Ahmedabad plane crash: મોતનો આંકડો 290 પર પહોંચાવીની આશંકા

Ahmedabad plane crash:  આજે ગુરુવારે (12 જૂન) બપોરે ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયા(Air India)નું પેસેન્જર વિમાન ક્રેશ થઈ ગયું છે. જેથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે.  અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશની ઘટના ઘટી છે. આ વિમાનમાં 242 જેટલાં મુસાફરો સવાર હતા. જેમાંથી માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે. જ્યારે જે હોસ્ટેલ પર વિમાન પડ્યું તેના ઈન્ટર્ન ડોક્ટરના મોત થયા છે. આમ કુલ મૃત્યુઆંક  290 સુધી પહોંચવાની આશંકા છે.  જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો પણ સમાવેશ થાય છે. તેઓ લંડન જઈ રહ્યા હતા.

ટાટા ગ્રુપે મૃતકોના પરિજનો માટે એક એક કરોડની સહાય જાહેર કરી 

 દુર્ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિજનો માટે એક એક કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે.  ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉઠાવશે તથા B J મેડિકલની નવી હોસ્ટેલ બનાવવામાં પણ મદદ કરશે.

ક્રેશ થયેલા વિમાનમાં 57 વિદેશી નાગરિકો હતા

દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડિયાના વિમાનમાં ભારતીયો ઉપરાંત વિદેશી નાગરિકો પણ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કુલ 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. વિમાનમાં બ્રિટનના 52 મુસાફરો, પોર્ટુગલના 6 અને કેનેડાની એક વ્યક્તિ હતી.

અમદાવાદ એરપોર્ટ પરથી બધી ફ્લાઇટ્સ રદ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અમદાવાદથી લંડન, ગેટવિક જતી ફ્લાઇટ આજે બપોરે  ટેકઓફ થયાના થોડા સમય પછી એરપોર્ટની બહાર ક્રેશ થઈ ગઈ હતી.

   પૂર્વ મુખ્યમંત્રી રુપાણી(Vijay Rupani)નું અવસાન

गुुजरात के पूर्व मुख्यमंत्री विजय रुपाणी (फाइल फोटो)

  અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં કુલ 242  મુસાફરો સવાર હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર  હતા. જાણવા મળી રહ્યું છે તેમનું મોત થઈ ગયું.

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કાર્યક્રમ છોડીને અમદાવાદ પહોંચ્યા

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ NDA સરકારની પ્રથમ વર્ષગાંઠના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે વિજયવાડામાં હતા, તેઓ વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા હતા.

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે DGCAનું નિવેદન

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનના દુર્ઘટના અંગે DGCAએ નિવેદન જારી કર્યું છે. DGCAએ કહ્યું છે કે 12 જૂને, B787 વિમાન VT-ANB (અમદાવાદથી ગેટવિક જતું) ફ્લાઇટ AI-171 ચલાવતી વખતે ક્રેશ થયું હતું. વિમાનમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ સહિત 242 લોકો સવાર હતા. વિમાનનું નેતૃત્વ કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે કર્યું હતું. કેપ્ટન સુમિત સભરવાલ 8200 કલાકનો અનુભવ ધરાવતા એલટીસીમાં છે. કો-પાયલટને ૧૧૦૦ કલાક ઉડાનનો અનુભવ હતો. એટીસીના જણાવ્યા અનુસાર, વિમાને અમદાવાદથી 1:39 વાગ્યે રનવે 23 પરથી ઉડાન ભરી હતી. રનવે 23 પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, વિમાન એરપોર્ટની બહાર જમીન પર તૂટી પડ્યું. ક્રેશ સ્થળ પરથી ભારે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો.

એર ઇન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરનનું નિવેદન

હું ઊંડા દુઃખ સાથે પુષ્ટિ કરું છું કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ  આજે ક્રેશ થઈ ગઈ. આ વિનાશક ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોના પરિવારો અને પ્રિયજનો સાથે અમારી સંવેદના છે. આ સમયે, અમારું પ્રાથમિક ધ્યાન તમામ અસરગ્રસ્તો અને તેમના પરિવારોને ટેકો આપવા પર છે. અમે સ્થળ પર કટોકટી પ્રતિભાવ ટીમોને મદદ કરવા અને અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય અને સંભાળ પૂરી પાડવા માટે અમારી શક્તિમાં બધું કરી રહ્યા છીએ. એક કટોકટી કેન્દ્ર સક્રિય કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

મોદી મિત્ર ટ્રમ્પે આર્મી ડે સેલિબ્રેશનમાં પાકિસ્તાનના આસિફ મુનિરને આમંત્રિત કેમ કર્યા? America invited Pakistan

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

જામગનરમાં 1 લાખની લાંચ લેતા POLICE પકડાયો, PSI અને રાઈટર ફરાર

ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો

Dehradun: પોલીસને જોતા જ પટાવાળોએ 2 હજાર રુપિયા પેટમાં ઉતારી દીધા!

જામગનર ACBની ટ્રેપમાં ગાંધીનગરમાંથી ASI 2 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો

Ahmedabad:શહેરની જાણીતી કલબમાં પોલીસના દરોડા, દારૂની મહેફિલ માણતા 9 લોકોની અટકાયત

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ

 

Related Posts

Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?
  • September 26, 2026

Jetpar Farmers Protest: જેતપરમાં વીજલાઈન, વીજપોલ અને કોરિડોરથી અસરગ્રસ્ત જમીનના વળતરના મુદ્દે ખેડૂતોનું આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે. સત્યાગ્રહ છાવણીમાં મહિનાઓથી ખેડૂતો બેઠા છે અને હવે આ મુદ્દે વિરોધ…

Continue reading
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ
  • September 26, 2026

Dholka Chemical Water Pollution: ધોળકા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મુદ્દે સ્થાનિક ખેડૂતો અને અસરગ્રસ્ત લોકોનું આંદોલન 34 દિવસથી ચાલી રહ્યું છે. વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

  • September 26, 2026
  • 3 views
Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

  • September 26, 2026
  • 5 views
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 5 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 6 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 9 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 9 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ