
Pakistan Target on Golden Temple: પાકિસ્તાની સેનાએ પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય વાયુ સેનાએ આકાશ મિસાઇલનો ઉપયોગ કરીને પાકિસ્તાનના નાપાક કૃત્યને નિષ્ફળ બનાવ્યું. 15 મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (JOC) મેજર જનરલ કાર્તિક સી શેષાદ્રીએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી સ્થળો પર ભારતના હુમલાના જવાબમાં 7-8 મેની રાત્રે અમૃતસરના સુવર્ણ મંદિરને (Golden Temple) ડ્રોન અને મિસાઇલોથી નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
#WATCH | Amritsar, Punjab: Indian Army shows a demo of how Indian Air Defence systems, including AKASH missile system, saved the Golden Temple in Amritsar and cities of Punjab from Pakistani missile and drone attacks. pic.twitter.com/3HchX0yHJI
— ANI (@ANI) May 19, 2025
સેનાએ હુમલો નિષ્ફળ બનાવાયો
મેજર જનરલ કાર્તિકે કહ્યું કે ભારતીય સેના હુમલાને રોકવા માટે પહેલાથી જ સંપૂર્ણપણે તૈયાર હતી, સુવર્ણ મંદિર પર હુમલો થવાની સંભાવના હતી. આપણા બહાદુર અને સતર્ક આર્મી એર ડિફેન્સ ગનર્સે પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા. સુવર્ણ મંદિર પર નિશાન સાધેલા બધા ડ્રોન અને મિસાઇલો તોડી પાડવામાં આવ્યા. ભારતીય સેનાએ આજે આકાશ મિસાઇલ સહિતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ અમૃતસરના સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી કેવી રીતે સુરક્ષિત રાખ્યા તેનું પ્રદર્શન કર્યું હતું.
&
#WATCH | Amritsar, Punjab: Indian Army shows debris of Pakistan-launched missiles that were intercepted and taken down by Indian Air Defence systems. pic.twitter.com/dxH1mDOpHU
— ANI (@ANI) May 19, 2025
nbsp;
લોકોએ હુમલો રોકવામાં સહકાર આપ્યો
અમૃતસરમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલા દરમિયાન, સ્થાનિક રહેવાસીઓએ પણ સુરક્ષા દળોને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાની ડ્રોન ઉડતા આવ્યા, પણ સેનાએ તે બધાને તોડી પાડ્યા. તેમણે શ્રી હરમંદિર સાહિબ (સુવર્ણ મંદિર) અને સમગ્ર શહેરનું રક્ષણ કર્યું. તેમણે ધાર્મિક સ્થળોનું પણ રક્ષણ કર્યું. અમે અમારા સુરક્ષા દળો સાથે ખભે ખભા મિલાવીને ઉભા છીએ. ભારતીય સેનાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઇલોથી સુરક્ષિત રાખ્યા હતા. આ સંરક્ષણ પ્રણાલી આકાશ મિસાઇલ અને L-70 એર ડિફેન્સ ગનથી સજ્જ છે, જેની મદદથી હુમલા કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ
Surat: ગેંગરેપની ઘટનામાં BJPના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ
Jyoti Malhotra બાદ Youtuber Priyanka Senapati પણ પાકિસ્તાની જાસૂસ નિકળી?
Kheda: ડીજે વગાડતા પહેલા સાવધાન, કલેક્ટરે ડીજે પર પ્રતિબંધ ફરમાવ્યો, થશે કડક કાર્યવાહી
Jyoti Malhotra જેવા દેશભક્તિનો ઢોંગ કરતા હજુ કેટલા પાકિસ્તાની જાસૂસો હશે ?
PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?
Dahod Mgnrega Scam: આખરે ભ્રષ્ટાચારનો ઘડો ફૂટ્યો ! મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસના સકંજામાં
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો
ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…
Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત
શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?
Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા
surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?
Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?
surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો: