minor girl harassed:’નડિયાદમાં 3 મહિનામાં 200 પુરુષોએ મારા પર રેપ કર્યો’ 12 વર્ષની બાંગ્લાદેશી બાળાએ જે કહ્યું તેને જાણીને તમે હચમચી જશો

minor girl harassed: મુંબઈના નાલાસોપારામાં એક ચોંકાવનારા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં 12 વર્ષની બાંગ્લાદેશી છોકરીને બચાવી લેવામાં આવી હતી. છોકરીએ જણાવ્યું કે તેને ગુજરાતના નડિયાદમાં ત્રણ મહિના સુધી રાખવામાં આવી હતી, જ્યાં 200 થી વધુ લોકોએ તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

નડિયાદમાં 12 વર્ષની કિશોરી પર 200 લોકોએ આચર્યું દુષ્કર્મ

માનવ તસ્કરીની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નાલાસોપારા નજીક નાયગાંવમાં એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટના ખુલાસામાં 12 વર્ષની એક બાળકીને બચાવી લેવામાં આવી છે. આ છોકરી બાંગ્લાદેશી છે. તેની સાથે જે બન્યું તે ભયાનક છે. છોકરીએ જણાવ્યું કે ત્રણ મહિનામાં 200 થી વધુ લોકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું.

10 લોકોની ધરપકડ

આ 12 વર્ષની બાંગ્લાદેશી છોકરીને 26 જુલાઈના રોજ બચાવી લેવામાં આવી હતી. સેક્સ રેકેટ ચલાવનારાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડો એક્ઝોડસ રોડ ઈન્ડિયા ફાઉન્ડેશન અને હાર્મની ફાઉન્ડેશન NGO ના સહયોગથી પાડવામાં આવ્યો હતો. મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે. જેમાં ચાર  બાંગ્લાદેશી નાગરિકો, મોહમ્મદ ખાલિદ અબ્દુલ બાપારી (૩૩), ઝુબૈર શેખ (૩૮), શમીમ સરદાર (૩૯) અને રૃબી બાપારી (૨૧) આ ઉપરાંત, વિરારના ઉજ્જવલ કુંડુ (૩૫) અને પરવીન કુંડુ (૩૨), ગુજરાતના ખેડાના પ્રીતિબેન મોહિડા (૩૭), નિકેત પટેલ (૩૫) અને અહિલ્યાનગરના સોહેલ શેખ (૨૩)નો સમાવેશ થાય છે.

નડિયાદમાં 3 મહિના સુધી ગોંધી રાખવામાં આવી

હાર્મની ફાઉન્ડેશનના સ્થાપક અબ્રાહમ મથાઈએ જણાવ્યું કે રિમાન્ડ હોમમાં છોકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્યારે છોકરીએ પોતાની વાત કહી તો બધાના હોશ ઉડી ગયા. તેણીએ જણાવ્યું કે તેણીને ગુજરાતના નડિયાદ લઈ જવામાં આવી હતી. ત્યાં તેણીને ત્રણ મહિના સુધી રાખવામાં આવી હતી. આ દરમિયાન 200 થી વધુ લોકોએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

છોકરી પરિક્ષામાં નાપાસ થતા ઘરેથી ભાગી હતી

અબ્રાહમ મથાઈએ કહ્યું કે આ છોકરી સ્કૂલમાં ભણતી હતી. તે એક વિષયમાં નાપાસ થઈ હતી. તે તેના માતાપિતાથી ડરતી હતી. તેને લાગતું હતું કે તેના માતાપિતા તેને માર મારશે. તેથી તે ઘરેથી ભાગી હતી. આ સમય દરમિયાન તે કોઈક રીતે બાંગ્લાદેશથી ભારત આવી. અહીં તે કેટલાક લોકોને મળી. તેઓએ મદદના નામે તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી. મથાઈએ હવે પોલીસ પાસે માંગ કરી છે કે તેની સાથે દુષ્કર્મ આચરનારા 200 લોકોની ધરપકડ કરે.

આખા નેટવર્કનો પર્દાફાશ કરવા પોલીસે હાથ ધરી તપાસ

પોલીસ કમિશનર નિકેત કૌશિકે જણાવ્યું હતું કે પોલીસ આખા નેટવર્કની તપાસ કરી રહી છે. તે જ સમયે, સંવેદનશીલ બાળકો માટે સલામત વાતાવરણ બનાવવા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. મથાઈએ કહ્યું કે આ એકમાત્ર છોકરી નથી. જ્યારે પણ આવી બચાવ થાય છે, ત્યારે આવી એક છોકરી ચોક્કસપણે મળી આવે છે. લોકો એકલી છોકરીઓને શોધીને તેમને ગેરમાર્ગે દોરે છે, અને મદદના નામે તેમની સાથે છેતરપિંડી કરે છે.

કાર્યકર્તા મધુ શંકરે કહ્યું, ‘મેં વાશી અને બેલાપુર વિસ્તારોમાં નાની છોકરીઓને ભીખ માંગતી જોઈ છે. આ છોકરીઓને ઘણીવાર ગામડાઓમાંથી લાવવામાં આવે છે. શહેરોમાં તેમનું શોષણ કરવામાં આવે છે. તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે. તેમને ઝડપથી પરિપક્વ બનાવવા માટે હોર્મોનલ ઇન્જેક્શન પણ આપવામાં આવે છે.

 આ ઘટના સામે આવતા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ગુજરાત કેટલું સુરક્ષિત છે. ગુજરાતમાં આવું રેકેટ ચાલે છે પરંતુ પોલીસને તેની ભનક પણ નથી હોતી. આ ઘટના સામે આવતા મહિલા સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: 

Rahul Gandhi on vote chori: રાહુલ ગાંધીની ‘મત ચોરી’ વિરુદ્ધ ઝુંબેશ, વેબસાઇટ અને નંબર કર્યા જાહેર, લોકોને કરી આ અપીલ

Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?

Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું

Madhya Pradesh: સાજિયા બની શારદા, પ્રેમી મયુર સાથે મહાદેવની સાક્ષીમાં કર્યા લગ્ન

MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!