GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

  • World
  • January 31, 2026
  • 0 Comments

GOI-IES: દુનિયામાં એક એવો દેશ છે જેણે ભારતીય વિદ્યાર્થીઓ માટે પોતાના દેશમાં મફતમાં અભ્યાસ અને ઉપરથી લાખ્ખોના સ્ટાઈપેન્ડ માટેની ઓફર કરી છે,આ દેશની સરકાર ભારતના વિદ્યાર્થીઓને માત્ર રહેવા અને જમવાની સુવિધાઓ સાથે લાખો રૂપિયાનું સ્ટાઈપેન્ડ જ નથી આપતી, પરંતુ ટ્યુશન-મુક્ત શિક્ષણ પણ આપે છે.

યુરોપ સ્થિત આયર્લેન્ડ સરકારે આંતરરાષ્ટ્રીય શિક્ષણ શિષ્યવૃત્તિ (GOI-IES) કાર્યક્રમ હેઠક આ ઓફર કરી છે, ‘આયર્લેન્ડ સરકાર આંતરરાષ્ટ્રીય શિક્ષણ શિષ્યવૃત્તિ’ (GOI-IES) કાર્યક્રમ હેઠળ આ ઓફર કરી રહી છે,આ માટે તા. 29 જાન્યુઆરીથી અરજી કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ શિષ્યવૃત્તિ ભારતીય વિદ્યાર્થીઓને કોઈપણ તણાવ વિના મફતમાં અભ્યાસ કરવાની મંજૂરી આપશે.

મહત્વનું છે કે GOI-IES ને આઇરિશ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે જેમાં ઘણી આઇરિશ યુનિવર્સિટીઓ ભાગીદાર છે,સરકારની ઉચ્ચ શિક્ષણ સત્તામંડળ (HEA) આ શિષ્યવૃત્તિ કાર્યક્રમનું સંચાલન કરે છે,આ શિષ્યવૃત્તિ દ્વારા, વિદ્યાર્થીઓ આયર્લેન્ડમાં માસ્ટર, અનુસ્નાતક ડિપ્લોમા અને પીએચડી કાર્યક્રમોને અનુસરી શકશે.

શિષ્યવૃત્તિ હેઠળ શું આવરી લેવામાં આવશે?

આઇરિશ સરકાર દ્વારા શિષ્યવૃત્તિ દર વર્ષે 60 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તે એક વર્ષના અભ્યાસના ખર્ચને આવરી લે છે. શિષ્યવૃત્તિ મેળવનારા વિદ્યાર્થીઓને 10,000 યુરો (આશરે ₹10.50 લાખ) મળે છે. વધુમાં, તેઓ જે યુનિવર્સિટીમાં જાય છે ત્યાંની ટ્યુશન ફી માફ કરવામાં આવે છે. ફી માફી પછી, વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડ દ્વારા તેમના દૈનિક ખર્ચને આવરી શકે છે.
અરજી કરવાની અંતિમ તારીખ 12 માર્ચ, 2026 છે જેના પરિણામો જૂન 2026 માં જાહેર કરવામાં આવશે.

● શિષ્યવૃત્તિની શરતો શું હોય છે?

શિષ્યવૃત્તિ માટે લાયક બનવા માટે, વિદ્યાર્થીઓએ પહેલા આઇરિશ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરવી પડશે. તેમને યુનિવર્સિટી તરફથી પ્રવેશ ઓફર લેટર પ્રાપ્ત કરવો પડશે, વિદ્યાર્થીઓએ ફક્ત તે આઇરિશ યુનિવર્સિટીઓમાં જ અરજી કરવી પડશે જે GOI-IES નો હિસ્સો હોય છે. જેઓએ અગાઉ આ શિષ્યવૃત્તિ મેળવી છે તેઓ ફરીથી અરજી કરી શકશે નહીં,વિદ્યાર્થીઓએ GOI-IES પોર્ટલ દ્વારા શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

દરેક વિદ્યાર્થીને ફક્ત એક જ વાર અરજી કરવાની છૂટ છે. વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા બે સંદર્ભ પત્રો પણ અપલોડ કરવાના રહેશે, તેમણે તેમનો પ્રવેશ ઓફર લેટર પણ અપલોડ કરવાનો રહેશે,દરેક વિદ્યાર્થીની અરજીનું મૂલ્યાંકન તેમના શૈક્ષણિક પ્રદર્શન, વાતચીત કૌશલ્ય અને અભ્યાસેતર પ્રવૃત્તિઓના આધારે કરવામાં આવશે,આમ ઉપરોકત શરતોને આધારે શિષ્યવૃત્તિ મળતા પ્રવેશ મળી શકશે જેમાં મફતમાં અભ્યાસની તક મળે છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
  • May 2, 2026

Indian Americans leaving USA: અમેરિકામાં હાલમાં ભારતીય મૂળના 52 લાખથી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ ત્યાંના અર્થતંત્રનો મજબૂત સ્તંભ ગણાય છે. જોકે, કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ઇન્ડિયન અમેરિકન…

Continue reading
Trump: ઈરાન-અમેરિકા વચ્ચે હવે રશિયાની એન્ટ્રી! ઇરાને હોર્મુઝ મુદ્દે ટ્રમ્પને મોકલ્યો નવો પ્રસ્તાવ!
  • April 28, 2026

Trump: ઇરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો પડી ભાંગ્યા બાદ ઈરાને હોર્મુઝ માર્ગ બંધ કરી દીધો છે ઇરાનનું કહેવું છે કે જો અમેરિકા નાકાબંધી હઠાવે તો તેઓ હોર્મુઝ ખોલવા તૈયાર છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 4 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 3 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 8 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

  • May 2, 2026
  • 10 views
Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

  • May 2, 2026
  • 9 views
Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

  • May 2, 2026
  • 10 views
All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ