‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge

  • India
  • May 6, 2025
  • 7 Comments

Mallikarjun Kharge’s claim: ઝારખંડની રાજધાની રાંચીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે આજે 6 મેના રોજ દાવો કર્યો હતો કે વડા મોદીને જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલો મળ્યા હતા. એટલે જ તેમણે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ ટાળ્યો હતો. તેમણે કહ્યું કે પહેલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાનને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. તેથી તેમણે કાશ્મીર જવાનો પોતાનો કાર્યક્રમ રદ કર્યો. મેં આ એક અખબારમાં પણ વાંચ્યું હતું. જો ખડગેનો દાવો સાચો હોય તો સવાલએ થાય કે મોદીએ 26 લોકોને કેમ મરવા દીધા. તેમણે આગળથી જ ખબર હતી તો તેમણે હુમલો કેમ થવા દીધો? વિપક્ષોના આ સવાલોથી મોદી બરાબર ઘેરાયા છે.

‘સર્વપક્ષીય બેઠકમાં PM મોદીએ સ્વીકાર્યું કે ગુપ્તચર માહિતીમાં ખામીઓ હતી’

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. ઝારખંડની રાજધાની રાંચીમાં ‘બંધારણ બચાવો’ રેલીને સંબોધતા કોંગ્રેસ વડાએ દાવો કર્યો હતો કે સર્વપક્ષીય બેઠક દરમિયાન મોદીએ સ્વીકાર્યું હતું કે ગુપ્તચર ખામીઓ હતી.

‘પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કરવામાં આવ્યા?’

ખડગેએ સરકારને તીખા પ્રશ્નો પૂછ્યા હતા. આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કર્યા? શું કેન્દ્ર સરકારે પહેલગામ હુમલામાં થયેલા જાનમાલના નુકસાન માટે જવાબદાર ન ગણવું જોઈએ જ્યારે તેણે પોતે જ ગુપ્તચર ભૂલો સ્વીકારી છે? ખડગેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સંભવિત આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલોને પગલે પીએમ મોદીએ તેમની કાશ્મીર મુલાકાત રદ કરી હતી.

‘ભાજપ ફક્ત ‘જુમલા’માં માને છે’

ખડગેએ વધુમાં કહ્યું અમે ભારત માટે, ગરીબ લોકો માટે, આદિવાસીઓ માટે લડીએ છીએ. ભાજપ ફક્ત ‘જુમલા’માં માને છે. કોંગ્રેસ નેતા ખડગેએ આરોપ લગાવ્યો કે PM મોદીની નીતિ જાહેર ક્ષેત્રની સંસ્થાઓને બંધ કરવાની અને SC, ST, OBC સમુદાયો પાસેથી નોકરીઓ છીનવી લેવાની છે.

ભાજપે વળતો પ્રહાર કર્યો

આ મામલે ભાજપે વળતો પ્રહાર કર્યો. ઝારખંડ ભાજપના વડા બાબુલાલ મરાંડીએ કહ્યું કે ખડગેની ટિપ્પણી એવા નિર્ણાયક સમયે આવી છે જ્યારે આતંકવાદ અને પાકિસ્તાન સામેની લડાઈ નિર્ણાયક તબક્કે છે.

આ પણ વાંચોઃ

લાંચ આપી કોન્ટ્રેક્ટ લેવાના કેસમાં અદાણીની મુશ્કેલી વધશે કે કેસ રફેદફે? | America | Adani |

Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’

વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા

Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ

Related Posts

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું
  • September 22, 2026

SC Delhi SIR Voter Notice: દિલ્હીની મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન આશરે 33.13 લાખ મતદારોને નોટિસ આપવામાં આવતાં સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને માપદંડોને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ…

Continue reading
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ
  • September 22, 2026

SC Vande Mataram Case: 22 સપ્ટેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ‘વંદે માતરમ’ને લઈને ચાલી રહેલા મહત્વપૂર્ણ કાનૂની વિવાદમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અદાલત સમક્ષ મુખ્ય પ્રશ્ન એ છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 8 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 7 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 7 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’