
UGC: દેશમાં UGC એ કોલેજ અને યૂનિવર્સિટીમાં ગત તા13 જાન્યુઆરીએ એક નવો નિયમ લાગુ કર્યો છે,તેનું નામ ‘Promotion of Equity in Higher Education Institutions Regulations 2026’ છે.તેને લઈને વિવાદ શરૂ થયો છે. સામાન્ય વર્ગ એટલે કે સર્વણ સમાજ તેનાથી નારાજ છે.
UGCના નવા નિયમને લઈને દેશભરમાં હોબાળો મચ્યો છે. પહેલા સોશિયલ મીડિયા પર તેના વિરોધમાં #UGCRolleback ટ્રેન્ડ થવાનું શરૂ થયું. ત્યારબાદ તેની વિરૂદ્ધમાં લોકો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા અને તેને ભેદભાવ વધારનારો નિયમ ગણાવ્યો. હવે બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ UGCના આ ફેરફારના વિરોધમાં રાજીનામું આપી દીધું.
બરેલીના મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ ત્યાં સુધી કહ્યું કે આ નવા કાયદા દ્વારા UGCએ કોલેજ અને યૂનિવર્સિટીમાં ભણતા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને સ્વ-ઘોષિત ગુનેગાર બનાવી દીધા છે.
UGCનું કહેવું છે કે નવા નિયમની જરૂર એસસી, એસટી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓની સાથે થતાં જાતિગત ભેદભાવને રોકવા અને તેની પર નજર રાખવાનો છે. નવા ઈક્વિટી રૂલ હેઠળ તમામ યુનિવર્સિટી, કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પરિસરમાં 24×7 હેલ્પલાઈન, Equal Opportunity Centre, Equity Squads અને Equity Committee ની રચના કરવાનું હશે.
જો કોઈ પણ સંસ્થા આ નિયમોનું પાલન ના કરે તો UGC તેની માન્યતાને રદ કરવા અથવા ફંડ રોકવા જેવી કડક કાર્યવાહી કરી શકે છે.
ત્યારે જાણો કે આખરે UGC જે નવો નિયમ લઈને આવ્યું છે તે શું છે અને તેને બનાવવાની જરૂર કેમ પડી? આ આખો મામલો શુ છે ? The Gujarat Reportના MD મયુર જાની તેમજ વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિત અને સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે સચોટ વિશ્લેષણ કર્યું છે,વિડીયો જોવાનું ચૂકશો નહી પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા










