Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • India
  • February 2, 2026
  • 0 Comments

■ જનરલ નરવણેના પુસ્તકમાંથી 9 મુદ્દા ટાંકીને રાહુલ ગાંધીએ હોબાળો મચાવ્યો! શાહ અને રાજનાથસિંહ રાહુલને અટકાવતા રહયા!

Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો તેઓએ ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના એક અપ્રકાશિત પુસ્તકને ટાંકીને રાહુલ ગાંધીએ કહ્યું, “ચાર ચીની ટેન્ક લદ્દાખ સરહદ સુધી ઘૂસી ગયા હતા.” તે મામલે જવાબ માંગતા ભારે હોબાળો મચ્યો હતો.રાહુલે ચીની તોપો ભારતીય સરહદમાં ઘૂસી આવી હતી આ કહેતાની સાથે જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પછી ગૃહ પ્રધાન અમિત શાહે રાહુલને અટકાવ્યા. ત્યારબાદ સ્પીકરે પણ નિયમોનો હવાલો આપીને તેમને અટકાવ્યા અને સ્પીકર બંધ કર્યું.રાહુલ ગાંધીએ લગભગ 46 મિનિટ સુધી બોલવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ સ્પીકરે લોકસભા બપોરે 3 વાગ્યા સુધી મુલતવી રાખી દીધી હતી.

લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યે ફરી શરૂ થતાં જ રાહુલ ગાંધીએ ફરી આ મુદ્દે બોલવાનું શરૂ કર્યું. જોકે, હોબાળાને કારણે, કાર્યવાહી માત્ર નવ મિનિટ પછી સાંજે 4 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી.સાંજે 4 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ ફરી એક વખત હોબાળો થયો અને 11 મિનિટ પછી કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના ક્રમમાં રાહુલ ગાંધીને રાજનાથ સિંહે 11 વખત, શાહે 7 વખત, કિરેન રિજિજુએ 2 વખત અને અનુરાગ ઠાકુરે 6 વખત બોલતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પણ રાહુલ ગાંધીએ ચાઈનાની તોપો લદાખ સુધી ઘૂસી ગઈ તે ગંભીર મામલે ચોખવટ કરવા જણાવતા રહયા.ત્યારે જાણીએ કે આ પુસ્તક શુ છે કોણે લખ્યું અને અને શું મામલો છે તે જાણીએ.

સોમવારે લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ઉગ્ર દલીલ થઈ તે પુસ્તક ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેએ લખ્યું છે આ પુસ્તક હજુ પ્રકાશીત થયું નથી તેનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ચાર ચીની ટેન્ક લદ્દાખ સરહદમાં ઘૂસી ગયા હતા.મહત્વનું છે કે નરવણેની આત્મકથા, “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની” હજુ પ્રકાશિત થઈ નથી. રાહુલ ગાંધી જે પુસ્તકના આધારે સંસદમાં દાવો કરી રહ્યા છે કે ચીની ટેન્કો ડોકલામમાં પ્રવેશ્યા હતા તે પુસ્તક ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે દ્વારા લખાયેલું છે.

“ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની” નામનું આ પુસ્તક હજુ ભલે પ્રકાશિત થયું નથી પણ આ પુસ્તકનું હાર્ડકવર એપ્રિલ 2024થી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પર ઉપલબ્ધ છે.આ પુસ્તકમાં ભારતીય સેનાની ચીન સાથે 2020 માં થયેલી અથડામણો તેમજ અગ્નિવીર યોજના અંગેની વાત કરવામાં આવી છે.

2019 થી 2022 સુધી આર્મી ચીફ તરીકે સેવા આપનારા નરવણેએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમણે પોતાનું પુસ્તક પેંગ્વિન પબ્લિશિંગ ગ્રુપને પ્રકાશન માટે સબમિટ કર્યું હતું. પરંતુ હવે આ મામલો પ્રકાશન જૂથ અને સરકાર વચ્ચેનો છે. પુસ્તકને મંજૂરી માટે સંરક્ષણ મંત્રાલયને મોકલવામાં આવ્યું છે. એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવાછતાં પણ આ પુસ્તકના પ્રકાશન માટે મંજૂરી મળી નથી.રાહુલ ગાંધીએ આ પુસ્તકના ચીની ટેન્ક ઘૂસણખોરી દરમિયાનની ઘટનાઓનું વર્ણન કરતા પુસ્તકના પાના શેર કર્યા હતા.

દરમિયાન કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક મેગેઝિનમાં છપાયેલા લેખના પાના શેર કર્યા હતા જેમાં ભૂતપૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તક, “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની” ના અંશો છે.આ અહેવાલમાં તા. 31 ઓગસ્ટ, 2020 ના રોજ લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચેની પરિસ્થિતિનું વર્ણન છે કે, જ્યારે ચીની ટેન્કો પૂર્વી લદ્દાખમાં આગળ વધી રહી હતી ત્યારે શું થયું હતું ?

તારીખ: 31 ઓગસ્ટ, 2020

● રાત્રે 8:15: ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના વડા, લેફ્ટનન્ટ જનરલ યોગેશ જોશીને એક ફોન કોલ મળ્યો જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે ચીની પાયદળ દ્વારા સમર્થિત ચાર ચીની ટેન્કો પૂર્વી લદ્દાખમાં રેચીન લા તરફ જતા ઢાળવાળા પર્વતીય માર્ગ પર આગળ વધી રહ્યા છે.

● રાત્રે 8:15-8:30 વાગ્યાની વચ્ચે: લેફ્ટનન્ટ જનરલ યોગેશ જોશીએ પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને તાત્કાલિક આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેને જાણ કરી. ચીની ટેન્કો કૈલાશ રેન્જ પર ભારતીય સ્થાનોથી થોડાક સો મીટરની અંદર હતા. ત્યારબાદ ભારતીય સૈનિકોએ ચેતવણી તરીકે લાઇટિંગ શેલ છોડ્યો, પરંતુ તેની ચીની ટેન્કો પર કોઈ અસર થઈ નહીં, અને તેઓ આગળ વધતા રહ્યા.

● રાત્રે ૮:૩૦ વાગ્યા પછી: સેના પ્રમુખ નરવણેએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સંરક્ષણ વડા જનરલ બિપિન રાવત અને વિદેશ પ્રધાન એસ. જયશંકરનો સંપર્ક કરીને સ્પષ્ટ સૂચનાઓ માંગી.

● રાત્રે ૯:૧૦ વાગ્યા: લેફ્ટનન્ટ જનરલ યોગેશ જોશીએ ફરીથી ફોન કર્યો. તેમને જાણ કરવામાં આવી કે ચીની ટેન્કો હવે પાસથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે છે.

● રાત્રે ૯:૨૫ વાગ્યે: ​​આર્મી ચીફ નરવણેએ “સ્પષ્ટ સૂચનાઓ” મેળવવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને ફરીથી ફોન કર્યો, પરંતુ કોઈ નિર્ણય મળ્યો નહીં. આ દરમિયાન, પીએલએ કમાન્ડર મેજર જનરલ લિયુ લિન તરફથી એક સંદેશ આવ્યો, જેમાં તણાવ ઓછો કરવાની યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો – બંને પક્ષો વધુ પ્રવૃત્તિઓ બંધ કરે અને બીજા દિવસે સવારે ૯:૩૦ વાગ્યે સ્થાનિક કમાન્ડરોની બેઠક યોજે.

● રાત્રે ૧૦:૦૦ વાગ્યે: ​​નરવણેએ ચીની કમાન્ડરનો પ્રસ્તાવ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને એનએસએ અજિત ડોભાલને પહોંચાડ્યો.

● રાત્રે ૧૦:૧૦ વાગ્યે: ​​નોર્ધન કમાન્ડે ફરીથી અહેવાલ આપ્યો કે ચીની ટેન્કો રોકાયા નથી અને હવે તેઓ ટોચથી માત્ર ૫૦૦ મીટર દૂર છે. જોશીએ જણાવ્યું કે તેમને રોકવાનો એકમાત્ર રસ્તો મધ્યમ તોપખાનાથી ગોળીબાર કરવાનો હતો.

● રાત્રે ૧૦:૧૦ થી રાત્રે ૧૦:૩૦ વાગ્યા સુધી: આર્મી હેડક્વાર્ટરમાં વિકલ્પો પર ચર્ચા ચાલુ રહી. સમગ્ર નોર્ધન ફ્રન્ટને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું.

● રાત્રે ૧૦:૩૦ વાગ્યે: ​​સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફોન કરીને જણાવ્યું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. વડા પ્રધાનનો નિર્દેશ એક જ વાક્ય હતો: “તમને જે યોગ્ય લાગે તે કરો.”

● નરવણેએ કહ્યું, “આ સંપૂર્ણપણે લશ્કરી નિર્ણય હતો. મોદી સાથે સલાહ લેવામાં આવી હતી. તેમને માહિતી આપવામાં આવી હતી, પરંતુ તેમણે નિર્ણય લેવાનો ઇનકાર કર્યો હતો. હવે સંપૂર્ણ જવાબદારી મારા પર છે.”

■ નિયમ ૩૪૯ (I) અંતર્ગતનો ઉલ્લેખ કરીને રાજનાથ, શાહ અને રિજિજુએ રાહુલને રોક્યા હતા?

મહત્વનું છે કે લોકસભાના નિયમ ૩૪૯ (I) હેઠળ, કોઈપણ સાંસદ કોઈપણ પુસ્તક, અખબાર અથવા પત્રને ટાંકીને એ રજુઆત કરી શકતો નથી કે જે ગૃહની ચર્ચા સાથે સંબંધિત ન હોય.જોકે,તેમછતાં સંસદમાં ભૂતકાળમાં અનેક વખત પુસ્તકો અને અખબારોને ટાંકવામાં આવ્યા છે પરંતુ તે સાંસદોએ પૂર્વ સૂચના સબમિટ કરવી અને સ્પીકર પાસેથી પરવાનગી લેવી જરૂરી હોય છે.આમ,આજના લોકસભામાં ચાલેલા આ ઘટનાક્રમમાં દિવસભર

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં
  • August 13, 2026

Mumbai Goa Highway Delay: મુંબઈને ગોવા સાથે જોડતો નેશનલ હાઇવે-66 (NH-66) દેશના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંનો એક ગણાય છે, પરંતુ આ હાઇવેને ફોર લેન બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયાને લગભગ 17 વર્ષ…

Continue reading
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો
  • August 13, 2026

Brij Bhushan Singh Verdict: ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે દાખલ થયેલા ચર્ચાસ્પદ જાતીય સતામણીના કેસમાં દિલ્હીની એક અદાલતે તેમને નિર્દોષ જાહેર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 2 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 3 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 4 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 4 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

  • August 13, 2026
  • 4 views
Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

  • August 13, 2026
  • 4 views
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ