અમદાવાદમાં ઍર પોલ્યુશન વધ્યુ, થલતેજમાં 300 AQI નોંધાતા બાળકો-વૃધ્ધોને માસ્ક પહેરવું જરૂરી બન્યુ!

  • Gujarat
  • November 14, 2025
  • 0 Comments

AHMEDABAD AIR POLLUTION | દેશની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા ઍર પોલ્યુશનને પગલે નાના બાળકોથી માંડી તમામ ઉંમરના લોકોના ફેફસા ખરાબ થઈ રહયા છે અને તે અંગે આરોગ્ય વિભાગ અને જાણીતા ડોકટરો દ્વારા વારંવારની ચેતવણી આપવામાં આવી છે, તેમછતાં કોઈ સુધારો આવ્યો નથી ત્યારે હવે ગુજરાતના મેટ્રો શહેર અમદાવાદની પણ સ્થિતિ દિલ્હી જેવી બનતી જઈ રહી છે અને

સતત હવા ઝેરી બની ગઈ છે સાથેજ AQI વધીને 212ને પાર થઈ ચૂક્યો છે અહીં સળંગ ત્રીજા દિવસે આવી ખરાબ સ્થિતિ જોવા મળતા લોકોમાં હવે ચિંતા પ્રસરી છે. અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા માપવા માટેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સતત ચિંતાજનક સ્થિતિમાં જોવા મળ્યો છે.

એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે રાત્રે શહેરમાં થલતેજ વિસ્તારમાંજ  300 AQI નોંધાયો જ્યારે અન્ય વિસ્તારોમાં સરેરાશ AQI  212 પર પહોંચ્યો હતો. સાંજ 6 વાગ્યા બાદ AQIનું સ્તર ચિંતાજનક રીતે વધવા લાગે છે અને રાત્રિના 8 વાગ્યે આ આંકડો 212 સુધી પહોંચી જાય છે.

અમદાવાદમાં દિવાળીના કારણે હવામાં પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો હતો જે બાદ હવે પરિસ્થિતી એવી બની રહી છે કે અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદાના મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 212ને પાર પહોંચી ગયો છે.

અમદાવાદની હવાની ગુણવત્તા મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ અને હૈદરાબાદ કરતાં પણ વધારે ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહી છે તેની સામે મુંબઈમાં AQI 148 હતો. 407ના AQI સાથે દિલ્હી દેશમાં સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતું શહેર રહ્યું હતું.

અમદાવાદમાં હવે પ્રદૂષિત હવાના કારણે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓ તકલીફોનો સામનો કરી રહયા છે ત્યારે આવા દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા ઉપર ઉપર ભાર મુકાઈ રહ્યો છે,આ માટે દરેકે પોતેજ આગળ આવવું પડે તેવી સ્થિતિ છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ, અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિ પર છે અને એર ક્વોલિટી ગંભીર બની રહી છે ત્યારે હવે શહેરીજનોના સ્વાસ્થ અંગે અનેક સવાલો ઉઠી રહયા છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 2 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 8 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 12 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 6 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ