Accident: વડોદરામાં બસ પાછળથી ટ્રકમાં ઘૂસી, 2ના મોત, સુરતમાં પોલીસવાને ટક્કર

  • વડોદરામાં ટ્રાવેલ્સ બસ ટ્રક પાછળ ઘૂસી, 2 ના મોત, 8 ઈજાગ્રસ્ત
  • સુરતમાં ટ્રકે પોલીસવાન સહિત 4 વાહનને ટક્કર મારી
  • સુરતમાં અકસ્માત સ્થળે પહોંચી પોલીસને નડ્યો અકસ્માત

Accident:  વડોદરા સહિત સુરતમાં ભયંકર અકસ્માત થયા છે. વડોદરામાં થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગોલ્ડન ચોકડી પાસે ટ્રાવેલ્સ બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જ્યારે એક બીજો અકસ્માત સુરતમાં થયો છે. જેમાં 4 વાહનોને ટ્રકે અડફટે લીધા છે.  બે પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

વડોદરામાં રાત્રે 11 વાગ્યે અકસ્માત થયો

વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ગત રાત્રે 11 વાગ્યે ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે લોકોના કરુણ મોત થઈ ગયા છે. સુરતથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વડોદરામાં અકસ્માતનો ભોગ બનેલા મૃતકોના નામ

  1. ચંદુભાઈ સવજીભાઈ કુંભાણા (ઉ.વ. 58, રહે અમદાવાદ)
  2. પાર્થ કિશોરભાઈ બાવળિયા (ઉ.વ.  25, રહે અમરેલી)

સુરતમાં પૂર ઝડપે આવેલી ટ્રકે 4 વાહનોને મારી ટક્કર, 4 ઈજાગ્રસ્ત

વધુ એક અકસ્માતની ઘટના સુરતમાં બની છે. કામરેજ વિસ્તારમાં નવાગામ  નજીક એક બેકાબૂ ટ્રકે 4 વાહનોને અડફેટે લીધા છે. જેમાં એક પોલીસ વાનનો પણ સમાવેશ થાય છે. નવાગામ બ્રિજ પર એક પિકઅપ બોલેરો પલટી મારી ગઇ હતી. આ અકસ્માતને પગલે ટ્રાફિક હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તે દરમિયાન ટ્રકે પોલીસવાન, NHAIની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો અને ટ્રેલરને ટક્કર મારી આગળ નીકળી ગઈ હતી. આ ઘટનામાં 2 પોલીસકર્મી સહિત 5 જેટલાંલોકો અડફેટે ચડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ક્લીનરને ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

અકસ્માત થતાં પોલીસ તપાસ અને ટ્રાફિક હળવો કરવા પહોંચી હતી

 અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોના ચાલક રાધે ક્રિષ્ના પાંડેને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. આ જ અકસ્માતમાં તપાસ અને ટ્રાફિક હળવો કરવા પોલીસકર્મીઓ વાન લઈને પહોંચ્યા હતા. જો કે માતેલા સાંઢની જેમ આવેલી ટ્રકે  4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં પોલીસકર્મીઓની ગાડીનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં  ઈજાગ્રસ્ત બે પોલીસકર્મી કિરણ સિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવા સહિત 4થી વધુ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

Rahul Gandhi: રાહુલે અમેરિકામાં ભારતીય ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા, ચૂંટણીપંચ પાસેથી વીડિયો માંગ્યા પણ…

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

Gondal માં એક સાથે ચાર અર્થી ઉઠી, કાર અકસ્માતમાં પરિવારને કાળ ભરખી ગયો

હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal

 

Related Posts

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
  • August 8, 2026

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 4 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 5 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 8 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 6 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 9 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 9 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા