
Gujarat unseasonal rains: ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ પડી રહ્યા છે. ગુજરાતના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદ પડતાં જન જીવનને માઠી અસર થઈ છે. ગામડાંઓ સહિત શહેરી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. આજે રાત્રે પડેલા વરસાદથી લોકોને ભારે હલાકી પડી રહી છે.
અમદાવાદ શહેર પણ રાત્રીથી આજ સવાર સુધી ભારે વરસાદ પડ્યો છે. જેથી અમદાવાદના અનેક ઠેકાણાઓ પાણીથી ભરાઈ ગયા છે. વાહનચાલકો તેમજ કાયમી નોકરી જતાં લોકોને ભારે હાલાકી પડી છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વરસાદની આગાહી હોવા છતાં કોઈ પગલાં સરકાર દ્વારા લેવાયા નથી. જેથી ગુજરાતમાં અત્યાર સુધી 19 લોકોના મોત થઈ ગયા છે.
ક્યાંક હોર્ડિંગ પડવાથી તો ક્યાય ઝાડ, વીજળી પડવાથી લોકોએ જીવ ગુમાવ્યો છે. જોખમી વૃક્ષો ન કાપતા કે હોર્ડિંગ દૂર ન કરાવતાં લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ અમદાવાદમાં એક અત્યારથી જ ભૂવા પડવાનું શરુ થઈ ગયું છે.
સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના દસાડા, કચ્છના નખત્રાણા, સુરતના મહુવા, ભાવનગરના જેસર, ડાંગના વઘઇ, ગીર સોમનાથના ઉના, રાજકોટના જસદણ-વિંછિયા-જામકંડોરણા, બનાસકાંઠાના ધાનેરા, પંચમહાલના મોરવા હડફ, વલસાડમાં પણ પોણા ઈંચથી વઘુ વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. અહીં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભઠ્ઠા માલિકોને પણ ભાે નુકસાન થયું છે. કાચી ઈંટો પલડી જતાં લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખેડા જીલ્લામાં સૌથી વધુ 4 લોકોના મોત
ગુજરાતમાંથી ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે સૌથી વધારે ખેડા જીલ્લામાં 4, વડોદરામાંથી 3, અમદાવાદ-અરવલ્લી-દાહોદમાંથી 2-2 આણંદમાંથી 1 વ્યક્તિના મોત થયા હતા. મૃત્યુ પામનારામાં ચાર મહિલા અને 10 પુરૂષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ જીલ્લાઓમાં 26 પશુના પણ મૃત્યુ થયા છે.
આ પણ વાંચોઃ
પહેલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાનમાં ભારતનો હુમલો!, ભારતીય સેના શું કહી રહી છે? | Air strike
Surat ની હોસ્પિટલમાં આગ, દર્દીઓની હાલત કફોડી, સ્ટ્રેચર પર બહાર કાઢ્યા
‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge
ધોરાજી પાસે ઇનોવા કાર પલટી વૃક્ષ સાથે અથડાઈ, 4ના મોત, 2ને ગંભીર ઈજાઓ | accident
Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’
વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા
Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?
