આતે ભાજપ કાર્યાલય કે મચ્છી બજાર? ભાજપના બે કાર્યકરો વચ્ચે જોરદાર મારમારીનો વીડિયો વાયરલ

Surat BJP | ભાજપમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ હવે પ્રદેશ અધ્યક્ષ રહયા નથી અને હવે જાણે સુરત ભાજપમાં જાણે કોઈ કોઈનો ડર રહ્યો ન હોય તેમ ભાજપના કાર્યાલયમાં જ ખુલ્લેઆમ મારામારી થતાં કહેવાતી પક્ષની શિસ્તના ધજાગરા ઉડયા છે.

શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં કેટલી શિસ્ત છે તેનો પુરાવો ભાજપના જ બે કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના વીડિયો ઉપરથી ખ્યાલ આવે છે.

સુરતમાં ભાજપ કાર્યાલયમાં જ બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતાં ભારે હોબાળો મચી ગયો છે અને આ મારામારીનો વિડીયો વાયરલ થતાં ભાજપની આબરૂના ધજાગરા ઊડ્યા છે.

સુરત ભાજપના ખજાનચી શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયા વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થયા બાદ બન્ને છુટાહાથની મારામારી ઉપર ઉતરી પડ્યા હતા જેમાં દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને ફડાકો મારી દેતા મામલો ગરમાયો હતો. આ ઘટના દરમિયાન  કાર્યાલયમાં અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ હાજર હતા જેઓએ તમાશો નિહાળ્યો હતો.

ભાજપના કાર્યાલયમાં જ થયેલી મારામારી દરમિયાન કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો.

ભાજપના કાર્યાલયમાં જ આ પ્રકારે ખુલ્લેઆમ મારામારી થવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઝઘડો પક્ષના આંતરિક મુદ્દાઓ, સત્તાની ખેંચતાણ, કે અન્ય કોઈ અંગત વિવાદને કારણે થયો હતો તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

પક્ષ કોઈ શિસ્તભંગના પગલાં લે તેવી શક્યતાઓ કાર્યાલયની અંદર જ આ પ્રકારની ઘટના બનતાં સુરતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વચ્ચે થયેલી આ મારામારીએ પક્ષની આંતરિક શિસ્ત અને સંકલન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ મામલે પક્ષ દ્વારા કોઈ શિસ્તભંગના પગલાં લેવાશે કે નહીં તે સામે હવે સૌની નજર છે.

દરમિયાન, બીજા એક બનાવમાં શહેર યુવા પ્રમુખ ભાવિન ટોપીવાલા અને અન્ય કાર્યકર્તાઓ વચ્ચે પણ ઓફિસમાં જ ભારે બોલાચાલી થઈ હોવાના પણ અહેવાલ છે.

આ પણ વાંચો:

Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ

રશિયા તરફથી લડતાં મોરબીના યુવાને યુક્રેનિયન સેના સામે આત્મસમર્પણ કર્યું, જુઓ વીડિયોમાં શું કહ્યું? | Surrender

Defamation Case: દિલ્હી હાઈકોર્ટે માનહાનિ કેસમાં ફિલ્મસ્ટાર શાહરૂખ અને ગૌરી ખાનને પાઠવ્યું સમન્સ

‘મને પોતાનો દેશ પરાયો લાગ્યો’ દિલ્હીમાં યુવતીને Ching chong China કહીને હેરાન કરતાં શું કહ્યું? | Viral Video

 viral video: મહિલાએ પેશાબ કરી કિચન સાફ કર્યું, વીડિયો થતાં લોકોમાં ખળભળાટ

ગુજરાત પ્રવાસ પેકેજ

Related Posts

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
  • August 8, 2026

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 3 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 2 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 6 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 7 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો

  • August 8, 2026
  • 6 views
Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

  • August 8, 2026
  • 7 views
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ