ છે?
આશીષ જોષીએ ઘટનાને વખોડી
આ મામલે વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશીષ જોષીએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, ગઈ કાલે વડોદરા કોર્પોરેશનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપવાના હતા આ કાર્યક્રમ માટે શહેરના તમામ કાઉન્સિલરોને આમંત્રણ આપવામા આવ્યું હતું. જો કે, આ કાર્યક્રમમાં મારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ઉપરથી હું આ કાર્યક્રમમાં જઈને કોઈ રજૂઆત ન કરું તે હેતુથી મને નજર કેદ કરવામા આવ્યો હતો. જ્યારે બીજી તરફ હરણી બોટ કાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહ હાજર રહ્યો હતો ત્યારે સવાલ તે થાય છે કે, આવા કાર્યક્રમમાં આમંત્રણ વગર કોઈ હાજર ન રહી શકે ત્યારે ગોપાલ શાહને કોણે આમંત્રણ આપ્યું ? પીડિતોને નજર કેદ કરવાના અને આરોપીને કાર્યક્રમમાં બોલાવવાની ઘટનાને આશીષ જોષીએ વખોડી કાઢી હતી.
એડવોકેટ હિતેશ ગુપ્તાએ ઘટનાને શરમજન ગણાવી
આ ઘટનાને શહેરના એડવોકેટ હિતેશ ગુપ્તાએ પણ શરમજન ગણાવી હતી તેમણે કહ્યું કે, તેમણે આ મામલે રોષ ઠાલવતા કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, આરોપી ગોપાલ શાહને બોલાવીને બોટકાંડના પીડિતો પર દબાણ ઉભું કરવામાં આવી રહ્યુ છે. એક તરફ આરોપી ગોપાલ શાહ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર હતો જ્યારે બાજી તરફ પીડિતોના ઘરે પોલીસનો પહેરો હતો. આ દર્શાવે છે કે, પીડિતો સાથે હળાહળ અન્યાય થઈ રહ્યો છે.
ભાજપનું નાક કપાયું
આમ આરોપી પર ઓળગોળ અને પીડિતો સાથે ગુનેગારો જેવું વર્તવ કરવામાં આવી રહ્યુ છે તેનાતી વધારે શરમજનક બાબત શું હોઈ, હવે પીડિતો ન્યાય ક્યાં માંગે ? આમ કોર્પોરેશનના સત્તાધીશો અને ભાજપના હોદ્દેદારોના કારણે ભાજપનું નાક કપાયું છે.
આ પણ વાંચો:
PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”
Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી








