Kutch ના દરિયાકાંઠે ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, પેટ્રોલિંગમાં BSF ને ડ્રગ્સના 7 પેકેટ મળ્યા

Kutch: ગુજરાતના કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરીન ઘટના અવાર નવાર સામે આવે છે. ત્યારે આજે કચ્છના દરિયાકાંઠે ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. તાજેતરમાં લખપતના રોડાસર-મેડી નજીકના દરિયાકાંઠે બિનવારસી ડ્રગ્સના 7 પેકેટ મળી આવ્યા છે.

કચ્છના દરિયાકાંઠે ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

મળતી માહિતી મુજબ BSFના જવાનો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ શંકાસ્પદ પેકેટો જપ્ત કરવામાં આવ્યા હતા, જેને હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે કચ્છના દરિયાકાંઠે વારંવાર ડ્રગ્સના પેકેટ મળવાથી રાજ્યની નશામુક્ત ગુજરાતના દાવા પર પ્રશ્ન ઉભા કરે છે.

કચ્છનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે હોટસ્પોટ!

લખપતના રોડાસર-મેડી વિસ્તારમાં BSFના જવાનો નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને દરિયાકાંઠે બિનવારસી 7 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. આ પેકેટોને તાત્કાલિક કબજે લઈને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે કચ્છનો દરિયાકાંઠો ડ્રગ્સની દાણચોરી માટે હોટસ્પોટ બની રહ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી અનેકવાર બિનવારસી ડ્રગ્સના જથ્થા મળી આવ્યા છે, જે દરિયાઈ માર્ગે થતી દાણચોરીની સમસ્યાને ઉજાગર કરે છે.

ડ્રગ્સની હેરાફેરી પર નિયંત્રણ શક્ય?

કચ્છનો દરિયાકાંઠો લાંબા સમયથી ડ્રગ્સની દાણચોરીનું કેન્દ્ર રહ્યો છે. આવી ઘટનાઓ વધતા બીએસએફે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ સઘન કર્યું છે. જોકે, વારંવાર ડ્રગ્સના પેકેટ મળવા એ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ ખુલ્લેઆમ કરી રહ્યા છે. આ ઘટનાઓ રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓની દાણચોરી રોકવાની ક્ષમતા પર સવાલ ઉભા કરે છે.

નશામુક્ત ગુજરાતનો દાવો ફરી પડકારાયો

ગુજરાત સરકાર નશામુક્ત રાજ્યના દાવા કરે છે, પરંતુ કચ્છના દરિયાકાંઠેથી વારંવાર મળતા ડ્રગ્સના જથ્થા આ દાવાને પોકળ સાબિત કરે છે. બીએસએફના પ્રયાસો છતાં, ડ્રગ્સની હેરાફેરીનો સિલસિલો ચાલુ જ છે, જે દર્શાવે છે કે આ માફિયાઓનું નેટવર્ક ઊંડે સુધી ફેલાયેલું છે. આ ઘટનાએ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની દાણચોરી રોકવા માટે વધુ કડક પગલાંની જરૂરિયાત ઉભી કરી છે. BSFએ આ વિસ્તારમાં સતર્કતા વધારી હોવા છતાં, આવી ઘટનાઓ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો:

Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ

કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak

Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!

Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો

Ahmedabad: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત, બે ટ્રકની ટક્કર બાદ આગ, ડ્રાઈવર ઘાયલ

Bengaluru Stampede:શું કર્ણાટક સરકાર RCBની જીતનો લાભ લેવાના ચક્કરમાં લોકોને બચાવવાનું ભૂલી ગઈ?

Gujarat Weather: હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી, આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

Surat: નિર્દોષો ભોગ લેતા ગેરકાયદેસર પતરાના ડોમ પર બુલડોઝર ક્યારે ચાલશે?

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

ભાગેડુ વિજય માલ્યાએ RCB ને આપ્યા અભિનંદન, શું માલ્યાની RCB માં હિસ્સેદારી છે?

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

  • October 31, 2026
  • 4 views
West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

  • October 31, 2026
  • 5 views
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

  • October 31, 2026
  • 6 views
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

  • October 31, 2026
  • 6 views
UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

  • October 31, 2026
  • 13 views
UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

  • October 31, 2026
  • 10 views
IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો