Hotel demolition: અમદાવાદ-રાજકોટ ધોરી માર્ગ ઉપર માફિયાઓનો કબ્જો,દારૂ-ડ્રગ્સ અને દેહ વિક્રિયના ધંધા માટે કુખ્યાત! સામે આવી ચોંકાવનારો હકીકત

■અહીં તંત્રની છત્રછાયા હેઠળ ચાલતા ગેરકાયદે ધંધા ઉપર કોના આર્શીવાદ? દારુ-ડ્રગ્સ-દેહ વિક્રિય સહિત ડીઝલ,ગેસમાં ભેળસેળની પ્રવૃત્તિઓ ફૂલીફાલી

■સરકારી જમીનો ઉપર ગેરકાયદે બનેલી અનેક હોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું!

Hotel demolition: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ હોટલોમાં ગેરકાયદેસર તેમજ અસામાજીક પ્રવૃતિઓ વધી હોવાની ફરિયાદોને ધ્યાને લઈ લીંબડી પોલીસ ડિવિઝન હેઠળ હાઈવે પર આવેલ તમામ હોટલના માલિકો અને સંચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે જેમાં લીંબડી-ચોટીલા નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં વાહનોમાંથી કિંમતી કેમિકલ અને પેટ્રોલ-ડીઝલની ચોરી, બાયોડિઝલનું વેચાણ, ઇંગ્લિશ દારૃનું કટિંગ અને હેરાફેરી સહિતની અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

હાઈવે પરની હોટલો, ગેસ્ટ હાઉસ અને ધાબાના સંચાલકો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. હાઈવે પર ચાલતા ડીઝલ, કેમિકલ, ગેસ અને સળિયા જેવા બે નંબરના ધંધાઓ પર અંકુશ લાવવા માટે આ પગલું લેવાયું છે.હોટલ સંચાલકોએ હવેથી ફરજિયાતપણે રજીસ્ટર રાખવું પડશે, જેમાં વાહનચાલકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને વાહન ક્યાંથી આવ્યું તથા ક્યાં જવાનું છે તેની વિગતવાર નોંધ સમય સાથે કરવાની રહેશે.

ચોટીલા હાઈવે પર ગેરકાયદે પ્રવૃત્તિઓની શંકાને આધારે ડેપ્યુટી કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા મંગળવારે રાત્રે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. 4 નવેમ્બરે થયેલી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ હાઈવે પરની હોટલોમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની ચકાસણી કરવાનો હતો.બાયોડીઝલ, કેમિકલ અને દેશી દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ લીંબડી પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને હાઈવે પર ચોટીલા, નાની મોલડી, સાયલા, લીંબડી, પાણશીણા પોલીસ મથકની હદમાં આવેલી અંદાજે ૨૦૦થી વધુ હોટલના માલિકો અને સંચાલકોને સુરેન્દ્રનગર એલસીબી કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા અને પોલીસ અધિકારીઓ દ્વારા કડક સુચનાઓ આપી ફરજિયાત સીસીટીવી કેમેરાના કાયદાનું પાલન કરવા અને હોટલમાં જો કોઈપણ પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ ચાલી રહી હોય તો તે તાત્કાલિક બંધ કરી દેવાની પણ તાકીદ કરી હતી અને તેમ છતાંય કોઈપણ હોટલમાં અસામાજીક પ્રવૃતિઓ ઝડપાશે તો હોટલના માલિક સહિત સંચાલક સામે કડક અને કાર્યવાહી કરવાની પણ તાકીદ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે પર આવેલી બે હોટલો દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર અને પોલીસે કડક કાર્યવાહી કરી છે.આ કાર્યવાહીમાં અંદાજે 10 એકર જેટલી કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે ત્યાંના સ્થાનિક પત્રકાર રાજુદાન ગઢવી સાથે વાત કરી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જુઓ વિડીયો

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?
  • March 11, 2026

Farmer: ભાવનગર જિલ્લાના મહુવામાં નિરમા લિમિટેડના પ્રસ્તાવિત સિમેન્ટ પ્લાન્ટ સામેના મહુવા આંદોલનને લગભગ 15 વર્ષ પૂર્ણ થયા છે. આ આંદોલન ગુજરાતના ખેડૂત આંદોલનોમાં એક સીમાચિહ્નરૂપ ઘટના ગણાય છે, આ લડતનું…

Continue reading
DHOLAVIRA: કચ્છના ધોળાવીરામાં ન્યાય માટે લડત ચલાવી રહેલા ખેડૂતોની વેદના!જુઓ વિડીયો
  • March 10, 2026

DHOLAVIRA: કચ્છના ભચાઉ તાલુકાના ધોળાવીરામાં૨૦૦૫માં પુરાતત્વ વિભાગ દ્વારા સંપાદિત કરાયેલી જમીનના વળતરમાં ઠાગાઠૈયા થતાં ૯ ખેડૂતોએ ૧૨૫ એકર જમીનના વળતર માટે લાંબી કાયદાકીય લડત ચલાવી છે.કોર્ટે પ્રતિ ચોરસ મીટર ₹…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

  • March 11, 2026
  • 3 views
Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

  • March 11, 2026
  • 4 views
Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 11, 2026
  • 5 views
PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

  • March 11, 2026
  • 10 views
Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?

  • March 11, 2026
  • 20 views
Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?

Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત

  • March 11, 2026
  • 12 views
Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત