Gujaratમાં વરસાદનો કહેર,19 લોકોના મોત, આગાહી છતાં તૈયારીઓ નહીં!

Gujarat unseasonal rains: ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ પડી રહ્યા છે. ગુજરાતના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદ પડતાં જન જીવનને માઠી અસર થઈ છે. ગામડાંઓ સહિત શહેરી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. આજે રાત્રે પડેલા વરસાદથી લોકોને ભારે હલાકી પડી રહી છે.

અમદાવાદ શહેર પણ રાત્રીથી આજ સવાર સુધી ભારે વરસાદ પડ્યો છે. જેથી અમદાવાદના અનેક ઠેકાણાઓ પાણીથી ભરાઈ ગયા છે. વાહનચાલકો તેમજ કાયમી નોકરી જતાં લોકોને ભારે હાલાકી પડી છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વરસાદની આગાહી હોવા છતાં કોઈ પગલાં સરકાર દ્વારા લેવાયા નથી. જેથી ગુજરાતમાં અત્યાર સુધી 19 લોકોના મોત થઈ ગયા છે.

ક્યાંક હોર્ડિંગ પડવાથી તો ક્યાય ઝાડ, વીજળી પડવાથી લોકોએ જીવ ગુમાવ્યો છે. જોખમી વૃક્ષો ન કાપતા કે હોર્ડિંગ દૂર ન કરાવતાં લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ અમદાવાદમાં એક અત્યારથી જ ભૂવા પડવાનું શરુ થઈ ગયું છે.

સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો છે.  સુરેન્દ્રનગરના દસાડા, કચ્છના નખત્રાણા, સુરતના મહુવા, ભાવનગરના જેસર, ડાંગના વઘઇ, ગીર સોમનાથના ઉના, રાજકોટના જસદણ-વિંછિયા-જામકંડોરણા, બનાસકાંઠાના ધાનેરા, પંચમહાલના મોરવા હડફ, વલસાડમાં પણ પોણા ઈંચથી વઘુ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. અહીં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભઠ્ઠા માલિકોને પણ ભાે નુકસાન થયું છે. કાચી ઈંટો પલડી જતાં લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડા જીલ્લામાં સૌથી વધુ  4 લોકોના મોત

ગુજરાતમાંથી ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે સૌથી વધારે  ખેડા  જીલ્લામાં 4, વડોદરામાંથી 3, અમદાવાદ-અરવલ્લી-દાહોદમાંથી 2-2 આણંદમાંથી 1 વ્યક્તિના મોત થયા હતા. મૃત્યુ પામનારામાં ચાર મહિલા અને 10 પુરૂષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ જીલ્લાઓમાં 26 પશુના પણ મૃત્યુ થયા છે.

આ પણ વાંચોઃ

પહેલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાનમાં ભારતનો હુમલો!, ભારતીય સેના શું કહી રહી છે? | Air strike

Surat ની હોસ્પિટલમાં આગ, દર્દીઓની હાલત કફોડી, સ્ટ્રેચર પર બહાર કાઢ્યા

‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge

ધોરાજી પાસે ઇનોવા કાર પલટી વૃક્ષ સાથે અથડાઈ, 4ના મોત, 2ને ગંભીર ઈજાઓ | accident

Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’

વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા

Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 2 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 3 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 7 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 10 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 6 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે