Venezuelan Govt On Blast: વેનેઝુએલા પર અમેરિકાનો હુમલો, વેનેઝુએલામાં કટોકટી જાહેર,નિકોલસ માદુરોને સૈનિકોએ પકડી લીધા!

  • World
  • January 3, 2026
  • 0 Comments

Venezuelan Govt On Blast: અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ ઉપર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે, અહીં ઘણા નીચા ઉડતા વિમાનોના અવાજો સંભળાયા બાદ અંદાજે સાત જેટલા વિસ્ફોટો થયા હતા જે સમગ્ર શહેરમાં ગુંજ્યા હતા. આ ઘટના સ્થાનિક સમય મુજબ વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ બની હતી, જેના કારણે નાગરિકોમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી.

આ હુમલા બાદ કલાકો પછી વેનેઝુએલાની સરકારે સત્તાવાર પ્રતિક્રિયા જારી કરીને તેને દેશની સાર્વભૌમત્વ પર સીધો લશ્કરી હુમલો ગણાવ્યો હતો.વેનેઝુએલાની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલ વેનેઝુએલાના પ્રદેશ અને નાગરિક વસ્તી ઉપર વર્તમાન યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર દ્વારા કરવામાં આવેલા અત્યંત ગંભીર લશ્કરી આક્રમણની સખત નિંદા કરે છે.

સરકારના જણાવ્યા અનુસાર, હુમલાઓ ફક્ત કારાકાસ સુધી મર્યાદિત ન હતા, પરંતુ મિરાન્ડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોમાં નાગરિક અને લશ્કરી વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

સરકારનો દાવો છે કે આ કાર્યવાહી માત્ર રાષ્ટ્રીય સુરક્ષાને જ જોખમમાં મૂકતી નથી પરંતુ નાગરિકોના જીવનને પણ જોખમમાં મૂકે છે.

વેનેઝુએલાએ આ હુમલાને યુએન ચાર્ટરનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવ્યું 

સરકારના મતે, આ હુમલો યુએન ચાર્ટરના અનુચ્છેદ 1 અને 2નું ઉલ્લંઘન કરે છે, જે સાર્વભૌમત્વ, અધિકારોની સમાનતા અને બળના ઉપયોગ પર પ્રતિબંધની ખાતરી આપે છે.સરકારનું કહેવું છે કે આ હુમલો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો છે.

■તેલ અને ખનિજ ભંડારો કબ્જે કરવાનો અમેરિકાનો મકસદ સફળ નહિ થાય

વેનેઝુએલાની સરકારનો આરોપ છે કે આ હુમલો દેશના વ્યૂહાત્મક સંસાધનો, ખાસ કરીને તેના તેલ અને ખનિજ ભંડારોને કબજે કરવા અને તેની રાજકીય સ્વતંત્રતાને બળજબરીથી ખતમ કરવાનો છે,સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં આવા પ્રયાસો નિષ્ફળ ગયા છે અને ભવિષ્યમાં સફળ થશે નહીં.

નિવેદનમાં ઉમેર્યું હતું કે બેસો વર્ષથી વધુ સમયથી સ્વતંત્ર રહેલું વેનેઝુએલા કોઈપણ સંસ્થાનવાદી કે સામ્રાજ્યવાદી દબાણને વશ નહીં થાય.સરકારી નિવેદનમાં વેનેઝુએલાના ઐતિહાસિક સંઘર્ષોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે 1811 થી, દેશે અસંખ્ય સામ્રાજ્યવાદી દળોનો સામનો કર્યો છે.

1902 ના બોમ્બમારાનો ઉલ્લેખ કરતા તેમાં કહેવામાં આવ્યું હતું કે તે સમયે પણ વેનેઝુએલાએ વિદેશી દબાણ સામે શરણાગતિ સ્વીકારી ન હતી.સરકારે ઉમેર્યું હતું કે આજે, બોલિવર, મિરાન્ડા અને સ્વતંત્રતા સેનાનીઓના વારસા સાથે, વેનેઝુએલાના લોકો ફરી એકવાર તેમની સાર્વભૌમત્વની રક્ષા માટે ઉભા છે.

■લોકો રસ્તા પર ઉતરી આવ્યા, જન આંદોલનનું આહ્વાન કર્યું

વેનેઝુએલાની સરકારે દેશના તમામ સામાજિક અને રાજકીય દળોને આ કથિત સામ્રાજ્યવાદી હુમલા સામે જન આંદોલન સક્રિય કરવા હાકલ કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, લોકો, બોલિવેરિયન રાષ્ટ્રીય સશસ્ત્ર દળો અને લોકો, સેના અને પોલીસની એકતા સાથે, દેશની સાર્વભૌમત્વ અને શાંતિનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

સરકારે એવી પણ જાહેરાત કરી છે કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ, CELAC અને બિન-જોડાણવાદી ચળવળ સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવશે.

■રાષ્ટ્રપતિ માદુરોએ દેશવ્યાપી કટોકટીની સ્થિતિ જાહેર કરી

અમેરિકાના હુમલા બાદ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશવ્યાપી કટોકટીની સ્થિતિ જાહેર કરતા હુકમનામું પર હસ્તાક્ષર કર્યા છે.તેમણે બંધારણ અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદાઓ અનુસાર તમામ રાષ્ટ્રીય સંરક્ષણ યોજનાઓના અમલીકરણનો નિર્દેશ આપ્યો છે. રાષ્ટ્રપતિએ કોઈપણ સંભવિત સશસ્ત્ર સંઘર્ષનો સામનો કરવા માટે તમામ રાજ્યો અને નગરપાલિકાઓમાં સંરક્ષણ કાર્યકારી સંસ્થાઓને તાત્કાલિક તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.

■વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્નીને અમેરિકન સૈનિકોએ અરેસ્ટ કરી લીધા?

યુએન ચાર્ટરની કલમ 51 ટાંકીને, વેનેઝુએલાએ જણાવ્યું છે કે તે તેના નાગરિકો, તેના પ્રદેશ અને તેની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે કાયદેસર સ્વ-બચાવનો અધિકાર અનામત રાખે છે.

સરકારે લેટિન અમેરિકા, કેરેબિયન અને વિશ્વભરના દેશોને આ કથિત આક્રમણ સામે એક થવા અપીલ કરી છે.જોકે મળી રહેલા લેટેસ્ટ અહેવાલો મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે દેશ છોડીને ભાગી રહેલા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્નીને અમેરિકન સૈનિકોએ અરેસ્ટ કરી લીધા છે.

અમેરિકાએ શનિવારે રાત્રે વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત 4 શહેરોને નિશાન બનાવ્યા છે.આમાં કારાકાસ ઉપરાંત મિરાન્ડા, અરાગુઆ અને લા ગ્વાયરાનો સમાવેશ થાય છે.અમેરિકાએ આ રાજ્યોના સૈન્ય ઠેકાણાઓ પર 7 હવાઈ હુમલા કર્યા.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

  • Related Posts

    Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો
    • June 29, 2026

    Adani US Case Withdrawal: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકી ન્યાય વિભાગ (DOJ) દ્વારા દાખલ કરવામાં આવેલો ફોજદારી કેસ પાછો ખેંચવાની હિલચાલ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. આ મામલો…

    Continue reading
    Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ
    • June 29, 2026

    Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશના ગેબન્ધા જિલ્લામાં ભગવાન રામની એક 81 ફૂટ ઊંચી પ્રતિમા નિર્માણના મુદ્દાએ પડોશી દેશના સામાજિક તાણાવાણાને હચમચાવી દીધા છે. પલાશબાડીના મધ્યરામપુર ગામમાં મંદિર કોમ્પ્લેક્સની અંદર આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

    • June 30, 2026
    • 2 views
    SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

    IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

    • June 30, 2026
    • 5 views
    IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

    Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

    • June 30, 2026
    • 6 views
    Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

    Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

    • June 30, 2026
    • 8 views
    Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

    Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

    • June 30, 2026
    • 4 views
    Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

    Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

    • June 30, 2026
    • 10 views
    Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!