
Urvashi Rautela: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાનું મંદિર હોવાનો દાવો કરતાં ભક્તોમાં વિવાદ વકર્યો છે. ભક્તો કહે છે કે રૌતેલા માફી માગે. જ્યારે રૌતેલા કહે છે ભક્તો, સંતોમાં મારા નિવેદનને ગેરસમજણ ઉભી કરી છે. મેં માત્ર ઉર્વશી મંદિર કહ્યું ઉર્વશી રૌતેલા મંદિર કહ્યું નથી. એક ઈન્ટરવ્યૂમાં રૌતેલાએ બદ્રીનાથ ધામ પાસે ઉર્વશીનું મંદિર હોવા વિશે વાત કરી. તેમના નિવેદનથી સ્થાનિક પૂજારીઓ અને સ્થાનિકો ભક્તો રોષે ભરાઈ ગયા છે. અભિનેત્રીએ વાતચીતમાં દાવો કર્યો હતો કે “ઉત્તરાખંડમાં મારા નામે એક મંદિર છે. જો કોઈ બદ્રીનાથ જાય છે, તો તેની બાજુમાં જ એક ‘ઉર્વશી મંદિર’ છે.”
જો કે સ્થાનિક ભક્તોએ આ દાવાઓને સખત વિરોધ કર્યો છે. બદ્રીનાથ ધામના પૂર્વ ધાર્મિક અધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલે મીડિયાને જણાવ્યું હતું કે ઉર્વશીના નિવેદનો “ભ્રામક” છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ મંદિર વાસ્તવમાં હિન્દુ પૌરાણિક કથાઓમાંથી દેવી ઉર્વશીને સમર્પિત છે અને તેને 108 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે.
તેમણે કહ્યું, “આ તેમનું મંદિર નથી. આવા નિવેદનો અસ્વીકાર્ય છે અને સરકારે આવા દાવા કરનારા કોઈપણ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.” બ્રહ્મા કપાલ તીર્થ પુરોહિત સોસાયટીના પ્રમુખ અમિત સતીએ પણ અભિનેત્રીના નિવેદનની નિંદા કરી અને કહ્યું કે પ્રાચીન મંદિર કોઈ વ્યક્તિ સાથે નહીં પણ દેવી ઉર્વશી સાથે સંકળાયેલું છે. તેમણે કહ્યું, “આવા નિવેદનો અહીંના લોકોની ધાર્મિક લાગણીઓનો અનાદર કરે છે.”
ભક્તો દ્વારા ઉર્વશી રૌતેલા ટ્રોલ
ઈન્ટરવ્યૂ જોયા બાદ રૌતેલાના નિવેદનથી ભકતોમાં રોષ છે. તેમની લાગણી દુભાઈ ગઈ છે. જેથી બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડ્યું છે. સ્થાનિક સંતો અને ભક્તોએ પણ તેના નિવેદનો વિરોધ કર્યો છે.જો કે રૌતેલાનું કહેવું છે ભક્તોની ગેરસમજ થઈ છે.
આ પણ વાંચોઃ
Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!
Rajkot: બાળકીના ગુપ્તાંગમાં પેન નાખ્યાના આક્ષેપ, કર્ણાવતી સ્કૂલની શિક્ષિકાએ આક્ષેપોને નકાર્યા
Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત
Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન
Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા