surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

surendranagar: રાજ્યમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. રાજ્યમાં નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ હોવા છતા તેનું બેફામ વેચાણ થતું હોય છે પરંતુ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે કે, ગુજરાતમાં પોલીસ નશાખોરો અને નશાનો વેપલો ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ અહીં તો ખુદ ભાજપના ધારાસભ્ય જ નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે તેઓ નશો કરતા બંધાણીઓને એક થવાની હાંકલ કરી છે અને તે પણ એક ધાર્મિક કાર્યક્રમમાં. એટલું જ નહીં પરંતુ સરકાર “અફીણ” માટે લાયસન્સની વ્યવસ્થા કરી આપે તે માટે સરકાર સાથે બગાવત કરવાની પણ તૈયારી કરી રહ્યા છે ત્યારે શું હવે આ ધારાસભ્ય સામે કોઈ પગલા લેવાશે ખરા તેવા સવાલ થઈ રહ્યા છે.

નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ગઢડા ગામે ધાર્મિક કામ માટે ગયેલા ચોટીલાના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણએ નશો કરવાની વાત કરવા લાગ્યા હતા. ગુજરાતમાં અફિણની ખેતી પર અને તેનો નશો કરવા પર પ્રતિબંધ છે. છતા તેઓ અફીણનો નશો કરતાં બંધાણીઓને એક બનવા હાકલ કરી હતી. એટલું જ નહીં પરંતુ નશો કરવાનો પરવાનો આપવા ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે બગાવત કરવા સંગઠિત બની સરકાર સામે મોરચો માંડવા વાત કહી હતી. તેમણે કહ્યું કે, 500 બંધાણી ભેગા થઈને કહો કે સુરેન્દ્રનગર જિલ્લામાં અફિણનો નશો કરવાનો પરવાનો આપો નહીંતર એક પણ ધારાસભાને જીતાડશું નહીં. તો સરકાર “અફીણ” માટે લાયસન્સની વ્યવસ્થા કરી આપે.

ચોટીલામાં કોલસા કૌભાંડના મજુરોને અપાય છે અફીણ

જો કે, ચોટીલામાં રૂ. 10 હજાર કરોડનો કોલસો ગેરકાયદેસર ખોદવાના કૌભાંડમાં મજૂરોને અફિણ આપી કામ કરાવાય છે. તે અંગે ધારાસભ્ય શામજી કંઈ બોલવા તૈયાર નથી. ત્યારે શું આ ધારાસભ્ય કૌભાંડમાં સામેલ છે જેન કારણે તેઓ કંઈ બોલી નથી રહ્યા ? અફીણનો નશો સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવા છતા તેઓ નશો કરવાનો પરવાનો લેવા માટે બંધાણીઓને એક થવા કેમ હાંકલ કરી રહ્યા છે ? આના પાછળ તેમનો અંતગ સ્વાર્થ છે કેમ તેઓ નશાને પ્રોત્સાહન આપી રહયાછે ?

ભાજપ સરકારની નશાબંધીની નીતિ પર સવાલો ઉઠ્યા

ગુજરાતમાં અફીણની ખેતી અને તેના નશા પર કડક પ્રતિબંધ હોવા છતાં, ભાજપના ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે ધાર્મિક કાર્યક્રમમાં અફીણનો નશો કરતા બંધાણીઓને એક થવાની હાકલ કરી છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપ સરકારની નશાબંધીની નીતિ પર સવાલો ઉઠવા લાગ્યા છે. જો ભાજપના ધારાસભ્ય જ નશાની વાતો કરે, તો ગૃહ વિભાગ શું કરી રહ્યું છે?
ગુજરાતમાં અફીણની ખેતી અને વપરાશ પર કડક પ્રતિબંધ હોવા છતાં, ભાજપના ધારાસભ્યની આ હાંકલે ગૃહ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જો સરકારના જ ધારાસભ્ય ખુલ્લેઆમ નશાને પ્રોત્સાહન આપે, તો સામાન્ય નાગરિકો પાસેથી કાયદાનું પાલન કેવી રીતે અપેક્ષાય? આ ઘટનાએ ગૃહમંત્રી સંઘવીની નશામુક્ત ગુજરાતની બડાઈઓને ખોટી સાબિત કરી દીધી છે.

શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

જો સરકાર સમાન્ય લોકોમાંથી કે વિપક્ષમાંથી કોઈએ આ વાત કરી હોત તો તેની સામે પગલા ચોક્કસથી લેવાયા હોત. ત્યારે શું શામજી ચૌહાણ ભાજપના ધારાસભ્ય છે એટલા માટે તેમના પર કોઈ પગલા નહીં લેવાય ? ગુજરાતમાં અફિણની ખેતી પર અને તેનો નશો કરવા પર પ્રતિબંધ હોવા છતા ખુદ ભાજપ ધારાસભ્ય જ આવી વાત કરી રહ્યા હોય તે કેટલી યોગ્ય? શું નશાબંધી વાળા ગુજરાતમાં નશાની પરવાનગી માટે હાંકલ કરનારા ભાજપના ધારાસભ્યને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે ખરી? ભાજપ હાઈકમાન્ડ અને ગૃહ વિભાગ આ મામલે શું પગલાં લે છે, તેના પર રાજ્યની જનતાની નજર રહેશે.

આ પણ વાંચોઃ

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 10 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત