
- VIDEO: દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે હાર સ્વીકારી, ભાજપને અભિનંદન આપ્યા
દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે હાર સ્વીકારી લીધી છે. તેમણે ભાજપને અભિનંદન આપ્યા છે. એક વીડિયો સંદેશ જાહેર કરતા કેજરીવાલે પોતાના તમામ કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું કે, જનતાનો નિર્ણય ગમે તે હોય, અમે તેને સ્વીકારીએ છીએ. હું ભાજપને અભિનંદન આપું છું. મને આશા છે કે જનતાએ જે આશાઓ અને અપેક્ષાઓ સાથે તેમને મત આપ્યા છે તેના પર તેઓ કામ કરશે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણીના ક્ષેત્રોમાં કામ કર્યું છે. હવે, લોકોએ અમને જે પણ નિર્ણય આપ્યો છે, અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીશું. અમે સત્તા માટે રાજકારણમાં નથી આવ્યા. અમે ભવિષ્યમાં પણ લોકોને તેમના સુખ-દુઃખમાં મદદ કરતા રહીશું.
કાર્યકર્તાઓને શુભેચ્છા આપતા કેજરીવાલે કહ્યું કે હું બધા કાર્યકર્તાઓને પણ શુભેચ્છા આપું છું, ચૂંટણી તો ખુબ જ મજબૂતીથી લડ્યા. આ ચૂંટણી દરમિયાન તેમણે ઘણું બધુ સહન કર્યું. અમે આવી રીતે જ આગળ કામ કરતાં રહીશું.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 8, 2025
દિલ્હીમાં બીજેપી અત્યાર સુધી 47 સીટો પર આગળ ચાલી રહી છે તેમાંથી કેટલાકી સીટો પર જીતી ચૂકી છે. તો આમ આદમી પાર્ટી 23 સીટોમાં આગળ ચાલી રહી છે અથવા જીતી ચૂકી છે. આ ચૂંટણી આયોગે આપેલા આંકડા છે.
ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર, આપનો વોટની ટકાવારી ઘણી ઓછી ઘટી ગઈ છે. તો બીજેપીના પોતાના મતદાન ટકાવારીમાં લગભગ 10 ટકાનો વધારો કર્યો છે.
આ પણ વાંચો- અમિત શાહે કહ્યું- દિલ્હીના લોકોએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહેલનો કર્યો નાશ