America: ડોનાલ્ટ ટ્રમ્પે સાથી દેશોને કહી દીધું “હવે હું કોઈ મદદ નહિ કરું!” પોતાનું રક્ષણ જાતે જ કરો!

  • World
  • January 25, 2026
  • 0 Comments

● અમેરિકા હવે વિશ્વના ઘણાં સંગઠનોમાંથી દૂર થઈ ગયું છે,છેલ્લે WHO માંથી પણ નીકળી ગયું અને હવે સાથી દેશોને પણ કોઈ મદદ નહિ કરવા સ્પષ્ટ કરી દીધું છે ત્યારે હવે લાગે છે કે “જગત જમાદાર”હવે “કંજૂસ’ બન્યા છે કાંતો “સ્વાર્થી” બની ગયા છે!

America: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વિરોધાભાસી વર્તન સતત ચાલુ રહ્યું છે અને હવે તેઓએ સાથી દેશોને કોઈ મદદ નહિ કરવા જણાવી દઈ પોતાનું રક્ષણ પોતેજ કરવા જણાવી દઈ હાથ ખંખેરી લીધા છે,નાટો સાથી દેશો સહિત સમગ્ર એટલાન્ટિક મહાસાગરનું રક્ષણ કરવાનો દાવો કરનારા અને હજુ બે દિવસ પહેલા ગ્રીનલેન્ડને જોડવા માટે ઉત્સુક ટ્રમ્પે હવે દરેકને પોતાની સુરક્ષાની જવાબદારી પોતેજ કરવા જણાવી દીધું છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે એશિયા અને યુરોપમાં તેના સંરક્ષણ સાથીઓને સ્પષ્ટ કહી દીધું છે કે તેમણે પોતાની સુરક્ષાની જવાબદારી જાતે જ લેવી પડશે અમેરિકા કરાર કરશે નહીં અમેરિકા દરેક જગ્યાએ હવે સુરક્ષાનો ખર્ચ અને બોજ ઉઠાવશે નહીં મહત્વનું છે કે શુક્રવારે, પેન્ટાગોને 34 પાનાની “નવી રાષ્ટ્રીય સંરક્ષણ વ્યૂહરચના” બહાર પાડી છે જે ટ્રમ્પની “અમેરિકા પ્રથમ” નીતિને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે.

નવી સંરક્ષણ નીતિ દ્વારા ટ્રમ્પ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અમેરિકા હવે વિશ્વનો “ચોકીદાર” બનશે નહીં સાથી દેશોને હવે કોઈ મદદ નહિ કરે, સંરક્ષણ વ્યૂહરચના યુરોપ અને એશિયાના ઘણા દેશો લાંબા સમયથી અમેરિકા પર નિર્ભર છે.

હવે તેઓએ રશિયા અને ઉત્તર કોરિયા જેવા જોખમોનો સામનો જાતે જ કરવો પડશે.
ઘણા લાંબા સમયથી યુએસ સરકારે સાથી દેશોની રક્ષા કરવામાં ખુદ પોતાના દેશના નાગરિકો અને તેમના હિતોને પ્રાથમિકતા આપી નથી.

●2022 માં અમેરિકાનું વલણ

આ વર્ષમાં અમેરિકાએ કહ્યું કે તે શાંતિ અને સ્થિરતા જાળવવા માટે લેટિન અમેરિકા અને પડોશી દેશો સાથે કામ કરશે અને અરસપરસ સહયોગ અને ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

● હવે 2026 માં શું બદલાયું ?

હવે નવી નીતિમાં યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને સ્પષ્ટ કર્યું છે કે તેની પ્રથમ પ્રાથમિકતા માત્ર પશ્ચિમી ગોળાર્ધ એટલે કે આસપાસના વિસ્તારો હશે. ગ્રીનલેન્ડ અને પનામા કેનાલનો તેમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વ્યૂહરચના મુજબ અમેરિકા આ ​​વિસ્તારોમાં તેના લશ્કરી અને વ્યાપારી હિતોનું કોઈપણ કિંમતે રક્ષણ કરશે,જો જરૂર જણાય તો, તે ઝડપી અને નિર્ણાયક પગલાં લેવામાં અચકાશે નહીં.

● ચીન પ્રત્યે અમેરિકાનો બદલાયેલો દ્રષ્ટિકોણ

● ૨૦૨૨: ચીનને અમેરિકાનો સૌથી મોટો પડકાર ગણાવવામાં આવ્યો હતો

અમેરિકાએ ખુલ્લેઆમ તાઇવાનની સુરક્ષા માટે સમર્થન વ્યક્ત કર્યું હતું અને ચીનના ઉશ્કેરણીજનક નિવેદનો અને દબાણ પ્રવૃત્તિઓને ચીનના અસ્થિરતાના પેટર્નના ભાગ રૂપે વર્ણવવામાં આવી હતી, જે પૂર્વ ચીન સમુદ્ર, દક્ષિણ ચીન સમુદ્ર અને ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા સુધી વિસ્તરે છે.

● ૨૦૨૬: હવે નવી વ્યૂહરચના મુજબ અમેરિકા ચીન મામલે ચૂપ છે.

અમેરિકાની બદલાયેલી રણનીતીમાં હવે અમેરિકા ચીનને અપમાનિત કરવા અથવા નબળું પાડવાનો પ્રયાસ કરતું નથી.

અમેરિકા હવે ફક્ત એ ઈચ્છે છે કે ચીન અથવા અન્ય કોઈ દેશ અમેરિકા ઉપર હાવી થવાની કોશિશ ન કરે, રસપ્રદ વાત એ છે કે આ વખતે તાઇવાનનો અમેરિકાએ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો નથી.

● એશિયામાં જવાબદારીની વહેંચણી

●૨૦૨૨: અમેરિકાએ કહ્યું હતું કે તે ઉત્તર કોરિયાનો સામનો કરવા દ.કોરિયા માટે મુખ્ય ભૂમિકા ભજવશે.

● ૨૦૨૬: હવે નવી નીતિમાં અમેરિકાએ ચોખ્ખું જણાવી દીધું છે કે હવે દક્ષિણ કોરિયાએ જાતેજ ઉત્તર કોરિયાનો સામનો કરવો પડશે અને અમેરિકા ફક્ત મર્યાદિત સહાય પૂરી પાડશે.

● યુરોપ અને નાટો

●૨૦૨૨: અમેરિકાએ નાટોને સુરક્ષાનો આધાર ગણાવ્યો હતો અને રશિયાને એક મુખ્ય ખતરા તરીકે ઓળખાવ્યું હતું.

● ૨૦૨૬: હવે અમેરિકા માને છે કે રશિયા નાટો માટે ખતરો રહેશે પરંતુ તે સાથે સાથે એમ પણ જણાવે છે કે યુરોપિયન દેશો પોતાની સુરક્ષા માટે બધી રીતે સક્ષમ છે.

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે યુરોપમાં પોતાની લશ્કરી હાજરી ઘટાડશે અને તેના ભાગરૂપે યુક્રેનિયન સરહદ નજીક તૈનાત યુએસ સૈનિકોની સંખ્યા પહેલાથી જ ઘટાડવામાં આવી રહી છે.

●મધ્ય પૂર્વ: સાથીઓ આગળ, અમેરિકા પાછળ

●૨૦૨૨: ઈરાનનો સામનો કરવા માટે અમેરિકાએ પ્રાદેશિક ભાગીદારી અને સહિયારી સુરક્ષા પર ભાર મૂક્યો હતો.

● ૨૦૨૬: નવી નીતિમાં અમેરિકાએ જણાવ્યુ છે કે પ્રાદેશિક દેશો હવે ઈરાન અને તેના સમર્થક સંગઠનનો સામનો કરવા માટેની જવાબદારી ક્ષેત્રીય દેશોની રહશે,ઇઝરાયલને ખુલ્લું સમર્થન આપી આરબ દેશો સાથે લશ્કરી સહયોગ વધારવાની વાત કરવામાં આવી છે.

આમ,અમેરિકાનું વલણ બદલાઈ ગયું છે અને સાથી દેશોને જાતેજ પોતાનું રક્ષણ કરવા જણાવી દીધું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

US Midterm Elections: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીથી ટ્રમ્પને મોટો ઝટકો, કોંગ્રેસની સત્તા ફરી મજબૂત બનશે?
  • November 7, 2026

US Midterm Elections: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓમાં ડેમોક્રેટિક પાર્ટીની જીતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી માટે મોટો રાજકીય પડકાર ઊભો કર્યો છે. ડેમોક્રેટ્સે કોંગ્રેસનાં બંને ગૃહોમાં જીત મેળવી છે અને…

Continue reading
Donald Trump Iran Threat: ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા? ટ્રમ્પે કહ્યું- સેના સંપૂર્ણ તૈયાર, ટૂંક સમયમાં નિર્ણય
  • November 6, 2026

Donald Trump Iran Threat: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરીથી મોટા સૈન્ય હુમલાની શક્યતાને નકારી નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ

  • November 7, 2026
  • 3 views
SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ

US Midterm Elections: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીથી ટ્રમ્પને મોટો ઝટકો, કોંગ્રેસની સત્તા ફરી મજબૂત બનશે?

  • November 7, 2026
  • 4 views
US Midterm Elections: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીથી ટ્રમ્પને મોટો ઝટકો, કોંગ્રેસની સત્તા ફરી મજબૂત બનશે?

Agniveer Recruitment Policy Changes: અગ્નિપથ યોજનામાં ફેરફારથી મોદી સરકારની પીછેહઠ? કૃષિ કાયદાથી લઈને અગ્નિવીર સુધી ઉઠ્યા સવાલો

  • November 7, 2026
  • 7 views
Agniveer Recruitment Policy Changes: અગ્નિપથ યોજનામાં ફેરફારથી મોદી સરકારની પીછેહઠ? કૃષિ કાયદાથી લઈને અગ્નિવીર સુધી ઉઠ્યા સવાલો

Kerala Congress Contempt Case: CJI સૂર્યકાંત વિરુદ્ધની પોસ્ટ પર કેરળ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટની અવમાનનાની નોટિસ

  • November 7, 2026
  • 6 views
Kerala Congress Contempt Case: CJI સૂર્યકાંત વિરુદ્ધની પોસ્ટ પર કેરળ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટની અવમાનનાની નોટિસ

OBC Creamy Layer SC: OBC ક્રીમી લેયર મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કેન્દ્રની બે વર્ષની માગ ફગાવી

  • November 7, 2026
  • 6 views
OBC Creamy Layer SC: OBC ક્રીમી લેયર મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કેન્દ્રની બે વર્ષની માગ ફગાવી

Mustafabad Form 7 Scam: મુસ્તફાબાદ ફોર્મ-7 કૌભાંડ, 37માંથી 36 અરજીઓ ખોટી મળી, ભાજપના BLA સામે FIRની માંગ

  • November 7, 2026
  • 7 views
Mustafabad Form 7 Scam: મુસ્તફાબાદ ફોર્મ-7 કૌભાંડ, 37માંથી 36 અરજીઓ ખોટી મળી, ભાજપના BLA સામે FIRની માંગ